Abhayam News
AbhayamGujaratTechnology

સાવધાન! QR Code સ્કેન દ્વારા પણ થાય છે મોટા ફ્રોડ

  • ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે કે કોઈપણ સર્વિસ એક્સેસ કરતી વખતે લોકો QR Code સ્કેન કરતા હોય છે
  • શું થાય અગર તમે QR Code સ્કેન કરોને એ સ્કેમ નીકળે!
  • સાવધાન! QR Code સ્કેન દ્વારા પણ થાય છે મોટા ફ્રોડ

સાવધાન! QR Code સ્કેન દ્વારા પણ થાય છે મોટા ફ્રોડ

સાવધાન! QR Code સ્કેન દ્વારા પણ થાય છે મોટા ફ્રોડ આજના ડિજિટલ યુગમાં પેમેન્ટ કરવું ખૂબ જ સરળ બની ગયું છે. બિલની ચુકવણી, સામાનની ખરીદી અથવા ઓટો-કેબ સહિતની તમામ બાબતો માટે તમે QR કોડ સ્કેન કરીને સરળતાથી પેમેન્ટ કરી શકો છો. જ્યારે આજના સમયમાં ડિજિટલ પેમેન્ટ  કરનારા લોકોની કમી નથી માત્ર એક ક્લિક અને મની ટ્રાન્સફર… પરંતુ QR કોડ દ્વારા પૈસાની લેવડદેવડ કરવી જેટલી સરળ છે તેટલી જોખમી પણ છે.

લોકોને ફસાવવા માટે સ્કેમર્સ ઘણા પ્રકારના રસ્તાઓ અજમાવતા હોય છે, સાઈબર સિક્યુરીટી કંપનીઓ અનુસાર સ્કેમર્સ લોકોને ફિશિંગ લિંક મોકલીને છેતરતા હોય છે. તે લોકોને ઈમેલમાં QR Code મોકલીને છેતરે છે. આ QR Code ફિશિંગ લિંક અને સ્કેમ પેજ સાથે એનકોડેડ હોય છે. જેથી કોઈ યુઝર આ કોડને સ્કેન કરે એટલે તે આ સ્કેમનો શિકાર બને છે. આ સિવાય ગીફ્ટ કે રિટર્નના નામે પણ લોકોને ફસાવવામાં આવતા હોય છે. સાવધાન! QR Code સ્કેન દ્વારા પણ થાય છે મોટા ફ્રોડ

સ્કેમ કેવી રીતે થાય છે?

જયારે કોઈ યુઝર ગીફ્ટ કે રિટર્ન મેળવવા માટે કોડ સ્કેન કરે છે અને ત્યારબાદ પોતાનો પાસવર્ડ એન્ટર કરે છે એટલે તે આ સ્કેમનો શિકાર બને છે. કારણકે ગીફ્ટ માટે સ્કેન કરતા તમારા એકાઉન્ટ માંથી પૈસા કાપી જાય છે. આ માટે સ્કેમર્સ ફેસ QR Code દુકાનોમાં તથા અન્ય જગ્યાઓ પર પણ લગાવે છે.

FBIની વોર્નિંગ 

ઘણી દુકાનોમાં ઘણા બધા QR Code લગાવેલા દેખાય છે એવામાં સ્કેમર્સ ફેસ કોડ પણ ચોંટાડી દે છે. જેના કારણે કોઈ બીજા એકાઉન્ટમાં પેમેન્ટ થઇ જતું હોય છે. જેને લઈને FBI એ વોર્નિંગ જાહેર કરી હતી. અ સિવાય તે અસલી કોડ પર ફેક કોડ પણ લગાવતા હોય છે. જેમાં ક્યારેક આવા કોડ સ્કેન કરતી વખતે મોબાઈલ હેક થઇ શકે છે અથવા તો જાસુસી પણ થઇ શકે છે. સાવધાન! QR Code સ્કેન દ્વારા પણ થાય છે મોટા ફ્રોડ

ફિશિંગ એટેક એટલે શું?

આ પ્રકારના સ્કેમને એક માછલી પકડવા માટે નાખવામાં આવતા જાલ તરીકે પણ ઓળખી શકાય છે. જેમાં લોકોને લાલચ આપવામાં આવે છે અને સ્કેમમાં ફસાવવામાં આવે છે. આવા પ્રકારના સ્કેમને ઇમેલ કે SMS દ્વારા અંજામ આપવામાં આવે છે. 

QR Code સૌથી મોટો ખતરો છે 

સરકાર અને સાઈબર સિક્યુરીટી કંપનીઓ દ્વારા લોકોને આ પ્રકારના સ્કેમ બાબતે સાવધાન કરવામાં આવે છે. ઇમેલ કે SMS દ્વારા લિંક મોકલીને લોકોને છેતરવામાં આવે છે. પણ આ બાબતે લોકોમાં જાગૃતતા વધતા લોકો આવી લિંકને ઇગ્નોર કરે છે. પણ હવે સ્કેમર્સ દ્વારા  ફિશિંગ લિંકની જગ્યાએ QR Code સેન્ડ કરવાનું શરુ કર્યું છે. જે વધુ ખતરનાક છે. કારણે કે મોકલેલી લીન્કને યાદ પણ રાખું શકાય છે જયારે QR Codeને ઓળખવો અશક્ય છે. 

કેવી રીતે બચી શકાય?

ઈન્ટરનેટના જમાનામાં સાવધાન રહેવું એ જ એકમાત્ર ઉપાય છે. એટલે જો તમેને કોઈ ઇમેલમાં QR Code જોવા મળે તો તેને એક ખતરો સમજીને તેને સ્કેન કરવાથી બચવું જોઈએ. આ સિવાય સ્કેમર્સ પાસવર્ડ કોમ્પ્રોમાઇસ કે સર્વિસ એક્સપાયરી જેવી બાબતે ઈમેલ કરીને લોકોને જલ્દી પગલા લેવા ઉક્સાવી શકે છે. આ ઉપરાંત QR Code સ્કેન કરતી વખે ખાસ જોવું કે તે કોના નામ પર છે, જો તે દુકાનદારના નામ પર જ હોય તો પેમેન્ટ કરવું. તેમજ ફ્રિ ગીફ્ટ કાર્ડ બાબતે પણ સચેત રહેવું જરૂરી છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…….

Related posts

SP નિર્લિપ્ત રાયને ચેલેન્જ ફેંકનાર પોતાને અમરેલીનો બાપ કહેનાર..

Abhayam

કેન્દ્ર સરકાર દ્વારા આજે સુપ્રીમ કોર્ટમાં ઓક્સિજન, બેડ, રસીના ભાવ સહિત અનેક મુદ્દા પર જવાબ રજુ કરશે…

Abhayam

તિરુપતિ બાલાજી મંદિર પહોંચ્યા પીએમ મોદી

Vivek Radadiya