Abhayam News
AbhayamAhmedabad

ચીની આફત સામે અમદાવાદ સિવિલ સજ્જ

ચીની આફત સામે અમદાવાદ સિવિલ સજ્જ

ચીની આફત સામે અમદાવાદ સિવિલ સજ્જ ચીનમાં અણધારી આફતે કોહરામ મચાવ્યા બાદ હવે અમદાવાદ સિવિલમાં પણ સાવચેતીના ભાગરૂપે તમામ તૈયારીઓ કરી લેવાઈ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે વોર્ડ બનાવાયા છે. ચીનમાં ફેલાયેલી અણધારી બિમારીને લઇ તંત્ર દ્વારા તૈયારીઓ કરાઇ છે.

નોંધનિય છે કે, ચીનમાં બાળકોમાં ઝડપથી વધી રહેલા શ્વસન સંબંધી રોગને કારણે ભારત સરકારે 6 રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે. જેમાં રાજસ્થાન, કર્ણાટક, ગુજરાત, ઉત્તરાખંડ, તમિલનાડુ અને હરિયાણાનો સમાવેશ થાય છે. વાત જાણે એમ છે કે, ચીનમાં બાળકોમાં ન્યુમોનિયાના કેસમાં જબરદસ્ત વધારો થયો છે.

Ahmedabad civil prepared against Chinese disaster

આ કારણે સાવચેતીના પગલા તરીકે આ રાજ્યોમાં હોસ્પિટલો અને આરોગ્ય કર્મચારીઓને શ્વાસની સમસ્યા સાથે આવતા દર્દીઓ સાથે ઝડપથી વ્યવહાર કરવા સૂચના આપવામાં આવી છે. 

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ રાકેશ જોશીએ પણ આ અજાણી બીમારીને લઈ નિવેદન આપ્યું છે. રાકેશ જોશીએ કહ્યું કે, આ એક ન્યુમોનિયા ટાઇપનો જ રોગ છે. સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે 300 બેડ બનાવાયા છે. આ સાથે તેમણે કહ્યું કે, ચીનમાં ફેલાતા રહસ્યમય રોગ પર નજર રાખી રહ્યા છીએ. બાળકોમાં H9N2 કેસ અને શ્વાસ સંબંધી રોગો પર નજર રખાઇ રહી છે. જેને લઈ સાવચેતીના ભાગરૂપે સિવિલમાં વેન્ટિલેટર, PPE કીટ, એન્ટી વાયરલ દવાનો જથ્થો ઉપલબ્ધ છે. 

ચીની આફત સામે અમદાવાદ સિવિલ સજ્જ

Ahmedabad civil prepared against Chinese disaster

સિવિલ હોસ્પિટલમાં તંત્ર દ્વારા તૈયારીઓ
સુપ્રીટેન્ડન્ટ રાકેશ જોશીએ કહ્યું કે, ઓક્સિજન પ્લાન્ટ અને વેન્ટિલેટરનો પૂરતો જથ્યો છે. આ સાથે તેમણે કહ્યું કે, બાળકોમાં ફેફસાંમાં બળતરા, આકરો તાવ જણાય તો ડૉક્ટરને બતાવો. ઉધરસ અને શરદી જેવાં લક્ષણો જણાય તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો. આ સાથે તેમણે ઉમેર્યું કે, હોસ્પિટલોમાં તમામ તૈયારી કરવામાં આવી છે. તેમજ જરૂર જણાયે આઈસોલેશન વોર્ડ શરૂ કરાશે. રાકેશ જોશીએ કહ્યું કે, આ રોગ ભારતમાં આવે એવું નથી લાગતું. છતા પણ આપણે એનો સામનો કરવા સજ્જ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્રથમ ભારતીય જીવન વીમા કંપની બની

Vivek Radadiya

કોંગેસ પાર્ટી આ દિગ્ગજ નેતાને ઉતારી શકે છે રાજકીય મેદાનમાં…

Deep Ranpariya

સુરત : VNSGU દ્વારા આ તમામ કોર્ષમાં ઓનલાઈન એડમિશન પ્રક્રિયા આ તારીખ પછી શરૂ થશે..

Abhayam