રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર લોકસભા અને રાજ્યસભાના સાંસદોના સામૂહિક સસ્પેન્શન સામે દિલ્હીના જંતર-મંતર ખાતે આજે INDIA ગઠબંધને વિરોધ પ્રદર્શન કર્યું અને સાથે જ ‘લોકશાહી બચાવો’ અભિયાન રેલી કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ સંસદની સુરક્ષામાં ભંગને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું.
રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર
રાહુલ ગાંધીએ કહ્યું કે, “બે યુવકો સંસદની અંદર કૂદી પડ્યા. અમે બધાએ તેને જોયો. તેણે થોડો ધુમાડો ફેલાવ્યો. તે દરમિયાન ભાજપના તમામ સાંસદો ભાગી ગયા હતા. એ અલગ વાત છે કે જેઓ પોતાને દેશભક્ત કહે છે પરંતુ એ સમયે તેમની હવા નીકળી ગઈ હતી”
રાહુલે કહ્યું, “તમે ટીવી પર સાંસદોને ભાગતા જોયા નથી, અમે તેને પાછળથી જોઈ રહ્યા હતા. સૌપ્રથમ તો સુરક્ષાનો ભંગ કરીને યુવાનો અંદર કેવી રીતે આવ્યા અને બીજો પ્રશ્ન એ છે કે તેઓએ આ વિરોધ શા માટે કર્યો, તેનું કારણ શું હતું? તેનું કારણ બેરોજગારી છે.”
આ વિશે વાત કરતાં કહ્યું કે, ‘મેં એક સર્વે કરનારને કહ્યું કે એક કામ કરો કે દેશના કોઈ પણ એક શહેરમાં જાઓ અને સર્વે કરો કે આપણો યુવા જેમના હાથમાં ફોન રહે જ છે તેઓ દિવસની કેટલી કલાક સોશિયલ મીડિયા પર રહે છે. મેં એક નાનું સર્વે કરાવ્યું અને હું ચોંકી ગયો. સાડા સાત કલાક સુધી આ યુવાનો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર લાગેલા રહે છે. મોદી સરકારમાં સાડા સાત કલાક સુધી યુવાનો ફોનમાં રહે છે કારણ કે મોદીજી એમને રોજગાર નથી આપી રહ્યા. આ છે ભારતની હાલત. એટલા માટે આ યુવાનો હતા, જેમણે સુરક્ષાનો ભંગ ચોક્કસ કર્યો, પરંતુ તેઓ બેરોજગાર છે, તેનું કારણ પણ તમે છો, તેથી જ તેઓ સંસદમાં કૂદી પડ્યા.
રાહુલ ગાંધીએ કહ્યું, “મીડિયામાં એવું નથી બતાવવામાં આવતું કે દેશમાં બેરોજગારી છે. મીડિયા શું કહે છે કે સંસદની બહાર સાંસદો બેઠા હતા. ત્યાં રાહુલ ગાંધીએ વીડિયો ઉતાર્યો. 150 સાંસદોને બહાર ફેંકી દીધા. સાંસદ માત્ર એક વ્યક્તિ નથી પરંતુ આ દેશની જનતાનો અવાજ છે. દરેક સાંસદ લાખો મત લઈને આવે છે. તમે માત્ર 150 લોકોનું અપમાન નથી કર્યું, તમે દેશની 60 ટકા જનતાને ચૂપ કરી દીધી છે.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે