Abhayam News
AbhayamNews

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની આ વાત ભાજપના MLA-સાંસદો માને તો ગુજરાતમાં 14000 કરતા વધુ બેડ વધી શકે છે…

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે લોકો નિયમોનું પાલન કરે તેવું રાજ્ય સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યુ છે. કારણ કે હાલ 10 હજાર જેટલા પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. રાજ્યની હોસ્પિટલોમાં બેડની અછત હોવાનું સામે આવી રહ્યુ છે. દર્દીઓને હોસ્પિટલમાં બેડ મેળવવા માટે વેઇટિંગમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ રાજ્યમાં પોઝિટિવ કેસોની સાથે-સાથે મૃત્યુઆંકમાં વધારો થયો છે. સ્મશાનમાં પણ મૃતદેહના અંતિમ સંસ્કાર માટે લોકોની લાંબી-લાંબી લાઈનો જોવા મળી રહી છે. તેવામાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા કરવામાં આવેલ આદેશનું પાલન ભાજપના સાંસદ અને ધારાસભ્યો કરે તો ગુજરાતમાં થોડા જ દિવસોની અંદર 14 હજાર કરતાં પણ વધારે બેડની સુવિધા ઉપલબ્ધ થઇ શકે તેમ છે.

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ભાજપના હોદ્દેદારો પદાધિકારીઓ નગરપાલિકા અને મહાનગરપાલિકાની પ્રમુખ કારોબારી સભ્ય, ધારાસભ્યો અને સાંસદો સાથે એક વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. આ બેઠક રવિવારના રોજ યોજવામાં આવી હતી અને બેઠકમાં સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, ભાજપ જીલ્લા-મહાનગરમાં એક હેલ્પડેસ્ક અને પ્રદેશ કક્ષાએ હેલ્પલાઇન શરૂ કરવામાં આવશે. આ હેલ્પલાઇનની મદદથી દર્દીના સંબંધીઓને સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ઉપલબ્ધ બેડ વેન્ટિલેટર, ઓક્સિજનની માહિતી દર કલાકે મળશે.

facebook.com/CRPatilMP

આ ઉપરાંત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે ભાજપના 111 ધારાસભ્યો 26 સંસદ અને રાજ્ય સભાના 8 સાંસદોને આમ ચૂંટાયેલા 145 જેટલા લોકોના પ્રતિનિધિઓને પોતાના મતવિસ્તારમાં કોરોના પોઝિટિવ દર્દીઓ માટે 100 પથારીની વ્યવસ્થા ઊભી કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. એટલે જો આ તમામ પ્રતિનિધિઓ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના આદેશનું પાલન કરે તો ગુજરાતમાં થોડા દિવસોની અંદર 14,500 બેડની વ્યવસ્થા ઊભી થઈ શકે છે અને લોકોને સરળતાથી સારવાર મળી શકે તેમ છે.

ગુજરાતમાં હાલ 10 હજાર કરતા પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. હોસ્પિટલમાં દર્દીને બેડ મળવામાં પણ મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. તેથી દર્દીને સુવિધા મળી રહે તે માટે ભાજપ અધ્યક્ષ દ્વારા બેડની વ્યવસ્થા કરવાના આદેશ આપવામાં આવ્યા છે. મહત્ત્વની વાત છે કે, થોડા દિવસો પહેલા ભાજપના અધ્યક્ષ દ્વારા જ મોટા મોટા કાર્યક્રમો નહીં કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ આદેશ પછી પણ અલગ-અલગ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.   

Related posts

IASના ટ્રાન્સફર:રાજ્યના 7 IAS અધિકારીઓની બદલીના આદેશ…

Kuldip Sheldaiya

સેમસંગના મોબાઈલ ફોન વાપરતા લોકો માટે ભારત સરકારે જાહેર કરી ચેતવણી

Vivek Radadiya

ફરી એક વખત હાઇકોર્ટ સામે રૂપાણી સરકાર મૌન…

Abhayam