Abhayam News
Abhayam

દહેજના કારણે વધુ એક યુવતીએ જીવ ગુમાવ્યો 

Another girl lost her life due to dowry

દહેજના કારણે વધુ એક યુવતીએ જીવ ગુમાવ્યો  કેરળના તિરૂવનંતપુરમમાં 28 વર્ષની ટ્રેની ડૉક્ટરે આપઘાત કરી લીધો છે. આરોપ છે કે ડૉક્ટરના પ્રેમીએ લગ્ન કરવાં માટે દહેજની માંગ કરી હતી. પોલીસસે સુસાઇડ નોટ પણ મળી આવી છે જે બાદ પ્રેમી સામે FIR નોંધવામાં આવી છે. હાલમાં જ પીડિતાના પિતાનું પણ નિધન થઈ ગયું હતું. 

Another girl lost her life due to dowry

શહાના મેડિકલ કોલેજમાં પીજી વિદ્યાર્થી હતી, પાંચમી ડિસેમ્બરે કોલેજની પાસે જ આવેલ ઘરમાં શહાનાનો મૃતદેહ મળ્યો. શહાનાની જ કોલેજમાં ભણતા એક ડૉક્ટર પર દહેજ માટે દબાણ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આરોપી ડૉક્ટરનું નામ EA રૂવાઇઝ છે અને તે કેરળ મેડિકલ પોસ્ટ ગ્રેજ્યુએટ એસોશિયેશનનો પ્રદેશ અધ્યક્ષ પણ છે. 

દહેજના કારણે વધુ એક યુવતીએ જીવ ગુમાવ્યો 

શહાના અને રૂવાઇઝ બંને એકબીજાને પ્રેમ કરતાં હતા પરંતુ રૂવાઇઝે લગ્ન કરવા માટે શહાનાના પરિવાર પાસેથી BMW કાર, સોનું, અને જમીનો માંગી હતી. શહાનાનો પરિવાર આ દહેજ આપી શકે એટલો સમર્થ નથી. પરિવારે દહેજ આપવાની ના પાડી તો પ્રેમીએ પણ શહાના સાથે સંબંધ તોડી નાંખ્યા અને લગ્ન કરવાની ના પાડી.

Another girl lost her life due to dowry

શરૂઆતમાં પોલીસે અપ્રાકૃતિક મોતનો કેસ નોંધ્યો હતો પરંતુ સુસાઇડ નોટ મળ્યા બાદ પોલીસને જાણ થઈ કે પ્રેમીએ દહેજની માંગ કરી હતી, જે બાદ પોલીસે રૂવાઇઝને આરોપી બનાવ્યો છે. 

રૂવાઇઝને હાલ તો એસોશિયેશનના પ્રદેશ અધ્યક્ષ પદથી હટાવી દેવામાં વ્યો છે. પીડિત પરિવારનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે. કેરળના સ્વાસ્થ્ય મંત્રીએ પણ તપાસ કરીને રિપોર્ટ સોંપવા આદેશ કર્યા છે. કેરળના વિમેન્સ કમિશનના ચેરપર્સન તથા વકીલ સાતી દેવીએ પીડિતાની માતા સાથે મુલાકાત કરી અને તપાસ અંગે આશ્વાસન આપ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

E Shram Card: ઇ-શ્રમ કાર્ડ શું છે ?

Vivek Radadiya

IPL 2022: ભારતમાં જ થશે આઈપીએલનું આયોજન….

Abhayam

યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત કરી વિશ્વ યોગ દિવસ ની ઉજવણી

Abhayam