Abhayam News
Abhayam

ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર

Change in Subordinate Services Selection Board Examination Pattern

ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા યુવકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાને લઇને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવેથી બે તબક્કામાં ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા લેવામાં આવશે. તેના ગુણ કેટલા રહેશે તે અંગેની પણ જાહેરાત કરવામાં આવી છે.

બંને તબક્કામાં મળી કુલ 210 માર્કસની પરીક્ષા

ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા હવેથી બે તબક્કામાં લેવામાં આવશે.પ્રથમ તબક્કામાં તાર્કિક અને ગાણિતીક એમ 60 માર્ક્સની પરીક્ષા લેવામાં આવશે.જ્યારે બીજા તબક્કામાં બંધારણ, વર્તમાન પ્રવાહ અને ભાષાના 30 માર્ક્સ રહેશે. તથા સંબંધિત વિભાગ, ઉપયોગિતાના મળીને 120 માર્કસ મળીને કુલ 150 માર્ક્સની પરીક્ષા લેવામાં આવશે.એટલે કે પ્રથમ તબક્કાની પરીક્ષા 60 માર્ક્સ અને બીજા તબક્કાની 150 માર્ક્સ એમ કુલ 210 માર્ક્સની પરીક્ષા લેવામાં આવશે.

હવેથી પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ પણ શરુ

આ બંને તબક્કાના પરીક્ષામાં આવેલા માર્ક્સના આધારે મેરિટ તૈયાર કરવામાં આવશે. કુલ જગ્યાના બે ગણા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફીકેશન માટે યોગ્ય ગણવામાં આવશે.અત્યાર સુધી નેગેટિવ માર્કિંગ ગણવામાં આવતુ ન હતુ.જો કે હવેથી ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ પણ કરવામાં આવશે. એટલે કે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં ઘણા બધા ફેરફાર કરવામાં આવ્યા છે.

Change in Subordinate Services Selection Board Examination Pattern

ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર

ગુજરાતમાં ઘણા બધા લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા હોય છે અને થોડા મહિનાઓ પહેલા પેપર લીક થવાની અનેક ઘટનાઓ પણ બની હતી. ત્યારે પેપર લીકની ઘટનાઓ પણ ન બને અને ઉમેદવારોની તબક્કાવાર, સામાન્ય જ્ઞાન અને વિષયોની સમજના આધાર પર નિમણુંક થાય તે માટે આ પ્રકારની પદ્ધતિ અપનાવવામાં આવી હોય તેવુ લાગી રહ્યુ છે. આ પ્રકારની પદ્ધતિથી પરીક્ષામાં ગેરરીતિ થવાની સંભાવના પણ ઘટી જતી હોય છે, ત્યારે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા માટે લેવાયેલો આ નિર્ણય ખૂબ જ મહત્વનો માની શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે……

Related posts

સુપ્રીમ કોર્ટે પ્રોપર્ટીના ટાઈટલ ટ્રાન્સફરને લઈને મોટો નિર્ણય

Vivek Radadiya

મહેશભાઈ સવાણીની ઉપવાસ આંદોલનમાં તબિયત લથડી, 108મા લઈ જવાયા….

Abhayam

YouTubeમાં પણ મળશે ચેટજીપીટી જેવું AI ટૂલ

Vivek Radadiya