ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોએ એક સરખો ચૂંટણી ખર્ચ બચાવ્યો છે.ભાજપના 41 ઉમેદવારોએ એક સરખો ચૂંટણી ખર્ચ બતાવ્યો છે.ચા-પાણી, મંડપ, DJ બિલ પણ એક જ જગ્યાના દર્શાવ્યા છે.
ઉમેદવારોના મતવિસ્તાર અલગ અલગ પરંતુ ચૂંટણી ખર્ચ એકસમાન છે.જોકે ચૂંટણીપંચે કોઈપણ વાંધો લીધા વિના તમામ એફિડેવિટ સ્વીકારી પણ લીધા છે.તમામ ઉમેરવારનો ચૂંટણી ખર્ચ 1 લાખ 33 હજાર 380 રૂપિયા દર્શાવ્યો છે.
અને એકપણ ઉમેદવારે ડિપોઝીટ દર્શાવી નહીં.11 વોર્ડના 44 ઉમેદવારમાંથી 41 ઉમેદવાર ભાજપના છે…41 ઉમેદવારોએ એક જ ટી સ્ટોલની ચાના બિલ મુક્યા હતા.RTI એક્ટિવિસ્ટ સંતોષસિંહ રાઠોડે ચૂંટણીપંચમાં ફરિયાદ કરી હતી.
ગાંધીનગર મનપાના કોંગ્રેસના કોર્પોરેટરે આ વિશે નિવેદન આપતા કહ્યું કે તમામ ઉમેદવારોના એકસરખા ખર્ચ કેમ હોઇ શકે? ખોટી માહિતી આપવી ગુનો બને છે. સત્ય ટૂંક સમયમાં બહાર આવશે.
અમે ચૂંટણી પંચને સમગ્ર મામલે રજૂઆત કરીશું. તેમજ કાયદાકીય પ્રક્રિયાનું પણ વિચારી રહ્યાં હોવાની વાત કહી છે.ભાજપના ઉમેદવારોએ ખોટી માહિતી રજૂ કરી છે તેમાં કોઈ ખોટું નથી
ગાંધીનગર મનપા ચૂંટણીમાં ઉમેદવારોનો એકસરખો ચૂંટણી ખર્ચ મામલે ગાંધીનગરના મેયર હિતેષ મકવાણાએ લૂલો બચાવ કરતાં કહ્યું છે કે મનપામાં ઉમેદવારો નહીં પરંતુ ભાજપ ટીમ લડતી હતી.
તમામ ખર્ચ સેન્ટ્રલાઇઝ્ડ થયો હોવાથી એક સરખો ખર્ચ થયો છે.કોઇ પ્રકારનું ખોટું થયું નથી. કોંગ્રેસને જ્યાં જવું હોય ત્યાં જઇ શકે છે.
વોર્ડ | વોર્ડનું નામ | ઉમેદવારનું નામ | કુલ ચૂંટણીખર્ચ |
1 | રાંધેજા | મીના મકવાણા | 1,33,380 |
અંજના મહેતા | 1,33,380 | ||
નટવરજી ઠાકોર | 1,33,380 | ||
રાકેશ પટેલ | 1,33,380 | ||
2 | પેથાપુર-જીઈબી | પારૂલ ઠાકોર | 1,33,380 |
દિપ્તિ પટેલ | 1,33,380 | ||
અનિલસિંહ વાઘેલા | 1,33,380 | ||
3 | સેક્ટર 24-27-28 | સોનાલી પટેલ | 1,33,380 |
દિપિકા સોલંકી | 1,33,380 | ||
ભરત ગોહીલ | 1,33,380 | ||
4 | પાલજ-ધોળાકુવા | સવિતા ઠાકોર | 1,33,380 |
દક્ષા મકવાણા | 1,33,380 | ||
ભરત દીક્ષિત | 1,33,380 | ||
જસપાલસિંહ બિહોલા | 1,33,380 | ||
5 | પંચદેવ | કૈલાસ સુતરીયા | 1,33,380 |
હેમા ભટ્ટ | 1,33,380 | ||
પદમસિંહ ચૌહાણ | 1,33,380 | ||
કિંજલ પટેલ | 1,33,380 | ||
6 | મહાત્મા મંદિર | પ્રેમલત્તા મહેરિયા | 1,33,380 |
ભાવના ગોલ | 1,33,380 | ||
ગૌરાંગ વ્યાસ | 1,33,380 | ||
7 | કોલવડા-વાવોલ | કિંજલ ઠાકોર | 1,33,380 |
સોનલ વાઘેલા | 1,33,380 | ||
શૈલેષ પટેલ | 1,33,380 | ||
પ્રેમલસિહં ગોલ | 1,33,380 | ||
8 | અંબાપુર-સરગાસણ | ઉષા ઠાકોર | 1,33,380 |
છાયા ત્રિવેદી | 1,33,380 | ||
હિતેષ મકવાણા | 1,33,380 | ||
રાજેશ પટેલ | 1,33,380 | ||
9 | કુડાસણ | અલ્પા પટેલ | 1,33,380 |
શૈલા ત્રિવેદી | 1,33,380 | ||
રાજુ પટેલ | 1,33,380 | ||
સંકેત પંચાસરા | 1,33,380 | ||
10 | કોબા | તેજલ નાયી | 1,33,380 |
મીરા પટેલ | 1,33,380 | ||
પોપટસિંહ ગોહિલ | 1,33,380 | ||
મહેન્દ્ર પટેલ | 1,33,380 | ||
11 | ભાટ-ખોરજ | સેજલ પરમાર | 1,33,380 |
ગીતા પટેલ | 1,33,380 | ||
માણેક ઠાકોર | 1,33,380 | ||
જસવંત પટેલ | 1,33,380 |
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…