Abhayam News
AbhayamGujaratPolitics

નલ સે જલ’ યોજનાના દાવા વચ્ચે બોરના પાણીથી ગુજરાતીઓ પડી રહ્યાં છે બીમાર, સાંધા-કિડની સહિતની બીમારીઓનો બની રહ્યાં છે ભોગ

વિકાસના દાવા વચ્ચે રાજ્યભરમાંથી લેવાયેલા પીવાના પાણીના 52 હજાર નમૂના ફેલ, નલ સે જલ યોજનાના દાવા વચ્ચે બોરના પાણીથી ગુજરાતીઓ પડી રહ્યા છે બીમાર

  • રાજ્યમાં 52 હજાર પીવાના પાણીના નમૂના ફેલ  થયા
  • કચ્છ, મહેસાણા, બનાસકાંઠામાં સૌથી વધુ નમૂના ફેલ
  • ભરૂચ, આણંદમાં પાણીના સૌથી વધુ નમૂના ફેલ થયા
  • અશુદ્ધ પાણીને લીધે રોગચાળો વધવાની શક્યતા

રાજ્યમાં પીવાના શુદ્ધ પાણીના દાવા પોકળ સાબિત થયા છે. પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાના સરકારના દાવા વચ્ચે હજારો નમૂના બિનપ્રમાણિત રહ્યા છે. વિકાસના દાવા વચ્ચે ગુજરાતમાં સ્વચ્છ પાણી માટે લોકો ફાંફા મારી રહ્યા છે. રાજ્યના અલગ-અલગ જિલ્લાઓના નાગરિકોને પીવાનું પૂરતું અને ચોખ્ખું પાણી ન મળવાના કારણે રોગચાળો વધુ ફેલાય છે. પીવાના પાણીની સૌથી વધુ સમસ્યા ગ્રામીણ વિસ્તારમાં જોવા મળી રહી છે.

પીવાના પાણીના નમૂના ફેલ 
ગુજરાતભરમાંથી લેવામાં આવેલા પીવાના પાણીના નમૂના પૈકી 52 હજાર નમૂના ફેલ થયા છે. અશુદ્ધ પાણીના કારણે રાજ્યમાં સ્વાસ્થ્યનો ગ્રાફ નીચે જઈ રહ્યો છે. ગુજરાતના કચ્છ, મહેસાણા, બનાસકાંઠા, ભરૂચ અને આણંદમાં સૌથી વધુ અશુદ્ધ પાણી પીવાતું હોવાનો ખુલાસો થયો છે. નર્મદાના તટે વસેલા ભરૂચવાસીઓ પણ અશુદ્ધ પાણી પી રહ્યા હોવાનું સામે આવ્યું છે. 

બોરના પાણીથી ગુજરાતીઓ પડી રહ્યા છે બીમાર 
બોરના પાણીની અશુદ્ધિઓથી સાંધા, કિડની, હાડકા સહિતની બીમારીઓ થઈ રહી છે. નલ સે જલ યોજનાના દાવા વચ્ચે બોરના પાણીથી ગુજરાતીઓ બીમાર પડી રહ્યા હોવાનું સામે આવ્યું છે. અશુદ્ધ પાણીને લઇ રાજ્યમાં સ્વાસ્થ્યનો ગ્રાફ નીચે જઇ રહ્યો છે.

2022-23માં રાજ્ય સરકારને બોર માટે મળી કુલ 3,252 અરજીઓ


હવે ઘરેલું અને કોમર્શિયલ વપરાશ માટેના બોરવેલ માટે સરકારની મંજૂરી લેવી ફરજિયાત છે. જેમાં રહેણાંક એપાર્ટમેન્ટ, ગ્રૂપ હાઉસિંગ સોસાયટી, જળવિતર એજન્સી, ઔદ્યોગિક એકમો, સ્વિમિંગ પુલ સહિતના તમામ એકમોને આવરી લેવામાં આવ્યા છે. આમ હવે બોરવેલ માટે નાગરિકોને સરકાર પાસેથી મંજૂરી અને NOC લેવી પડે છે. આ વર્ષની વાત કરીએ તો વર્ષ 2022-23માં રાજ્ય સરકારને બોર માટે કુલ 3,252 અરજીઓ મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

તમે જોયું હશે કે. ઘણી પાણીની બોટલના ઢાંકણાંનો રંગ અલગ-અલગ હોય છે.

Vivek Radadiya

વધતા સંક્રમણ વચ્ચે જાણો ગુજરાતમાં સ્થિતિ

Vivek Radadiya

 ‘માડી’ ગરબા પર રાજકોટમાં સર્જાશે વિશ્વ રેકોર્ડ

Vivek Radadiya