કેડિલા ફાર્માના માલિક રાજીવ મોદી સામે વિદેશી યુવતીએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ કેડિલા ફાર્માના માલિક રાજીવ મોદી સામે વિદેશી યુવતીએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે વિદેશી યુવતીએ રાજીવ મોદી પર દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. હાઈકોર્ટના આદેશ બાદ સોલા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. વર્ષ 2023ના ત્રીજા મહિનામાં બનેલી ઘટનાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.
કેડિલા ફાર્માના માલિક રાજીવ મોદી સામે ફરિયાદ નોંધાઈ છે. સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે વિદેશી યુવતીએ રાજીવ મોદી પર દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. હાઈકોર્ટના આદેશ બાદ સોલા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. ફેબ્રુઆરી-માર્ચ 2023માં બનેલી ઘટનાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. સોલા પોલીસે IPCની કલમ 376, 354, 506(2) મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
કેડિલા ફાર્માના મેનેજીગ ડીરેક્ટર ડૉ. રાજીવ મોદી વિરૂદ્વ પર્સનલ આસીટન્ટ દ્વારા બળાત્કાર, છેડતી અને ધમકીના ગંભીર આક્ષેપ કરતી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જોકે ગંભીર આક્ષેપ લઈને પહેલા અરજી કરવામાં આવી હતી જે બાદ હાઇકોર્ટના આદેશથી ફરિયાદ કરવામાં આવી છે.
કેડિલા ફાર્માના માલિક ડૉ. રાજીવ મોદી વિરૂદ્વ તેમની પર્સનલ આસીટન્ટ તરીકે અગાઉ કામ કરતી બલ્ગેરિયન યુવતીએ ગંભીર આક્ષેપો કર્યા છે. જેમાં તેને કેડિલામાં નોકરી મળી તે દરમિયાન રાજીવ મોદી ઉદેપુર, જમ્મુ જેવા સ્થળોએ લઇ જતા ત્યારે અવારનવાર લોકોની હાજરીમાં અણછાજતું વર્તન કરતા હોવાનો આક્ષેપ કરાયો હતો. જે વાતથી યુવતી નારાજ થઇ જતા તેણે વિરોધ કર્યો હતો. પણ રાજીવ મોદી તેને કહેતા હતા કે જો નોકરી કરવી હોય તો બાંધછોડ કરવી પડશે.
કેડિલા ફાર્માના માલિક રાજીવ મોદી સામે વિદેશી યુવતીએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ
આ ઉપરાંત, 22 ફેબ્રુઆરીથી 26મી માર્ચ દરમિયાન તેની સાથે છારોડીમાં આવેલા ફાર્મ હાઉસમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને આ વાત કોઇને કહેશે જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. યુવતીએ આક્ષેપ કર્યો છે કે તે રૂમમાં સૂતી હોય ત્યારે પણ રાજીવ મોદી તેની સાથે અડપલા કરીને બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. જો કે યુવતીએ આ અંગે કેડિલા ફાર્માના એચ.આર મેનેજર જ્હોન્સન મેથ્યુને જાણ કરી ત્યારે તેમણે પણ યુવતીને નોકરી માટે આ મામલે સમાધાન કરવા કહ્યું હતુ.
જેથી કંટાળીને યુવતીએ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. પરંતુ, પોલીસે આ અંગે કાર્યવાહી કરવાને બદલે રાજીવ મોદીનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરાયો હતો. આ કેસમાં મહિલા પોલીસ સ્ટેશનના એસીપી વિરૂદ્વ પણ પિડીત મહિલાએ ગંભીર આરોપો મુક્યા હતા.
આ કેસમાં તપાસ ન થતી હોવાથી યુવતીએ ન્યાય માટે ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. યુવતીએ રજૂઆત સાથે તમામ પુરાવા પણ રજૂ કર્યા હતા. જે બાબતને ગંભીરતાથી લઇને ગુજરાત હાઇકોર્ટે આઇપીએસ કક્ષાના અધિકારીને આ મામલે તપાસ કરીને રિપોર્ટ સબમીટ કરવા તાકીદ કરી હતી. તેવામાં ગુજરાત હાઇકોર્ટે ગુનો નોધવા માટે સુચના આપતા સોલા પોલીસે આઇપીસીની કલમ 376, 354, 504 અને 506, 323 મુજબ રાજીવ મોદી અને જ્હોન્સન મેથ્યુ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરતા હવે રાજીવ મોદીની મુશ્કેલીમાં વધારો થઇ શકે તેવી શક્યતા છે.
આ કેસમાં પુરાવા એકત્રિત કરી તપાસ કરાશે. યુવતીની ફરિયાદ લીધા બાદ તેણે આપેલા પુરાવા તપાસ માટે મહત્વના રહેશે. જેમાં ઇ-મેઇલ, મેસેજીસ અને ડોક્યુમેન્ટ સહિતના પુરાવાઓ પર પોલીસ તપાસ કરશે. યુવતીને વિઝાને લઇને કરેલા આક્ષેપો બાબતે પણ હવે તપાસ કરાશે. સાથે જ પુરાવા એકત્રિત કરીને રાજીવ મોદી અને અન્ય આરોપીની ધરપકડની કાર્યવાહી કરાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે