કોરોના સંક્રમણની બીજી લહેરના કહેર વચ્ચે પહેલાથી જ બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસે દેશના લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે. દરમિયાન, હવે યલો ફંગસ સામે આવી છે. યલો ફંગસનો આ મામલો ઉત્તર પ્રદેશના ગાજિયાબાદમાં સામે આવ્યો છે. ગાજિયાબાદના ENT સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટર બીપી ત્યાગીનો દાવો છે કે, બ્લેક અને વ્હાઈટ ફંગસની સરખામણીમાં યલો ફંગસ ઘણી વધારે ખતરનાક છે. તેમના જણાવ્યા અનુસાર, વ્હાઈટ ફંગસ જ્યાં લોકોના લંગ્સને ઈફેક્ટ કરે છે, જ્યારે બ્લેક ફંગસ મગજને ઈફેક્ટ કરે છે. પરંતુ યલો ફંગસ આ બંને કરતા વધુ ખતરનાક છે અને આજ કરતા અગાઉ ક્યારેય પણ માણસમાં આ પ્રકારની ફંગસ મળી આવી નથી. જોકે, કેટલાક પ્રાણીઓમાં આ પ્રકારની ફંગસ મળી છે.
ત્યારે હાલમાં યેલો ફંગસનો પ્રથમ કેસ સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાંથી યેલો ફંગસનો પ્રથમ કેસ સામે આવ્યો છે. નોંધનીય એ છે કે, આ યેલો ફંગસ, બ્લેક અને વ્હાઇટ ફંસગ કરતાં ખુબ વધારે ખતરનાક છે. જેથી તેમણે મુકોર સેપ્ટિકસ (યેલો ફંગસ)નું નામ આપવામાં આવ્યું છે.
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં યેલો ફંગસનો કેસ સામે આવ્યો છે. જે દર્દીની ઉંમર 34 વર્ષ છે અને તે પહેલા કોરોના સંક્રમિત થયા હતા. આ દર્દીને ડાયાબિટીસની બિમારી પણ છે.
લક્ષણો
યલો ફંગસના લક્ષણોમાં નાકમાંથી પાણી પડવું અને માથાનો દુઃખાવો છે, પરંતુ આ ફંગસ જખમને ભરાવા નથી દેતી અને તેના કારણે તેને વધુ ખતરનાક કહેવામાં આવી રહી છે. ડૉક્ટર બીપી ત્યાગીએ જણાવ્યું હતું કે, મારી પાસે એક એવો દર્દી આવ્યો, જેનામાં ત્રણેય ફંગસ મળી છે. તેનામાં એક બ્લેક ફંગસ છે અને એક વ્હાઈટ ફંગસ છે અને એક યલો ફંગસ છે. યલો ફંગસ મેં મારી લાઈફમાં પહેલીવાર જોઈ છે. મારું 30 વર્ષનું કરિયર છે.
મુકોર સેપ્ટિકસ (યેલો ફંગસ)ના લક્ષણો છે ચુસ્તી, ભુખ ઓછા પ્રમાણમાં લાગવી અથવા બિલકુલ ભુખ ન લાગવી અને શરીરનું વજન ઘટી જવું. ડોક્ટરની સલાહ મુજબ આ લક્ષણો ગંભીર છે કારણ કે તમને એમાંથી કોઈપણ લક્ષણ જોવા મળે તો તરત જ નજીકના ડોક્ટરનો સંપર્ક કરો. મુકોર સેપ્ટિકસની એકમાત્ર સારવાર amphoteracin b ઇન્જેક્શન છે.
થવાના કારણો
તબીબોના અનુસાર યેલો ફંગસ ફેલવાવનું મુખ્ય કારણ સ્વચ્છતા ન રાખવી છે. માટે હમેંશા પોતાના ઘરમાં અને આસપાસની જગ્યા પર સ્વચ્છતા રાખો. સ્વચ્છતા રાખવી એજ બેક્ટેરિયા અને ફંગસનો ફેલાવો અટકાવવામાં મદદરૂપ થશે. વાસી ખોરાક અથવા ગંદા ખોરાકનો જેમ બને તેટલો ઝડપથી નાશ કરવો જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે.