સરકારી એરલાઇન્સ કંપની એર ઇંડિયાના ડેટા લીક થયાનો ઘટસ્ફોટ થયો છે. ખુદ એર ઇંડિયાના જણાવ્યા અનુસાર હેકિંગ દ્વારા એર ઇંડિયાના 45 લાખ મુસાફરોના ડેટા સહિતની અત્યંત અંગત માહિતી લીક થઇ ગઇ છે અને તેને જાહેર કરી દેવામાં આવી છે.
મુસાફરોના ક્રેડીટ કાર્ડના સિવિલ નંબર પ્રોસેસર પાસે નહી હોતા,પાસવર્ડ બદલવા એર ઈન્ડિયાનો નિર્દેશ.
એર ઇંડિયાના જણાવ્યા અનુસાર ડેટા લીક થવાની આ ઘટના 26મી ઓગસ્ટ 2011થી 3 ફેબુ્રઆરી 2021 વચ્ચેની છે. કંપનીએ ક્રેડિટ કાર્ડ અંગે કહ્યું છે કે અમારા ડેટા પ્રોસેસર પાસે સીવીવી/સીવીસી નંબર નથી હોતા. બાદમાં અમારા ડેટા પ્રોસેસરે એ વાતની ખાતરી કરી છે કે પ્રભાવિત સર્વર પર કોઇ પણ પ્રકારની અસમાન્ય ગતિવિિધ નથી જોવા મળી.
લીક થયેલી માહિતીમાં મુસાફરોના નામ, જન્મ તારીખ, સંપર્ક નંબરો, પાસપોર્ટના નંબર સહિતની જાણકારી, ટિકિટની માહિતી, સ્ટાર એલાયંસ, એર ઇંડિયા ફ્રિક્વેંટ ફ્લાઇર ડેટા (પાસવર્ડ ડેટા) અને ક્રેડિટ કાર્ડની જાણકારી પણ લીક થઇ ગઇ છે.
એર ઇંડિયાના કહ્યા મુજબ આ ઘટનાની જાણકારી મળ્યાના તૂરંત બાદ જ તેની તપાસ કરવામાં આવી. પ્રભાવિત સર્વરને સુરક્ષિત કરી લેવામાં આવ્યું છે. ક્રેડિટ કાર્ડ જારી કરનારાઓનો સંપર્ક કરવામાં આવ્યો છે અને તેમને લીક થવા અંગેની જાણકારી પણ આપવામાં આવી છે. સાથે જ એર ઇંડિયા એફએફપી પ્રોગ્રામના પાસવર્ડને રીસેટ કરી દેવામાં આવ્યો છે.
પોતાના નિવેદનમાં એર ઇંડિયાએ કહ્યું છે કે અમે અમારી ડેટા પ્રોસેસર કાર્યવાહી જારી રાખીશું. આ દરમિયાન અમે મુસાફરોને પાસવર્ડ બદલવા માટે પ્રોત્સાહિત કરીશું. મુસાફરોની ગુપ્ત માહિતી સુરક્ષિત રાખવી તે અમારા માટે મહત્વપૂર્ણ છે. જોકે જે માહિતી લીક થઇ ગઇ છે તેનો દુરૂપયોગ થવાની પણ પુરી શક્યતાઓ હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે