અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિ સામે આંખ લાલ કરનારા અને કડક વલણને કારણે ઓળખાતા જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાય જાફરાબાદ દરિયામાં ન્હાવા માટે ગયા હતા. માત્ર જિલ્લા પોલીસ વડા જ નહીં પણ પોલીસ કાફલો જાફરાબાદના સરકેશ્વરના દરિયાકાંઠે ન્હાવા માટે ગયો હતો. થોડા સમયમાં નિર્લિપ્ત રાય સહિતના કેટલાક પોલીસ કર્મી દરિયામાં તણાયા હતા.
જેમાં એક પોલીસ કોન્સ્ટેબલ ડૂબવા લાગતા દોડધામ મચી ગઈ હતી. જિલ્લા પોલીસ વડા પણ ઊંડા પાણીમાં ડૂબકા ખાતા હાજર રહેલા લોકોના જીવ પડીકે બંધાયા હતા. જોકે, તમામને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા છે. યુદ્ધના ધોરણે પ્રાથમિક સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. કોન્સ્ટેબલને બચાવવા માટે જતા જિલ્લા પોલીસ વડા તણાયા હતા. પણ બંનેને બચાવી લેવામાં આવ્યા છે. હાલમાં નિર્લિપ્ત રાયની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે.
તેઓ કોન્સ્ટેબલને બચાવવા માટે જતા ડૂબવા લાગ્યા હતા. ગણતરીની સેકન્ડમાં કોન્સ્ટેબલ વધુ અંદર જતો રહ્યો હતો. બંનેને બહાર કાઢવા માટે આસપાસના લોકો દોડી ગયા હતા. જોકે, સદનસીબે મોટી દુર્ઘટના બનતા બચી હતી. તમામ પોલીસકર્મીઓ જાફરાબાદ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. નિર્લિપ્ત રાય વર્ષ 2010 બેચના IPS હતા. તે અગાઉ તેઓ IRSમાં હતા. તેઓ દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે પણ રહી ચૂક્યા હતા. પોલીસ ખાતામાં આવ્યા બાદ નિર્લિપ્ત રાયની અનેક વખત બદલી થઇ હતી. તેઓ અમદાવાદથી સુરત ડીએસપી તરીકે મુકાયા હતા. હાલમાં અમરેલી જિલ્લાના એસપી છે. સમગ્ર પોલીસ બેડામાં આ અંગેની ચર્ચા થઈ રહી છે. હાલમાં જિલ્લા પોલીસ વડાની તબિયત સારી છે અને તેઓ આરામ કરી રહ્યા છે.
જિલ્લા પોલીસ વડા પોતાના પરિવાર સાથે તેમજ અન્ય પોલીસ કર્મી સાથે ન્હાવા માટે ગયા હતા. જિલ્લા પોલીસ વડા એકાએક દરિયાનું પાણી પીવા લાગતા 108 ટીમને બોલાવી સારવાર આપવામાં આવી હતી. જ્યારે પોલીસ કર્મચારીને વધુ સારવાર માટે જાફરાબાદ ખસેડાયા હતા. અમરેલી જિલ્લાના પોલીસ વડા અવારનવાર સરકેશ્વર બીચ જતા હોય છે. અહીં પાણી છીછરૂ હોવાથી ન્હાવાનો આનંદ લેતા હોય છે. પણ અહીં આસપાસનો દરિયો જોખમી છે. ક્યારેક ભારે મોજા આવી જતા તે દરિયા તરફ ખેંચી જાય છે. આ ઘટનામાં પણ એવું જ બન્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…