અભિનેતા પ્રકાશ રાજ ઉપર 100 કરોડના કૌભાંડનો આરોપ પ્રણવ જ્વેલર્સ મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પ્રખ્યાત અભિનેતા પ્રકાશ રાજને સમન્સ પાઠવવામાં આવ્યા છે. તપાસ દરમિયાન, શેલ કંપનીઓ દ્વારા લગભગ 100 કરોડ રૂપિયાની રકમ ડાયવર્ટ કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.
અભિનેતા પ્રકાશ રાજ ઉપર 100 કરોડના કૌભાંડનો આરોપ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દેશના જાણીતા અભિનેતા પ્રકાશ રાજને પૂછપરછ માટે સમન્સ જાહેર કર્યું છે. તેમને આગામી 10 દિવસમાં ચેન્નાઈમાં ED સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.
આ મામલો પ્રણવ જ્વેલર્સ મની લોન્ડરિંગ કેસ સાથે સંબંધિત છે. આ પોન્ઝી સ્કીમ કૌભાંડ કેસમાં EDએ તમિલનાડુના ત્રિચીના પ્રખ્યાત પ્રણવ જ્વેલર્સ પર દરોડા પાડ્યા હતા. અહીં દરોડા બાદ તપાસ એજન્સીએ તેમને નોટિસ પાઠવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, EDને દરોડા દરમિયાન ઘણા દસ્તાવેજો મળ્યા હતા, જેમાંથી કેટલાક શંકાસ્પદ વ્યવહારોની માહિતી મળી હતી. EDએ અહીંથી સોનાના દાગીના અને અન્ય દસ્તાવેજો જપ્ત કર્યા હતા.
ગોલ્ડ સ્કીમ દ્વારા 100 કરોડ રૂપિયા જમા કરાયા
સૂત્રોએ જણાવ્યું હતું કે, આ કેસમાં ગોલ્ડ સ્કીમ દ્વારા જનતા પાસેથી 100 કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા અને પછી આ રકમ અનેક શેલ કંપનીઓ દ્વારા ડાયવર્ટ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન એવું બહાર આવ્યું છે કે, પ્રણવ જ્વેલર્સ અને તેની સાથે સંકળાયેલા લોકોએ છેતરપિંડી કરીને પૈસા મેળવ્યા હતા અને તેને શેલ કંપનીઓમાં વાળ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે……