પહેલીવાર સંસદમાંથી કુલ 146 સાંસદોને કરાયા સસ્પેન્ડ સંસદની સુરક્ષામાં ક્ષતિ અને ઉપરાષ્ટ્રપતિની મિમિક્રી બાદ સંસદમાં થયેલા હોબાળા બાદ વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવાની પ્રક્રિયા યથાવત રહેવા પામી છે. આજે 21મી ડિસેમ્બરને ગુરુવારે, કોંગ્રેસના વધુ ત્રણ સાંસદો ડીકે સુરેશ, દીપક બૈજ અને નકુલ નાથને લોકસભામાંથી સસંદના શિયાળુ સત્રના બાકીના સમગ્ર સમયગાળા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ રીતે લોકસભા અને રાજ્યસભામાંથી સસ્પેન્ડેડ સાંસદોની સંખ્યા વધીને કુલ 146 થઈ ગઈ છે. જેમાંથી 100 સાંસદો લોકસભાના સાંસદ છે, જ્યારે 46 રાજ્યસભાના સાંસદ છે.
થી સસ્પેન્ડ કરવાની પ્રક્રિયા સતત ચાલુ રહેવા પામી છે. આજે ગુરુવારે વધુ ત્રણ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં કોંગ્રેસના સાંસદ ડીકે સુરેશ, દીપક બૈજ અને નકુલ નાથનો સમાવેશ થાય છે. ત્રણેયને સંસદના શિયાળુ સત્રના બાકીના સમગ્ર સમયગાળા માટે લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
પહેલીવાર સંસદમાંથી કુલ 146 સાંસદોને કરાયા સસ્પેન્ડ
સંસદગૃહમાંથી સાંસદોને સસ્પેન્ડ કરવાની શરૂઆત ગત 4 ડિસેમ્બરથી શરૂ થયેલા શિયાળુ સત્ર દરમિયાન બની હતી. સંસદની સુરક્ષામાં ક્ષતિને પગલે, ગત 14 ડિસેમ્બરે 14, સોમવારે 78, મંગળવારે 49, ગઈકાલ બુધવારે 2 અને આજે ગુરુવારે ત્રણ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
વિપક્ષી પાર્ટીના સાંસદો, લોકસભા અને રાજ્યસભામાંથી સાંસદોને સસ્પેન્ડ કરવાનો વિરોધ કરી રહ્યા છે. વિપક્ષી પાર્ટીઓના સાંસદો સંસદ પરિસરમાં, સાંસદોને સસ્પેન્ડ કરવાના વિરોધમાં પ્રદર્શન યોજી રહ્યા છે. જ્યારે એનડીએના સાંસદોએ પણ ઉપરાષ્ટ્રપતિની મિમિક્રી વિરુદ્ધ પ્રદર્શન કર્યું છે.
આ લોકશાહી નહી, આ સર્વાધિકારવાદ છે – ખડગે
દરમિયાન, રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ તેમના એક્સ હેન્ડલ પર એક પોસ્ટ કરી જણાવ્યુ હતું કે, વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરીને મહત્વપૂર્ણ કાયદાઓ પસાર કરવો એ લોકશાહી નહીં પરંતુ ‘નિરંકુશતા’ છે. તેમણે ટ્વિટર પર લખ્યું, “PM મોદી અને તેમની સરકાર નથી ઈચ્છતી કે, ગૃહ બંધારણીય જોગવાઈ અનુસાર ચાલે. લોકશાહીમાં સવાલ ઉઠાવવો એ આપણો અધિકાર છે. અમે સવાલ ઉઠાવી રહ્યા છીએ કે વડાપ્રધાન અને ગૃહમંત્રીએ સંસદની સુરક્ષામાં થયેલી ક્ષતિઓ પર નિવેદન આપવું જોઈએ.

તેમણે કહ્યું, “તમે સંસદની સુરક્ષામાં થયેલી ક્ષતિઓ પર ગૃહમાં નહીં બોલો તો ક્યાં બોલશો? વડાપ્રધાન અને ગૃહમંત્રી અન્ય સ્થળોએ જોરશોરથી વાત કરી રહ્યા છે, પરંતુ તેઓ ગૃહમાં નિવેદન આપતા નથી. આવું કરીને તેમણે ગૃહનું અપમાન કર્યું છે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા સુપ્રિયા સુલેએ, ગુરુવારે ભાજપની આગેવાની હેઠળના કેન્દ્ર પર પ્રહાર કરતા કહ્યું કે, સંસદના બંને ગૃહોમાંથી વિપક્ષી સાંસદોનું જથ્થાબંધ સસ્પેન્શન ‘લોકશાહીની હત્યા’નું પ્રતિનિધિત્વ કરે છે.
સુપ્રિયા સુલેએ સસ્પેન્શનની સરખામણી ઈમરજન્સી સાથે કરી
સસ્પેન્ડેડ સાંસદે વર્તમાન પરિસ્થિતિની સરખામણી ઈન્દિરા ગાંધીના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન 1975માં દેશમાં લાદવામાં આવેલી રાષ્ટ્રીય કટોકટી સાથે કરી હતી. તેમણે કહ્યું કે એવું લાગે છે કે જાણે અઘોષિત ઈમરજન્સી લાદવામાં આવી હોય. બધું ફરીથી લાદવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે આ લોકતંત્રની હત્યા છે, બંધારણનું અપમાન છે. દેશ બંધારણ દ્વારા ચલાવવામાં આવે છે, અને હું જે રીતે (140 થી વધુ) સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેની નિંદા કરું છું. એવું લાગે છે કે દેશમાં ઈમરજન્સી લાદવામાં આવી છે.
સુલેએ જણાવ્યું હતું કે વસાહતી ભૂતકાળના ફોજદારી કાયદાઓને બદલવા માટેના ત્રણ ખરડા – ભારતીય ન્યાય (સેકન્ડ) કોડ બિલ, ભારતીય નાગરિક સંરક્ષણ (બીજું) કોડ બિલ અને ભારતીય પુરાવા (બીજું) બિલ – 97 વિરોધપક્ષની ગેરહાજરીમાં પસાર કરવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે