Abhayam News
AbhayamGujarat

બુમરાહ મુંબઈ માટે જ રમશે

Bumrah will play only for Mumbai

બુમરાહ મુંબઈ માટે જ રમશે જ્યારથી ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે મુંબઈ ઈન્ડિયન્સને અનફોલો કર્યુ છે ત્યાર બાદથી એક ચર્ચાએ ભારે જોર પકડ્યું છે. એવી ચર્ચા હતી કે બુમરાહ ગમે ત્યારે મુંબઈ છોડી શકે છે. હાર્દિક પંડ્યા જ્યારે મુંબઈની ટીમમાં પરત ફર્યા છે. ત્યારે હવે ટીમે મોટો સંકેત આપ્યો છે.મુંબઈ ઈન્ડિયન્સને એક પોસ્ટ પરથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે બુમરાહ મુંબઈ માટે જ રમશે… ત્યારે હવે લોકો પણ એવુ પણ કહી રહ્યાં છે કે બુમરાહ અને મુંબઈ વચ્ચે બધુ હવે બરાબર છે.. ચાલો જાણીએ મુંબઈની કઈ પોસ્ટથી અત્યારે ચર્ચા તેજ બની છે.

મુંબઈ ઈન્ડિયન્સની આ પોસ્ટએ સૌને ચોકાવ્યા
મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની માતાનો આજે જન્મદિવસ છે. બુમરાહે પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાની માતા સાથેની એક તસવીર શેર કરી છે અને જન્મદિવસની શુભકામના પાઠવી છે. ત્યારે આ પોસ્ટના એક કલાક બાદ મુંબઈ ઈન્ડિયન્સએ પણ પોસ્ટ શેર કરીને બુમરાહની માતાને બર્થડે વિશ કર્યું છે. મુંબઈ ઈન્ડિયન્સએ બુમરાહની પોસ્ટનો સ્ક્રીનશોર્ટ લઈને પોતાના ટ્વિટર હેન્ડલ પર આ ફોટો શેર કર્યો છે.. મુંબઈએ આ ફોટો શેર કરતા લખ્યું કે અમારી પલટન તરફથી દલજીતજીને જન્મદિવસની હાર્દિક શુભકામના.

બુમરાહ મુંબઈ માટે જ રમશે

બુમરાહ-મુંબઈ વચ્ચે બધુ બરાબર જ છે
એક તરફ બુમરાહે મુંબઈ ઈન્ડિયન્સને અનફોલો કરી દિધુ હતું અને બીજી તરફ મુંબઈ મુંબઈ ઈન્ડયન્સ ટીમે બુમરાહની માતાને જન્મદિવસની શુભકામના આપી છે. જેથી એ વાત સ્પષ્ટ છે કે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી બુમરાહને મનાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. પણ આ પોસ્ટ પરથી હવે સ્પષ્ટ છે કે હવે બંને વચ્ચે બધુ જ બરાબર છે.. પણ જો આવુ હશે તો બુમરાહ આઈપીએલ 2024 મુંબઈ માટે જ રમશે. તમને જણાવી દયે કે બુમરાહે મુંબઈને અનોફોલો કરવાને લઈને લોકો એવુ પણ અનુમાન લગાવી રહ્યાં છે કે બુમરાહ ગુજરાત ટાઈન્ટસમાં સામેલ થઈ શકે છે અથવા તો આરસીબીમાં સામેલ થઈ શકે છે.. પણ જોઈ હવે આગળ શું થાય છે..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

અમદાવાદમાં શાકભાજીના ભાવમાં વધારો 

Vivek Radadiya

સુરત :-“સરદાર” આઈશોલેશન સેન્ટરની શુભ શરૂઆત…

Abhayam

ગુજરાતમાં આ તારીખથી લવ જેહાદનો કાયદો અમલી…

Abhayam