Abhayam News
AbhayamNews

સાવચેત:-Paytmમાં શરુ થયા ઠગાઈના ખેલ, લાખો લોકો બન્યા છેતરપિંડીના શિકાર…

જો તમે Paytmનો પૈસાની લેવડ-દેવડ અથવા ખરીદી માટે ઉપયોગ કરો છો તો થઇ જજો સાવચેત. તમે અહીં ઠગાઈનો શિકાર બની શકો છો. ઓનલાઇન છેતરપિંડીનો ગ્રાફ હાલ એટલો જ ઝડપથી વધી રહ્યો છે જેટલી ઝડપથી આપણા દેશમાં ઓનલાઇન ચુકવણીમાં વધારો થઇ રહ્યો છે.

કોરોનાના રોગચાળા દરમિયાન લોકોએ ડિજિટલ નાણાકીય લેવડ-દેવડનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. જો તમે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન માટે પેટીએમનો ઉપયોગ કરો છો તો તમારે સતર્ક રહેવાની જરૂર છે કારણકે, હાલ પેટીએમ પર ઓનલાઇન ફ્રોડના કેસ બની રહ્યા છે. ચાલો આ અંગે વિગતવાર માહિતી મેળવીએ.

Paytm સ્પૂફ સાથે સંબંધિત મોટાભાગના કિસ્સાઓમાં છેતરપિંડી કરવા પહેલા દુકાનમાંથી કંઈક ખરીદે છે અને ત્યારબાદ દુકાનદારનો ફોન નંબર, દુકાનનું નામ, રકમ અને અન્ય વિગતો દાખલ કરીને બનાવટી ચુકવણીની નોટિફિકેશન બતાવે છે,

જે બતાવે છે કે તેમણે પૈસા ચૂકવ્યા છે. પેટીએમ સ્પૂફ દુકાનદારના ખાતામાં પણ પેમેન્ટની નોટિફિકેશન મોકલે છે પરંતુ, દુકાનદારના બેંક એકાઉન્ટમાં પૈસા જમા કરવામાં આવ્યા હોતા નથી.

છેલ્લા કેટલાક મહિનામાં પેટીએમ સ્પૂફ એપ્લિકેશનનો ઉપયોગ કરીને છેતરપિંડીની સંખ્યામાં ભારે વધારો થયો છે.

આ એપનો ઉપયોગ કરીને હુમલાખોરો લોકોને હેરાન કરી રહ્યા છે અને તેમની મહેનતની કમાણી લૂંટી રહ્યા છે. આ એપ્લિકેશન તેના ઇન્ટરફેસ સહિત મૂળ પેટીએમ એપ્લિકેશન જેવી જ લાગે છે. આ કારણોસર જ લોકો માટે ઘણીવાર બનાવટી અને વાસ્તવિક વચ્ચેનો તફાવત કરવો મુશ્કેલ બની જાય છે.

મળતી માહિતી મુજબ હૈદરાબાદ પોલીસે લાખો રૂપિયાની છેતરપિંડી કરવા બદલ આઠ લોકોની ધરપકડ કરી છે. એવું કહેવામાં આવે છે કે, પોલીસે છેતરપિંડીમાંથી 75,000 રૂપિયા મેળવ્યા હતા અને ઓનલાઇન છેતરપિંડી બદલ તેમને જેલના સળિયા પાછળ મોકલ્યા હતા.

આવી જ એક ઘટના ઇન્દોર અને છત્તીસગઢથી સામે આવી છે. છેતરપિંડીના કેસમાં હુમલાખોરોએ દુકાનદાર પાસેથી હજારો રૂપિયાની કિંમતનો સમાન ખરીદ્યો હતો અને બાદમાં એપ્લિકેશન પર ફોન નંબર અને અન્ય વિગતો દાખલ કરીને બનાવટી નોટિફિકેશન બતાવી હતી. ત્યારબાદ આ ઠગોને પકડીને પોલીસને સોંપવામાં આવ્યા હતા.

આવા કૌભાંડોને ઓળખવા માટે તમારે દરેક વ્યવહાર બાદ હંમેશાં તમારા બેંક ખાતાનું બેલેન્સ તપાસવું જોઈએ અને તમારે ક્રેડિટના સ્ત્રોતની પણ ચકાસણી કરવી પડશે. આ નોટિફિકેશન હંમેશાં તમારી બેંકમાંથી આવવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

પેપરલીક કેસઃ જયેશ પટેલ મુખ્ય આરોપી ઝડપાયો,પેપરલીક જાણો કઈ રીતે કર્યું હતું..

Abhayam

ભારતમાં ફરી કોરોનાનો ફૂંફાડો

Vivek Radadiya

માત્ર આધાર કાર્ડ દ્વારા જાણો તમારું બેંક બેલેન્સ

Vivek Radadiya