શેરબજારમાં ટિપ્સના નામે ફસાવતા તત્વો વિરૂદ્ધ એક્શન SEBI Raids in Gujarat : ગુજરાતમાં શેરબજારમાં ટીપ્સના નામે પૈસા ઉઘરાવતા 2 ઓપરેટરોને ત્યાં સેબીના દરોડા પડ્યા છે. વિગતો મુજબ સેબીએ સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં દરોડા પાડ્યા છે. જેમાં 100 જેટલા સ્થળો પર SEBIની તપાસ ચાલુ છે. જેમાં આ લોકોએ 10 રૂપિયાનો શેર લોકોને ખરીદવાની સલાહ આપી 100 રૂપિયા પહોંચાડ્યો હોવાનું સામે આવ્યું છે. આ સાથે લોકોને ગેરમાર્ગે દોરતી સલાહો આપનાર એક શખ્સની રાજકોટથી અટકાયત કરાઇ છે.
શેરબજારમાં ટિપ્સના નામે ફસાવતા તત્વો વિરૂદ્ધ એક્શન
SEBI દ્વારા રાજ્યના અલગ-અલગ શહેરોમાં દરોડા પાડવામાં આવ્યા છે. જે અંતર્ગત લોકોને ગેરમાર્ગે દોરતી સલાહો આપનાર એક શખ્સની રાજકોટથી અટકાયત કરાઇ છે. વિગતો મુજબ સનફ્લાવર બ્રોકિંગમાં કામ કરતા હર્ષ રાવલની સેબીએ પૂછપરછ કરી છે. જેમાં નક્કી કરેલી કંપનીના પેની શેર ખરીદી અન્યોને ખરીદી કરવાની સલાહ આપતા અને જંગલેશ્વર વિસ્તારમાં રહેતા એક વ્યક્તિના બેંક અકાઉન્ટનો ઉપયોગ કરાતો હોવાનું સામે આવ્યું છે. જેને હવે SEBI દ્વારા બેંક અકાઉન્ટના માલિકને શોધવા શોધખોળ શરૂ કરી છે.
ગુજરાતમાં લગભગ 100 જગ્યાઓ પર દરોડા અને સર્ચ
મહત્વનું છે કે, માર્કેટ રેગ્યુલેટર SEBI ગુજરાતમાં લગભગ 100 જગ્યાઓ પર દરોડા અને સર્ચ કરી રહી છે. પ્રાથમિક વિગતો મુજબ શેરબજારના ઓપરેટરો સામે દરોડા પાડવામાં આવી રહ્યા છે જે શેરના ભાવમાં ગેરરીતિ અને નાની કંપનીના શેરને ગેરકાયદેસર રીતે બજારમાં ઉતારી કુત્રિમ તેજી રચી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
તપાસમાં સામે આવ્યું છે કે, ઓપરેટર્સ વ્હોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલો મારફત ‘સ્ટોક ટિપ્સ’ આપી રહ્યા છે. જેઓ રોકાણકારોને આકર્ષવા તથા તેમને આ ગ્રુપમાં સામેલ કરવા માટે ફેસબુક, યુટ્યુબ, રેડિટ, ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં જાહેરાતો કરી રહ્યા છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે