Abhayam News
AbhayamNews

ભાજપના નેતાની સંડોવણી સામે આવી,ગોંડલ પોલીસના બાયોડીઝલના ગેરકાયદે ચાલતા બે પંપ પર દરોડા, ફરિયાદ દાખલ..

પોલીસે બે જગ્યા પર દરોડા કરી 13,500 લીટર બાયોડિઝલ ઝડપી 13 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો, અન્ય 3 શખ્સની ધરપકડ….

રાજ્યના પોલીસ વડાની સૂચના બાદ છેલ્લા 5 દિવસથી રાજકોટ રેન્જમાં અલગ અલગ ટીમો દ્વારા બાયોડીઝલના ગેરકાયદેસર વેચાણ અને સંગ્રહ પર દરોડા પાડવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત રાજકોટના ગોંડલ પોલીસ સ્ટેશન ખાતે ગોંડલ પોલીસ દ્વારા અલગ અલગ 2 દરોડા પાડી 13,500 લીટર બાયોડીઝલ ઝડપી પાડી કુલ 13,66,000નો મુદ્દામાલ કબ્જે કરી 3 શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યાં આરોપીઓની પૂછપરછમાં ગોંડલ ભાજપના નેતાની ભૂમિકા સામે આવી છે. ગોંડલ ભાજપના નેતા પ્રફુલભાઇ ઉર્ફે બાવભાઇ ટોળીયા બાયોડિઝલનું ગેરકાયદેસર પંપમાં સંડોવણી સામે આવતા પોલીસે તેના વિરુધ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગોંડલ પોલીસને મળેલી બાતમીમાં ગુંદાળા રોડ પર યમુના કોમ્પ્લેક્સની સામે ગોડાઉનમાં ગેરકાયદેસર બાયોડીઝલનો સંગ્રહ અને વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેના આધારે રેડ કરતા સ્થળ પરથી અલગ અલગ 3 ટાંકામાં 1500, 3000 અને 3000 એમ કુલ 7500 લીટર બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો હતો. જે ગેરકાયદેસર પંપ પંકજભાઇ રાયચુરા અને ધવલભાઇ ગમારા ચલાવતા હોવાનું સામે આવ્યું હતું. જેથી બન્નેની ધરપકડ કરી 7500 લીટર બાયોડીઝલના જથ્થા સાથે કુલ 7,50,000 નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીઓની પૂછપરછમાં ગોંડલ ભાજપના નેતાની ભૂમિકા સામે આવી

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ રેન્જ ડીઆઇજી સંદિપસિંહ અને જિલ્લા પોલીસ વડા બલરામ મીણાની સૂચના મુજબ ગોંડલ DYSP અને પીઆઇ દ્વારા અલગ અલગ ટીમો બનાવી કામગીરી કરવામાં આવી હતી. જે અંતર્ગત બે જગ્યા પર બાયોડીઝલના પંપ ચાલુ હોવાની ચોક્કસ બાતમી મળતા પોલીસે બન્ને જગ્યા પર દરોડો પાડી 3 શખ્સની ધરપકડ કરી કુલ 13,500 લીટર બાયોડીઝલના જથ્થા સાથે કુલ 13,66,000નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાયોડીઝલના હાટડાઓ જે પણ જગ્યા પર ચાલી રહ્યાં છે ત્યાં કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં આવતી નથી અને ન તો કોઇ ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવામાં આવતું નથી. માટે આ હાટડાઓ ચલાવનાર પોતાના અંગત ફાયદા માટે માનવ જીવન પર ગંભીર અસર પહોંચે તેવી પ્રવૃતિ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 5 દિવસથી પોલીસ એક બાદ એક જગ્યા પર દરોડા પાડી રહી છે.

ગોંડલ ભાજપના નેતા પ્રફુલભાઇ ઉર્ફે બાવભાઇ ટોળીયા (ફાઈલ તસ્વીર)

પરંતુ હજુ સુધી કોઇ મોટા માથાઓના નામ સામે આવ્યા નથી. ત્યારે પોલીસ તપાસમાં શું કોઇ મોટા માથાના નામ સામે આવશે કે પછી દરોડા પાડી ભીનું સંકેલવા પોલીસ પ્રયત્ન કરશે તે જોવું મહત્વનું રહેશે.

જ્યારે બીજા બનાવમાં ગોંડલ આશાપુરા ચોકડી ખાતે ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધર્મેશ નકુમ પોતાના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલનો પંપ રાખી સંગ્રહ તેમજ વેચાણ કરતો હોવાની બાતમીના આધારે રેડ કરી સ્થળ પરથી 6000 લીટર બાયોડીઝલના જથ્થા સાથે કુલ 6,16,000 મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથ.

Related posts

વાંકાનેરના વઘાસિયાના ગેરકાયદે ટોલનાકા મુદ્દે મોટો ખુલાસો

Vivek Radadiya

રાજકોટ લોકસભાની ટિકિટ નવા ચહેરાને મળશે?

Vivek Radadiya

લોકસભા ચૂંટણી પહેલા એક્શનમાં આવી પાર્ટી

Vivek Radadiya