આમ આદમી પાર્ટીના 55 નેતાઓ તથા કાર્યકર્તાઓને શરતી જામીન મળી ગયા છે. જેના કારણે હવે તેઓ જેલમુક્ત થશે. ગુજરાત હાઈકોર્ટે એક મહત્ત્વના ચૂકાદામાં આ અંગેની એક સ્પષ્ટતા કરી છે.
ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ પર તોડફોડ કરવાના આરોપસર ધરપકડ કરાયેલા આમ આદમી પાર્ટીના નેતાઓની 10 દિવસ બાદ જેલમુક્તી કરાઈ છે. કમલમ પર વિરોધ કરવાના મામલે આમ આદમી પાર્ટીઓના નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. એ પછી કોર્ટમાં કેસ દાખલ થયો હતો. હવે નેતાઓને મોટી રાહત મળી છે.
સાંજ સુધીમાં આ તમામ લોકો જેલમાંથી બહાર આવી જશે. થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીની 28 મહિલાઓના જામીન પણ મંજૂર કરી દીધા હતા. 55 જેટલા કાર્યકર્તાઓ જે આમ આદમી પાર્ટીના છે એમના જામીન કોર્ટે મંજૂર કરી દીધા છે
. આ પહેલા 28 મહિલાઓને જેલમુક્ત કરવામાં આવી હતી. એ પહેલા 10 જેટલા ડ્રાઈવર્સ અને કન્ડક્ટરના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. આજે છેલ્લા તબક્કામાં તમામ કાર્યકર્તા અને નેતાઓના જામીન મંજૂર થયા છે. એટલે સાંજ સુધીમાં તેઓ બહાર આવી જશે.
ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા સહિત અનેક કાર્યકર્તાઓને જેલમુક્ત કરવામાં આવ્યા છે. કમલમ પર વિરોધ કરવાના કેસમાં ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવીની ધરપકડ કરવામાં આવી હતી.
ગાંધીનગર સેશન કોર્ટે તમામના શરતી જામીન મંજૂર કરી દીધા છે. જામીન બાદ આ તમામ કાર્યકર્તાઓ અને નેતાઓ જેલમુક્ત થશે.
વકીલે આ વાત કહી છે આ સાથે એવું પણ જણાવ્યું છે કે, ઈસુદાને દારૂ પીધો હોવાના આરોપના મામલે કોઈ પણ લખાણ નથી. તા.20 ડીસેમ્બરના રોજ આમ આદમી પાર્ટીના નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. દસ દિવસ બાદ એમને આખરે જામીન મળ્યા છે.
એટલે જે ફરિયાદ હતી એને 100 ટકા સ્વીકારી ન શકાય. એમાં ઘણી બધી વધારે પડતી વાતો લખી છે. એ બધી વાતોને અમે કોર્ટ સામે રજૂ કરેલી. પછી કોર્ટે એમનો નિર્ણય કર્યો અને જામીન મંજૂર કર્યા છે.
શરતો અંગે સ્પષ્ટતા નથી પણ ગઈકાલે સરકારી વકીલની રજૂઆત હતી કે, ગાંધીનગર કોર્પોરેશન એરિયામાં વાયબ્રન્ટની તૈયારીઓ ચાલી રહી છે. એમને ડર છે કે, આંદોલન ન થાય એવી રજૂઆત કરી હતી. હવે શરતો જે હશે એની જાણ કરવામાં આવશે.
ઓર્ડરની શરત મળશે એ પ્રમાણે બોન્ડ તૈયાર કરીશું. ઈસુદાન ગઢવી વિશે એવું લખેલું કે એના મોઢામાંથી દારૂની વાસ આવતી હતી. બીજા કોઈ કાર્યકર્તા વિશે લખ્યું પણ ઈસુદાન વિશે ખાસ લખેલું છે.
એનો બ્લડ ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે. પણ જે એફિડેવિટ ફાઈલ કરવામાં આવી છે એમાં એ અંગે કંઈ લખ્યું જ નથી. પ્રોહેબિશનની કલમનો પણ ઉલ્લેખ નથી. એ જોતા જ એવું લાગે છે ફરિયાદ યોગ્ય નથી એટલે કોર્ટને લાગ્યું કે જામીન મળવા જોઈએ.
કીલે કહ્યું હતું કે, કમલમ પર આવેદન પત્ર આપવા માટે આમ આદમી પાર્ટીના નેતા તથા કાર્યકર્તા ગયા હતા. એ બાબતે પછી જે કાર્યવાહી કરવામાં આવી અને બધા કાર્યકર્તાની ધરપકડ કરવામાં આવી
એમા એક વાત એ છે કે, જે આવેદનપત્ર આપવા ગયા હતા એ પછી સરકારે પણ માન્યું કે પરીક્ષાના પેપર લીક થયા હતા. પેપર લીક થયું એટલે પરીક્ષા પણ રદ્દ કરી દેવામાં આવી.
એટલે એવી રજૂઆત કરવામાં આવી કે આવેદનપત્ર આપવા ગયા એ વસ્તુ ખોટી નથી. પણ પોલીસ ફરિયાદમાં જે આરોપ મૂકવામાં આવ્યા ઈસુદાન ગઢવી વિરૂદ્ધ એ વિશે આઈઓની એફિડેવિટમાં કોઈ એવી રજૂઆત નથી. કોઈ મેડિકલ પુરાવા પણ નથી.
જે રીતે ઓર્ડરની શરતો મળશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરીશું. બાકીના ડૉક્યુમેન્ટ અને જામીનદારને પણ અગાઉથી જ બોલાવી રાખ્યા છે.
બોન્ડ તૈયાર કરીને અમે રજૂ કરીશું. કોર્ટ તરફથી ડૉક્યુમેન્ટ મળી જાય તો રાત સુધીમાં તેઓ ઘરે જશે એવું આમ આદમી પાર્ટી તરફથી કેસ લડતા વકીલે જણાવ્યું હતું.
પેપરલીક કાંડ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતાઓ તથા કાર્યકર્તાઓ કમલમ પર વિરોધ કરવા માટે ગયા હતા. જ્યાં ભાજપના કાર્યકર્તા અને પોલીસ સામે આમ આદમીના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની ધરપકડ કરી લેવાઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…