- કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મેળવનારા 5 નવા ગુજરાતી મંત્રીનાં સોગંદનામાંનું વિશ્લેષણ
- 5માંથી 1 ડૉક્ટર, 1 પોસ્ટ ગ્રેજ્યુએટ, 2 ગ્રેજ્યુએટ, 1 ડિપ્લોમા એન્જિનિયર
- 5માંથી એકપણ સામે કોઈ ફોજદારી કેસ નથી, સરેરાશ ઉંમર 56 વર્ષ
- મોટું ખાતું મેળવનારા મનસુખ માંડવિયા આ પાંચમાં સૌથી નાના
- બધાએ પોતાની આવકના સ્રોતમાં સાંસદ પગારનો ઉલ્લેખ કર્યો
કેન્દ્રીય મંત્રીમંડળના મોટા વિસ્તરણમાં ગુજરાતી મંત્રીઓનો દબદબો જોવા મળ્યો છે. હવે કેન્દ્રીય મંત્રીમંડળમાં વડાપ્રધાન અને ગૃહમંત્રી સહિત 7 ગુજરાતી થઈ ગયા છે. રાજ્યસભાના સાંસદ મનસુખ માંડવિયાને આરોગ્યમંત્રીનો કાર્યભાર અપાયો છે, જ્યારે પુરુસોત્તમ રૂપાલાને કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે ફિશરીઝ, પશુપાલન, ડેરીની જવાબદારી સોંપાઈ છે. દર્શના જરદોશ (સુરત)ને રેલ રાજ્યમંત્રી, દેવુસિંહ ચૌહાણ (ખેડા)ને રાજ્યકક્ષાના કોમ્યુનિકેશનમંત્રી, મહેન્દ્ર મુંજપરા (સુરેન્દ્રનગર)ને રાજ્યકક્ષાના બાળવિકાસના મંત્રી બનાવવામાં આવ્યા છે.
આ નવા 5 મંત્રીમાંથી 1 ડૉક્ટર, 1 પોસ્ટ ગ્રેજ્યુએટ, 2 ગ્રેજ્યુએટ, 1 ડિપ્લોમા એન્જિનિયર છે. પાંચમાંથી એકપણ મંત્રી સામે કોઇ ફોજદારી કેસ નથી. મંત્રીઓની સરેરાશ ઉંમર 56 વર્ષ છે. આરોગ્ય જેવું મોટું ખાતું મેળવનારા મનસુખ માંડવિયા આ પાંચમાં સૌથી નાના મંત્રી છે. પુરુસોત્તમ રૂપાલા ઉંમરની રીતે મોટા છે. સાઇકલ લઇને સંસદમાં જતા નવા આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા પાસે એક પણ ગાડી નથી. રૂપિયા 8 કરોડની સંપત્તિ સાથે રૂપાલા સૌથી ધનવાન મંત્રી છે.
મનસુખભાઇ લક્ષ્મણભાઈ માંડવિયા: કેન્દ્રીય આરોગ્યમંત્રી
સાંસદ બેઠક – રાજ્યસભા
ઉંમર – 48
શિક્ષણ – એમ.એ. (પોલિટિકલ સાયન્સ)
પડતર કેસ – કોઈ નથી
જંગમ મિલકતોનું મૂલ્ય – રૂ. 29.33 લાખ
પત્નીના નામે જંગમ મિલકતો મૂલ્ય – રૂ. 11.38 લાખ
ઝવેરાત – રૂ. 10.50 લાખના 350 ગ્રામના દાગીના (પત્ની સહિત)
વાહનો – એકપણ વાહન નથી
સ્થાવર મિલકતોનું મૂલ્ય – રૂ. 2.36 કરોડ
પત્નીના નામે જંગમ મિલકતોનું મૂલ્ય – કંઈ નથી
આવકનો સ્રોત – મંત્રી તરીકે પગાર, ખેતી, વેપાર..
પુરુસોત્તમભાઈ ખોડાભાઈ રૂપાલા: કેન્દ્રીય મંત્રી – ફિશરીઝ, પશુપાલન, ડેરી
સાંસદ બેઠક – રાજ્યસભા
ઉંમર – 66
શિક્ષણ – બી.એસ.સી., બી.એડ.
પડતર કેસ – કોઈ નથી
જંગમ મિલકતોનું મૂલ્ય – રૂ. 2.38 કરોડ
પત્નીના નામે જંગમ મિલકતોનું મૂલ્ય – રૂ. 2.61 કરોડ
ઝવેરાત – રૂ. 50 લાખના સોના-ચાંદીના દાગીના (પત્ની સહિત)
વાહનો – એક કાર
સ્થાવર મિલકતોનું મૂલ્ય – રૂ. 2.23 કરોડ
પત્નીના નામે જંગમ મિલકતોનું મૂલ્ય – રૂ. 1.29 કરોડ
આવકનો સ્રોત – સાંસદ પગાર, ખેતી
.
દર્શનાબેન વિક્રમભાઇ જરદોશ: રાજ્યકક્ષાના રેલ અને કાપડમંત્રી
સાંસદ બેઠક – સુરત
ઉંમર – 60
શિક્ષણ – બી.કોમ.
પડતર કેસ – કોઈ નથી
જંગમ મિલકતોનું મૂલ્ય – રૂ. 1.02 કરોડ
પતિના નામે જંગમ મિલકતો મૂલ્ય – રૂ. 43.54 લાખ
ઝવેરાત – રૂ.13.50 લાખનું 45 તોલા સોનું (પતિ સહિત)
વાહનો – રૂ. 27.83 લાખની 3 ગાડી, પતિના નામે બે એક્ટિવા
સ્થાવર મિલકતોનું મૂલ્ય – રૂ. 65.67 લાખ
પતિના નામે જંગમ મિલકતોનું મૂલ્ય – રૂ. 30.50 લાખ
આવકનો સ્રોત – સાંસદ પગાર, પતિનો વેપાર
દેવુસિંહ જેસિંગભાઇ ચૌહાણ: રાજ્યકક્ષાના કોમ્યુનિકેશનમંત્રી
સાંસદ બેઠક – ખેડા
ઉંમર – 56
શિક્ષણ – ઇલેક્ટ્રિકલ ઇજનેર (ડિપ્લોમા)
પડતર કેસ – કોઈ નથી
જંગમ મિલકતોનું મૂલ્ય – રૂ. 29.90 લાખ
પત્નીના નામે જંગમ મિલકતો મૂલ્ય – રૂ. 15,62 લાખ
ઝવેરાત – રૂ. 8.80 લાખનું 28 તોલા સોનું (પત્ની સહિત)
વાહનો – એકપણ વાહન નથી
સ્થાવર મિલકતોનું મૂલ્ય – રૂ. 84.70 લાખ
પત્નીના નામે જંગમ મિલકતોનું મૂલ્ય – નથી
આવકનો સ્રોત – સાંસદ પગાર, ખેતી-પશુપાલન, પત્ની લેન્ડ ડેવલપર્સ કંપનીમાં ભાગીદાર
- ડૉ. મહેન્દ્રભાઇ કાળુભાઇ મુંજપરા: રાજ્યકક્ષાના મંત્રી મહિલા-બાળવિકાસ
સાંસદ બેઠક – સુરેન્દ્રનગર
ઉંમર – 52
શિક્ષણ – એમ.ડી. (મેડિસિન)
પડતર કેસ – કોઇ નથી
જંગમ મિલકતોનું મૂલ્ય – રૂ. 92.75 લાખ
પત્નીના નામે જંગમ મિલકતો મૂલ્ય – રૂ. 1.09 કરોડ
ઝવેરાત – રૂ. 2.30 લાખનું 70 ગ્રામ સોનું, 250 ગ્રામ ચાંદી (પત્ની સહિત)
વાહનો – 3 એક્ટિવા ટૂ-વ્હીલર
સ્થાવર મિલકતોનું મૂલ્ય – રૂ. 4.59 કરોડ (સંયુક્ત નામે)
પત્નીના નામે જંગમ મિલકતો મૂલ્ય – રૂ. 6.48 લાખ
(સ્રોત – લોકસભા ચૂંટણી 2019 અને રાજ્યસભા ચૂંટણી 2018ની એફિડેવિટ્સના આધારે)