રાજકોટ સિવિલ હોસ્પિટલની વધુ એક ગંભીર બેદરકારી Rajkot Civil Hospital News : રાજકોટ સિવિલ હોસ્પિટલની વધુ એક ગંભીર બેદરકારી સામે આવો છે. વાત જાણે એમ છે કે, સિવિલમાં થેલેસેમિયાના દર્દીઓ માટેની દવાઓનો સ્ટોક અપૂરતો હોવાનુ સામે આવ્યું છે. રાજકોટ સિવિલમાં 600 જેટલા દર્દીઓ થેલેસેમિયાની સારવાર લઈ રહ્યા છે. આ તરફ હવે થેલેસેમિયાની સારવારમાં અતિઉપયોગી ગણાતી કેલ્ફર દવાનો સ્ટોક ખાલી હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે.
રાજકોટ સિવિલમાં છેલ્લા એક મહિનાથી કેલ્ફર દવાનો સ્ટોક ખાલી થતા દર્દીઓને હાલાકી પડી રહી છે. મહત્વનું છે કે, થેલેસેમિયાના દર્દીઓને જો આ દવા ન મળે તો દર્દીના હાર્ટ, લિવર અને કિડની પર ગંભીર અસર પડે છે. આ તરફ સિવિલમાં સ્ટોક ન હોવાથી જો બહારથી ખરીદવામાં આવે તો આ કેલ્ફર દવાની ઉંચી કિંમત સામાન્ય અને ગરીબ પરિવારને પરવડે તેમ નથી. જેને લઈ થેલેસેમિયાના દર્દીઓ દ્વારા સિવિલ અધિક્ષકને રજૂઆત કરવામાં આવી હતી.
રાજકોટ સિવિલ હોસ્પિટલની વધુ એક ગંભીર બેદરકારી
એક દર્દી દરરોજની 8થી 10 ગોળી લેવી પડે છે
સિવિલમાં થેલેસેમિયાના દર્દીઓ માટેની દવાઓનો સ્ટોક અપૂરતો હોવાનું સામે આવતા દર્દીઓને હાલાકી ઊભી થઈ છે. થેલેસિમિયામાં અતિઉપયોગી એવી કેલ્ફર દવાનો સ્ટોક સિવિલમાં છેલ્લા એક મહિનાથી ખાલી હોવાનું સામે આવ્યું છે. કેલ્ફર દવા થેલેસેમિયાના દર્દીઓના શરીરમાં લોહતત્વ કંટ્રોલ કરવાનું કામ કરે છે. મહત્વનું છે કે, એક દર્દી દરરોજની 8થી 10 ગોળી લેવી પડે છે. દવા બહાર ખરીદી કરતા 450 થી 500 રૂપિયાની માત્ર 12 ગોળી આવે છે.
શું કહ્યું સિવિલ સુપ્રીટેન્ડન્ટે ?
આ તરફ સિવિલ સુપ્રીટેન્ડન્ટ આર.એસ.ત્રિવેદીએ આ મામલે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, ફાર્મસીસ્ટ સાથે સ્ટોક અંગે માહિતી મંગાવી છે. દવાની અછત હોવાનું સિવિલ સુપ્રીટેન્ડન્ટે સ્વીકાર કર્યો છે. આ સાથે તેમણે કહ્યું કે, આજે સાંજ સુધીમાં દવાનો જથ્થો મંગાવી લેવાશે. આ સાથે LR મશીન પણ બંધ હોવાથી તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે