Abhayam News
AbhayamBusinessGujarat

ચાંદીને ચમકાવી દેશે એલ્યુમિનિયમ ફોઇલ

ચાંદીને ચમકાવી દેશે એલ્યુમિનિયમ ફોઇલ ઘરમાં રાખવામાં આવેલ એલ્યુમિનિયમ ફોઈલ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તમારે ફક્ત ધ્યાનમાં રાખવું પડશે કે તે વરખનો ઉપયોગ કેવી રીતે કરી શકાય.

લગભગ દરેક ઘરમાં ટીફીન પેક કરવા અથવા રસોઇને ગરમ રાખવા માટે એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ કરવા આવે છે. પરંતુ શું તમે જાણો છો કિચનમાં વપરાતી આ એલ્યુમિનિયમ ફોઇલ તમારા ઘણા કામ સરળ બનાવી શકે છે. તો ચાલો જાણીએ આ મદદરૂપ ટીપ્સ વિશે.

ચાંદીને ચમકાવી દેશે એલ્યુમિનિયમ ફોઇલ

ચાંદીના ઘરેણાને સાફ કરવા ખૂબ જ કંટાળાજનક લાગ છે. તેની ઉપર જામેલ ટાર્નિશ અને કાળા ડાઘાઓ દૂર કરવા માટે તમને એલ્યુમિનિયમ ફોઇલ ખૂબ જ મદદરૂપ સાબિત થશે.

એલ્યુમિનિયમ ફોઇલના નાના ટૂકડાઓ કરીને તેના બોલ્સ બનાવી અને તેને ઉકળતા પાણીમાં નાખો. હવે તેમાં થોડા બેકિંગ સોડા નાખો. જ્યારે આ મિશ્રણમાં તમને બબલ્સ દેખાવા લાગે ત્યારે તેમાં ચાંદીની વસ્તુઓ નાખો. 5 મિનિટ બાદ તેને બહાર કાઢીને કપડા વડે સાફ કરી લો. તમે જોઇ શકશો કે ચાંદીની બધી વસ્તુઓ સાફ થઇ ગઇ છે.

આપને જણાવી દઇએ કે, પાણી અને એલ્યુમિનિયમ ભેગા થાય છે તો પાણીમાં સલ્ફર એટમ્સ નીકળે છે. આ રીએક્શન ચાંદીની ઉપરની ટાર્નિશ દૂર કરી દે છે અને બધી જ ગંદકી એલ્યુમિનિયમ ફોઇલમાં જમાં થઇ જાય છે.

પ્રેસ કરવાનું કામ થઇ જશે આસાન

એલ્યુમિનિયમ ફોઇલને હાઇ ટેમ્પરેચર મેનેજ કરવા માટે બનાવવામાં આવે છે. તમે કપડા પ્રેસ કરવામાં તેનો ઉપયોગ કરી શકો છો. એલ્યુમિનિયમ ફોઇલને કપડા નીચે રાખી દો અને ઉપરથી પ્રેસ ફેરવો. તમે જોઇ શકશો કે નીચે અને ઉપર બંને બાજુ એક સાથે જ કપડા પ્રેસ થઇ જશે. યાદ રાખો કે તમારે કળચલી વગરની સીધી એલ્યુમિનિયમ ફોઇલ લેવાની છે.

વાઇફાઇનું સિગ્નલ થઇ જશે સ્પીડ અપ

ઘરમાં રાઉટર યોગ્ય રીતે હોવા છતા જો વાઇફાઇનું સિગ્નલ નથી આવી રહ્યું તો તમે એલ્યુમિનિયમ ફોઇલની મદદ લઇ શકો છો. તમારે બે લાકડી દ્વારા આ ફોઇલને આર્ક શેપમાં વાળીને રાઉટર પાસે રાખી દો. આર્ક શેપ તે તરફ જ રાખો જ્યાં તમારે વાઇફાઇ સિગ્નલ વધારે જોઇએ છે. જ્યારે એલ્યુમિનિયમ ફોઇલ આ રીતે લગાવવામાં આવે છે, ત્યારે તે સિગ્નલને મજબૂત બનાવે છે અને તેને આર્કની દિશામાં મોકલે છે. જેથી, તમારું ઇન્ટરનેટ કનેક્શન યોગ્ય રીતે કામ કરવા લાગશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

 7 વર્ષમાં ભારત દુનિયાને બતાવશે તેની તાકાત

Vivek Radadiya

દેશના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર, મોદી સરકારે MSPમાં કર્યો આટલો વધારો..

Abhayam

સુરત:-કોરોનાથી માતા-પિતા ગુમાવનાર આટલા બાળકોની આર્થિક સહાય માટે અરજી..

Abhayam