દિવાળી પર કેટલા વાગ્યે થશે મુહૂર્ત ટ્રેડિંગ? દિવાળીના દિવસે શેરમાર્કેટમાં મુહૂર્ત ટ્રેડિંગ માટે સમય નક્કી કરવામાં આવી ચૂક્યો છે. ત્યારે જાણો આ દિવસે મુહૂર્ત ટ્રેડિંગનું શું મહત્વ છે અને કયો સમય આ વખતે નક્કી કરવામાં આવ્યો છે.
દિવાળી પર કેટલા વાગ્યે થશે મુહૂર્ત ટ્રેડિંગ?
દિવાળીના તહેવારની શરૂઆત થઈ ચૂકી છે. લોકો તેની તૈયારીમાં જોરશોરથી છેલ્લા ઘણા દિવસથી લાગેલા છે. તમામ લોકોએ તેમના ઘર, ઓફિસ અને અન્ય વસ્તુઓની સાફ સફાઈ કરી દીધી અને નવા વર્ષને આવકારવા માટે તૈયાર છે. ત્યારે સામાન્ય રીતે દિવાળી પર શેરમાર્કેટ બંધ રહે છે પણ મુહૂર્ત ટ્રેડિંગની પરંપરા રહી છે.
આ વખતે દિવાળી 12 નવેમ્બરે રવિવારે છે. આ શુભ દિવસે મુહૂર્ત ટ્રેડિંગ માટે સમય નક્કી કરવામાં આવી ચૂક્યો છે. ત્યારે જાણો આ મુહૂર્ત ટ્રેડિંગ શું છે અને દિવાળીના દિવસે તેની પરંપરા કેમ છે? આ સિવાય આ વખતે મુહૂર્ત ટ્રેડિંગ માટે કયો સમય નક્કી કરવામાં આવ્યો છે અને રજાઓ અને ટ્રેડિંગ કયા દિવસે બંધ રહેશે.
શું હોય છે મુહૂર્ત ટ્રેડિંગ
વેપારીની ભાષામાં સમજીએ તો દિવાળીથી નવા વર્ષની શરૂઆત થાય છે. ત્યારે સારી શુભેચ્છા અને સંપન્નાના પ્રતિક તરીકે દિવાળીના દિવસે રોકાણકાર અને ટ્રેડર્સ મુહૂર્ત ટ્રેડિંગ કરે છે. એવી માન્યતા છે કે આ અવસર પર ટ્રેડિંગ કરવા પર પૈસા અને સફળતા આવે છે. નિષ્ણાતોનું માનવું છે કે આ દરમિયાન રોકાણ કરેલા પૈસા શુભ હોય છે. છેલ્લા 5 વર્ષમાં મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન માર્કેટ ગ્રીન ઝોનમાં જ બંધ થયુ છે. તમને જણાવી દઈએ કે આ વખતે મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન માર્કેટ સાંજે 6 વાગ્યાથી 7.15 સુધી ખુલ્લુ રહેશે.
15 નવેમ્બરથી માર્કેટ શરૂ થશે
રવિવારે દિવાળીના અવસર પર મુહૂર્ત ટ્રેડિંગ જ થશે. તેના પછીના દિવસે એટલે કે 14 નવેમ્બરે બેસતુવર્ષ હોવાથી ઈક્વિટી માર્કેટમાં કારોબાર બંધ રહેશે. જો કે કોમોડિટીઝ ડેરિવેટિવ્સ અને ઈલેક્ટ્રોનિક ગોલ્ડ રિસીટ્સ સેગમેન્ટમાં ઈવનિંગ સેશનમાં કારોબાર ચાલુ રહેશે. ત્યારબાદ 15 નવેમ્બરે ટ્રેડિંગ સામાન્ય રીતે શરૂ થઈ જશે.
હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણીની કંપનીએ 3 મહિનામાં જ કર્યો જંગી નફો
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે……