સુરતમાં ખેલાડીઓમાં પ્રતિભા છે પરંતુ તેમની પ્રતિભા બહાર આવે તે માટે સ્પોર્ટસ કલ્ચર ન હોવાથી પાલિકાએ ખેલાડીઓમાં રહેતી ટેલેન્ટને બહાર કાઢવા માટે સુરત સ્પોર્ટસ પ્રમોશન ફાન્ડેશન નામની એસ.પી.વી. બનાવવા માટે આયોજન કર્યું છે.
સુરતીઓના હેલ્થનો વિચાર કરીને સુરત મ્યુનિ. તંત્રએ શહેરમાં 125થી વધુ ગાર્ડન બનાવી દીધા છે તેની સાથે સાથે હાલમાં પાલિકા સાયકલ શેરીંગ પ્રોજેક્ટમાં પણ કામગીરી કરી રહી છે. સુરત શહેરને સાયકલ ફ્રેન્ડલી સીટી બનાવવા માટે શરૂ કરેલા સાયકલ શેરીંગ પ્રોજેક્ટમાં 1652 ડક અને 1126 સાયકલ શરૂ કરી છે

તેને બમણી કરવા માટે આયોજન કરી રહી છે. આ ઉપરાંત સુરતમાં અનેક ખેલાડીઓ સ્વમીંગ કોમ્પીટીશનમાં અગ્રેસર હોવાથી પાલિકાએ શહેરના નવા વિસ્તારમાં એ સ્વીમીંગ પુલ, એક જોગીંગ ટ્રેક તથા એક હેલ્થ કલબ બનાવવા માટે આયોજન કરવામા આવ્યું છે.
ગુજરાત સરકારની સ્પોર્ટસ ઓથોરીટી સાથે પાલિકા સંકલન કરશે અને તેના માટે 100 કરોડ રૂપિયાનું બજેટ તબક્કાવાર ફાળવવામાં આવશે. પાલિકા અને સરાકરના આ પ્રયાસથી સુરતના ખેલાડીઓમાં રહેલી પ્રતિભા બહાર આવે અને આગામી દિવોસમાં અનેક ખેલાડીઓ રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકે તેવો આશાવાદ પાલિકાને છે.
સુરત મ્યુનિ. તંત્રએ સુરતીઓમાં રહેલી સ્પોર્ટસ ટેલેન્ટને બહાર કાઢવા માટે ફીડ ઈન્ડિયા મુવમેન્ટ હેઠળ ગુજરાત સ્પોર્ટસ ઓથોરીટી અને સુરત મહાનગરપાલિકા સંયુક્ત રીતે સુરત સ્પોર્ટસ પ્રમોશન ફાઉન્ડેશન નામની એસ.પી.વી. બનાવવા માટે પણ બજેટમાં આયોજન કરવામા આવ્યું છે.
આ એસ.પી.વીમાં સુરત મહાનગરપાલિકાનો શેર મુડી હિસ્સો 50 ટકા લેખે પાંચ કરોડ તથા ફાળા તરીકે 100 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામા આવી છે.
આ ઉપરાંત દરેક વોર્ડમાં એક રમત ગમતનું મેદાન હોય તે માટે પણ પાલિકા આયોજન કરી રહી છે. પાલિકા તંત્ર એવું માને છે કે આ પ્રયાસ બાદ સુરતમાં અનેક ખેલાડીઓમાં રહેલી પ્રતિભા બહાર આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…
1 comment
Comments are closed.