સુરતમાં 194 વર્ષ જૂની “પાઘડી”ના દર્શન માટે લાગે છે લાંબી લાઈન આપણા દેશની ધરતીને પવિત્ર માનવામાં આવે છે. દેશના ખૂણે ખૂણે અનેક દેવી-દેવતાઓ વસે છે. આપણા દેશમાં અનેક સાધુ સંતો થઈ ગયા. તમે ઘણી એવી વાતો સાંભળી હશે જ્યાં વર્ષો પહેલા થઈ ગયેલા સાધુ-સંતોની અમુક વસ્તુઓ સાચવી રાખવામાં આવતી હોય છે.
)
ત્યારે આજે આપણે તેવા જ એક કિસ્સાની વાત કરવાના છીએ. વાત કરીએ તો સુરતમાં 194 વર્ષ જૂની એક પાઘડીના દર્શન કરવા માટે લોકોની ભીડ ઉમટી પડી છે. આ પાઘડીની વાત કરીએ તો, આ પાઘડી ભગવાન સ્વામિનારાયણની છે તેવું કહેવામાં આવી રહ્યું છે.
સુરતમાં 194 વર્ષ જૂની “પાઘડી”ના દર્શન માટે લાગે છે લાંબી લાઈન
આ પાઘડી 194 વર્ષથી એક પારસી પરિવાર પાસે છે. એવું કહેવાય છે કે, 1881માં સુરતમાં આવેલા સ્વામિનારાયણ ભગવાન પારસી પરિવારને પોતાની પાઘડી અને શ્રીફળ આપ્યું હતું. તે દિવસથી અત્યાર સુધી આ પારસી પરિવાર એ ભગવાન સ્વામિનારાયણની પાઘડી સાચવીને રાખી છે.
વાત કરીએ તો, દર વર્ષે ભાઈ બીજના દિવસે આ પારસી પરિવાર પાઘડીના દર્શન ખુલ્લા મૂકે છે. આ દિવસે મોટી સંખ્યામાં લોકો પાઘડીના દર્શન કરવા માટે આવે છે. જેના કેટલાક ફોટા અને વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે