સોશિયલ મીડિયા પર વાયરલ થયું 60 વર્ષ જૂનું પેટ્રોલનું બિલ અત્યારે તો મોંઘવારી આસમાને પંહોચી છે.. અમારા જમાનામાં તો પાણીના ભાવે વસ્તુઓ મળતી.. આપણા વડીલો પાસેથી ઘણી વખત આવી વાતો સાંભળવા મળતી હોય છે અને આ વાતને સાચું કરતું એક બિલ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે.
આ દિવસોમાં મોંઘવારીની સાથે પેટ્રોલના ભાવ પણ એટલા વધી ગયા છે કે ગાડી લઈને ક્યાંય ફરવા જવું હોય તો 100 વખત વિચારવું પડે, એવામાં હાલ 60 વર્ષ જૂનું પેટ્રોલનું એક બિલ વાયરલ થયું છે. આ બિલ વર્ષ 1963નું છે અને એ સમયે પાંચ લીટર પેટ્રોલની કિંમત 3 રૂપિયા સાંઠ પૈસા હતી એટલે કે એક લીટર પેટ્રોલ ફક્ત 72 પૈસામાં મળતું હતું.
જો એક રીતે ગણતરી કરવા જઈએ તો આજના 1 લીટર પેટ્રોલની કિંમતમાં એ સમયે 100 લીટરથી વધુ પેટ્રોલ ખરીદી શકાતું હતું
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ આ ફોટો એક કેશમેમો છે અને માનવામાં આવી રહ્યું છે કે આ કેશમેમો પેટ્રોલ ભરાવ્યા બાદ ગ્રાહકને આપવામાં આવ્યું હશે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે