Abhayam News
AbhayamGujaratNews

પાકિસ્તાનમાં 03:38 વાગ્યે ભૂકંપ આવ્યો

An earthquake occurred in Pakistan at 03:38

પાકિસ્તાનમાં 03:38 વાગ્યે ભૂકંપ આવ્યો earthquakes news:ભારતના પડોશમાં ફરી એકવાર ધરતી ધ્રૂજી છે. આ વખતે એક સાથે ત્રણ દેશોમાં જોરદાર ભૂકંપનો આચંકો અનુભવયો આવ્યો છે. મંગળવારે વહેલી સવારે પાકિસ્તાન, ચીન અને પાપુઆ ન્યુ ગિનીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જેના કારણે સૂતેલા લોકો પણ ડરી ગયા હતા તેમજ ભૂકંપના આંચકા અનુભવાતાની સાથે જ લોકો ઘરની બહાર દોડીને રસ્તાઓ પર આવતા જોવા મળ્યા હતા. અત્યારે આ ત્રણેય દેશોમાં જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. પાપુઆ ન્યુ ગિનીમાં સૌથી વધુ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોવાની વિગત છે. 

03:38 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર પાકિસ્તાનમાં આજે સવારે 03:38 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 નોંધાઈ છે. પાકિસ્તાનમાં આવેલા ભૂકંપમાં અત્યાર સુધી કોઈ નુકસાનના સમાચાર નથી. જો કે લોકોએ જોરદાર આંચકો અનુભવ્યો હતો.

કોઈ નુકસાનના સમાચાર નથી
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ચીનના વિવાદિત વિસ્તાર જીજાંગમાં આજે સવારે 03:45 કલાકે રિક્ટર સ્કેલ પર 5.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેમજ પાપુઆ ન્યુ ગિનીમાં ન્યુ ગિનીના ઉત્તરીય કિનારે આજે સવારે 03:16 વાગ્યે રિક્ટર સ્કેલ પર 6.5 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરે હજુ સુધી ત્રણેય સ્થળોએ કોઈ નુકસાનના સમાચાર આપ્યા નથી. જો કે લોકો ભયની સ્થિતિમાં જોવા મળ્યા હતા.

  • ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
  • વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
  • ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
  • ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
  • ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
  • ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
  • ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
  • દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.

ભૂકંપની તીવ્રતા કેવી રીતે મપાય છે?

  • 7.9 રિક્ટર સ્કેલ પર ભૂકંપ આવવા પર બિલ્ડીંગો ધરાશાયી થઇ જાય છે. ત્યારે 2.9 રિક્ટર સ્કેલ ભૂકંપ આવવા પર સામાન્ય ધ્રૂજારી થાય છે. જ્યારે 9ની તીવ્રતા પર તબાહી મચી જાય છે. આપણે બતાવીએ ભૂકંપની કેટલી તીવ્રતા આવાથી શું થઇ શકે અને તેની અસર કેવી થાય.
  • 0થી 2 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવતા તેની અસર ઓછી થાય છે. આંચકાનો અનુભવ થતો નથી. માત્ર સીઝ્મોગ્રાફથી જ જાણી શકાય છે.
  • 2થી 2.9 રિક્ટર સ્કેલઃ આ ભૂંકપ આવવાથી સામાન્ય આંચકો અનુભવાય છે. થોડી અસર થાય છે.
  • 3થી 3.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવતાં પંખા અને ઝુમર હલવા માંડે છે. આવા આંચકાથી વસ્તુઓ વેર વિખેર થઇ જાય છે. તમારી બાજુમાંથી કોઇ ટ્રક પસાર થયો હોય તેવી અસર થાય છે.
  • 4થી 4.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ એ સાવધાનનો ઇશારો આપે છે. દિવાલોમાં તિરાડો પડી શકે છે. કાચા મકાનો નીચે પડે છે. બારીઓ તૂટી શકે છે. દીવાલો પર લટકાવેલી વસ્તુઓ નીચે પડી શકે છે.
  • 5થી 5.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ ખતરનાક સાબિત થાય છે. ફર્નિચર તેની જગ્યા પરથી હલવા માંડે છે. વધુ નુકશાન થાય છે. ફર્નિચર હલવાથી નાની મોટી ઇજાઓ પણ પહોંચે છે.  
  • 6થી 6.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ બહુજ ખતરનાક માનવામાં આવે છે. આ આંચકો આવાથી કાચી ઇમારતો વધુ પડે છે. જેથી જાનમાલને વધુ નુકશાન થાય છે. ઇમારતોના ઉપરના માળને નુકસાન થઇ શકે છે. ઇમારતોમાં તિરાડો પડી શકે છે.
  • 7થી 7.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવવા પર બિલ્ડીંગો ધરાશાયી થઇ શકે છે. જમીનની અંદરના પાઇપ ફાટી જાય છે. આ ભૂકંપ આવાથી વધુ તબાહી મચાવી છે. આવો ભૂકંપ ગુજરાતમાં વર્ષ 2001માં ભૂજમાં આવ્યો હતો. અને વર્ષ 2015માં નેપાળમાં આવ્યો હતો. આ ભૂકંપે તબાહી મચાવી દીધી હતી.  
  • 8થી 8.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવાથી સંપૂર્ણ વિનાશ કરી દે છે. ઇમારતો સહિત પુલ પડી જાય છે.
  • 9 અને તેનાથી વધુ રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવવા પર સંપૂર્ણ તબાહી સર્જાઇ શકે છે. કોઇ મેદાનમાં ઉભા હોઇએ તો તેને ધરતી લહેરાતી જોવા મળે. સમુદ્ર નજીક હો તો સુનામી આવે. ભૂકંપમાં રિક્ટર દરેક સ્કેલના મુકાબલે 10 ગણો વધુ ખતરનાક હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

દિલ્હીમાં લોકડાઉનને લઇ વધુ આકરા નિયમો જાણો શું છે પૂરી ખબર?..

Abhayam

જુનાગઢ :: ભવનાથના મહામંડલેશ્વર શ્રી વિશ્વંભર ભારતીબાપુ ૯૩ વર્ષે બ્રહ્મલીન થયા…જુનાગઢ ખાતે સમાધી અપાશે

Abhayam

તલાટીએ ખેતરમાં વિજમીટર મંજૂર કરવા માંગ્યા 1 લાખ રૂપિયા,ACBના ટ્રેપમાં ઝડપાઇ

Archita Kakadiya