Abhayam News
AbhayamNews

વડોદરાની કંપનીમાં બોઇલર ફાટ્યું, આટલા ના મોત…

વડોદરાના વડસર બ્રિજ પાસે આવેલી મકરપુરા GIDCની એક કંપનીમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. આ કંપનીમાં બોઇલર ફાટવાના કારણે એક જોરદાર ધડાકો થયો અને જે સમયે આ ઘટના બની તે સમયે કેટલાક કર્મચારીઓ કંપનીમાં કામ કરી રહ્યા હતા.

આ ઘટનાની અંદર 10 કરવા વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના કારણે તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત થયેલા દર્દીઓમાં કામદારોના બાળકોનો પણ સમાવેશ થાય છે.

ઈજાગ્રસ્ત થયેલા લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા બાદ ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા બોઇલરનો મલબો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બોઇલર ફાટવાનો વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આસપાસની કંપનીમાં કામ કરતા કર્મચારીઓમાં પણ થોડી વાર માટે ભયનો માહોલ ઉભો થયો હતો.

જે કંપનીમાં બોઇલર ફાટ્યું છે તે કંપનીનું નામ કેન્ટોન લેબોરેટરીઝ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં ચાર લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી રહી છે. કંપનીમાં બ્લાસ્ટની ઘટનાને લઇને થોડી વાર માટે ભાગદોડ મચી જવા પામી હતી.

ઘટનાની જાણ કંપનીના લોકોએ ફાયર વિભાગને કરતા ફાયર વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. ત્યારબાદ ફાયરના જવાનોએ બોઇલર ફાટવાની ઘટનામાં રેસ્ક્યૂ કામગીરી શરૂ કરી હતી.

આ ઘટના બાબતે કેન્ટોન લેબોરેટરીઝ કંપનીના માલિક તેજસ પટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, બોઇલર કઈ રીતે ફાટ્યું તેનું કારણ તપાસ કર્યા બાદ જ ખબર પડશે પણ આ ઘટનામાં કંપનીના 10 જેટલા કર્મચારીઓ દાજ્યા હતા ને હાલ તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

આ ઘટનામાં પ્રાથમિક વિગત એવી મળી રહી છે કે, બોઇલર વધારે હિટીંગ પકડી ગયું હોવાના કારણે તે એકાએક જ બ્લાસ્ટ થઇ ગયું હતું. પણ હવે ફાયર વિભાગ દ્વારા આ ઘટનાનું કારણ જાણવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. એવી પણ માહિતી મળી રહી છે કે, આ કંપની કેમિકલ્સ બનાવવાનું કામ કરી રહી છે.

એવી પણ માહિતી સામે આવી રહી છે કે, બોઇલરની બાજુના ભાગે કંપનીના કર્મચારીઓને રહેવા માટે ઓરડીઓ બનાવવામાં આવી હતી અને બોઇલરની બાજુમાં લોડીંગ અનલોડિંગની કામગીરી કામગીરી કરવામાં આવતી હતી

. આ ઘટનામાં તપાસ કરવા માટે ફાયર વિભાગ દ્વારા FSLની પણ તપાસ કરવામાં આવશે. બોઇલર ફાટતા આ ઓરડીમાં રહેલા કામદારોના પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત થયા હતા. કંપનીમાં ગેરકાયદેસર રેસીડેન્સ ઉભું કરવામાં આવ્યું હોવાના કારણે ફાયર વિભાગ દ્વારા કંપનીનું વીજ કનેક્શન કાપી નાંખવામાં આવ્યું છે.

આ ઘટના બની તે સમયે એક વ્યક્તિનું ઘટના સ્થળ પર મોત થયું હતું અને અન્ય લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

સુરતઃ હીરા ઉદ્યોગમાં ભારે મંદીનો માહોલ

Vivek Radadiya

લંડન સ્થિત વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ એ સુરતની સેવાકીય સંસ્થા લાઈફ લાઈન ચેરીટેબલ ટ્રસ્ટની નોંધ લીધી..

Abhayam

બનાવટી સહી કરી ભત્રીજાઓએ બેંકમાંથી ઉપાડી લીધા 5.71 કરોડ રૂપિયા

Vivek Radadiya

50 comments

Comments are closed.