Abhayam News
AbhayamAhmedabad

અમદાવાદમાં સાબરમતી નામના બે રેલવે સ્ટેશન

Two railway stations named Sabarmati in Ahmedabad

મુસાફરો થઈ રહ્યા છે પરેશાન
અમદાવાદમાં સાબરમતી નામના બે રેલવે સ્ટેશન આ તરફ આ બંને રેલવે સ્ટેશનના નામ સાબરમતી જ હોવાથી મુસાફરોને મુશ્કેલી પડી રહી છે. આ જંકશન અને બ્રોડગેજ રેલવે સ્ટેશનનો ઉલ્લેખ માત્ર ટિકિટ પર જ દર્શાવવામાં આવે છે. આ સાથે આ બંને સ્ટેશને નામ પણ સાબરમતી જ લખ્યું છે. એક મુસાફરે કહ્યું કે, અમારે ભુજ જવાનું છે, મને એમ કે સાબરમતી રેલવે સ્ટેશન એટલે એક જ હશે. અમે કેબના 300 રૂપિયા તો આપ્યા હવે મારે બીજા સ્ટેશને જવા માટે રિક્ષાનું બીજું ભાડું પણ ચૂકવવું પડશે. 

Two railway stations named Sabarmati in Ahmedabad

અમદાવાદમાં રેલવે તંત્રમાં ગજબનો કિસ્સો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે, અમદાવાદમાં એક જ નામના બે રેલવે સ્ટેશનથી મુસાફરો, રિક્ષા અને ટેક્ષી ચાલકોને મુશ્કેલીમાં મુકાયા છે. વાત જાણે એમ છે કે, અમદાવાદમાં સાબરમતી નામના બે રેલવે સ્ટેશન છે. જેમાં એકનું નામ સાબરમતી જંકશન રેલવે સ્ટેશન અને એકનું નામ સાબરમતી બ્રોડગેજ રેલવે સ્ટેશન છે. જોકે આ બંને નામ એક જ હોવાથી મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે.

Two railway stations named Sabarmati in Ahmedabad

અમદાવાદમાં સાબરમતી નામના બે રેલવે સ્ટેશન

અમદાવાદના રેલવે સ્ટેશન પરથી દેશના ખૂણે-ખૂણે જવાનો લાભ મુસાફરોને મળે છે. જોકે તાજેતરમાં અમદાવાદના એવા બે સ્ટેશન કે જેના નામ તો એક જ છે પણ સ્ટેશન બે હોય તેવું સામે આવ્યું છે. વિગતો મુજબ એક સાબરમતી રેલવે સ્ટેશન રાણીપ નજીક આવેલું છે અને એક સાબરમતી રેલવે સ્ટેશન ધર્મનગર પાસે આવેલું છે. પહેલા સ્ટેશનને સાબરમતી JN એટલે કે સાબરમતી જંકશન રેલવે સ્ટેશન કહેવામાં આવે છે તો બીજા રેલવે સ્ટેશનને સાબરમતી BG એટલે કે સાબરમતી બ્રોડગેજ રેલવે સ્ટેશન તરીકે ઓળખવામાં આવે છે. 

Two railway stations named Sabarmati in Ahmedabad

અન્ય એક મુસાફરો કહ્યું કે, અમારે હરિદ્વારથી ગાંધીધામ જવાનું હતું. જેથી અમે સાબરમતી સુધીની ટિકિટ કરી હતી અને સાબરમતીથી બીજી ટ્રેનમાં ગાંધીધામ જવાનું હતું. અમને ધર્મનગરવાળા સ્ટેશને ઉતાર્યા જ્યારે અમારે જવાનું હતું બીજા સાબરમતી સ્ટેશને. અને અહીં કોઈ સુવિધા છે નહીં તો અમારે હવે રિક્ષા કરાવીને જવું પડશે. આ તો અમને કોઈએ કહી દીધું કે, તમારી ટ્રેન અહીં નથી આવતી નહિ તો અમે અહી બેસી રહેત અને અમારી ટ્રેન છૂટી જાત. 

Two railway stations named Sabarmati in Ahmedabad

બંને સ્ટેશનના એક જ નામથી હાલાકી 
અમદાવાદમાં 2 સાબરમતી રેલવે સ્ટેશન ને કારણે મુસાફરોને હાલાકી ભોગવવી પડે છે. મહત્વનું છે કે, એક સાબરમતી સ્ટેશનથી સૌરાષ્ટ્રની ટ્રેન દોડે છે જ્યારે બીજા સાબરમતી સ્ટેશનથી રાજસ્થાનની ટ્રેન જાય છે. જોકે બંને સ્ટેશન વચ્ચે સ્ટેશનનાં બોર્ડ ઉપર પણ કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી. ટિકિટ ઉપર BG (બ્રોડગેજ ) અને જંક્શન લખેલું હોવાથી ટિકિટ પરની ભાષા પર મુસાફરોને અસમંજસ થાય છે. જેને કારણે રાજસ્થાન વાળા મુસાફરો સૌરાષ્ટ્ર વાળા સ્ટેશને જાય છે અને સૌરાષ્ટ્ર વાળા મુસાફરો રાજસ્થાન ના સ્ટેશનને પહોંચી જાય છે.. આ તરફ હવએ બને સ્ટેશનમાંથી એક સ્ટેશનનું નામ અલગ કરવાની લોકો માંગ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

અમદાવાદ:-હવે AMCની ટીમ ઘરે આવી વેક્સીનનું સર્ટિ.માગશે….

Abhayam

શેરડીના ભાવમાં ધરખમ વધારો

Vivek Radadiya

સુરત:- આઇશોલેશન સેન્ટરમાં આપ ના આ કોર્પોરેટર ની સેવાથી ભાવુક થઇ ગયા મહિલા- સાજા થઈને ઘરે જવા પહેલા…..

Abhayam