Abhayam News
AbhayamGujarat

ધારાસભ્ય પદેથી ભૂપત ભાયાણી આપશે રાજીનામુ

Bhupat Bhayani will resign from the post of MLA

ધારાસભ્ય પદેથી ભૂપત ભાયાણી આપશે રાજીનામુ Bhupat Bhayani : લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં AAPને મોટો ફટકો લાગ્યો છે. વાત જાણે એમ છે કે,  AAP ધારાસભ્ય ભૂપત ભાયાણી રાજીનામું આપશે. વિગતો મુજબ ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે.વિસાવદર બેઠક પરથી ચૂંટણી જીતેલા AAP ધારાસભ્ય ભૂપત ભાયાણી ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. 

Bhupat Bhayani will resign from the post of MLA

ધારાસભ્ય પદેથી ભૂપત ભાયાણી આપશે રાજીનામુ

ગુજરાતની ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીમાં ભંગાણ પડ્યું છે અને વિસાવદરના ધારાસભ્ય ભુપતભાઈ ભાયાણીએ આપ પાર્ટી છોડીને ભાજપમાં જોડાવાનું નક્કી કર્યું હતું. તેઓ બપોરે 2 વાગ્યે ભાજપનો કેસરિયો ધારણ કરશે.

ગુજરાતની ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીમાં ભંગાણ પડ્યું છે અને વિસાવદરના ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણીએ આપ પાર્ટી છોડીને ભાજપમાં જોડાવાનું નક્કી કર્યું હતું. તેઓ બપોરે 2 વાગ્યે ભાજપનો કેસરિયો ધારણ કરશે. ભૂપત ભાયાણી આપમાંથી ભાજપમાં જોડાવાનું નક્કી કરતા AAPને મોટો ઝાટકો લાગ્યો હતો.  ચૂંટણી પરિણામોમાં AAP ને  કુલ પાંચ બેઠક મળી  હતી . તેમાંથી વિસાવદર બેઠક ઉપરના ધારાસભ્યએ આપ છોડીને ભાજપમાં જોડાવાનું નક્કી કર્યું હતું.  નવી શપથ વિધી પહેલા જ  આ મોટા સમાચાર સામે આવ્યા હતા. ઉપરાંત સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ હતી કે  આપના અન્ય  4 ધારાસભ્યો પણ  ભાજપના મોવડી મંડળના સંપર્કમાં છે.

Bhupat Bhayani will resign from the post of MLA

કોણ છે ભૂપત ભાયાણી  ? 
સૌરાષ્ટ્રની વિસાવદર બેઠક રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની પરંપરાગત બેઠક ગણાતી હતી. કેશુભાઈ બાદ હર્ષદ રિબડિયા કોંગ્રેસની ટિકિટ પર બે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ગત ચૂંટણી પહેલા તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા પરંતુ AAPના ઉમેદવાર ભૂપત ભાયાણીએ તેમને લગભગ 7 હજારના માર્જીનથી હરાવ્યા હતા. ભાયાણી BJP ગોત્રના છે તેઓ બે વર્ષ પહેલા પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ પહેલા તેઓ સરપંચ પણ રહી ચુક્યા છે. 

Bhupat Bhayani will resign from the post of MLA

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવી સરકાર રચાય તે પહેલા પાર્ટીનો આંકડો 156થી વધીને 157 પર પહોંચે તે નિશ્ચિત છે. બીજી તરફ 3 અપક્ષ ધારાસભ્યો પણ ભાજપમાં જોડાવાની તૈયારી કરી રહ્યા છે.  ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાની બાયડ બેઠક પરથી અપક્ષ ચૂંટણી જીતેલા ધવલસિંહ ઝાલા, વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્ર ગોહિલ અને બનાસકાંઠાની ધાનેરા બેઠક પરથી અપક્ષ ચૂંટણી જીતેલા માવજીભાઈ દેસાઈ પણ ભાજપમાં જોડાવા માટે તૈયાર છે.  જો બધુ બરાબર રહેશે તો આગામી દિવસોમાં આ ત્રણ ધારાસભ્યો પણ ભાજપના પક્ષમાં આવશે. આ ત્રણેય પણ ભાજપના ગોત્રના હોવાથી ટિકિટ ન મળવાને કારણે બળવાખોર તરીકે ચૂંટણી લડીને ધારાસભ્ય બન્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…

Related posts

અયોધ્યાના રેલવે સ્ટેશનની થશે કાયાકલ્પ

Vivek Radadiya

વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું શાનદાર પરફોર્મન્સ

Vivek Radadiya

AAPને ચંદીગઢ પાલિકાની પહેલીવાર ચૂંટણી 14 સીટ મળી, BJPને 8 જ સીટ મળી…

Abhayam