માતા-પિતા સંતાનને ભણાવી ગણાવીને મોટો કરીને તેને પગભર કરે છે અને પરણાવે છે. પરંતુ જ્યારે વૃદ્ધવસ્થામાં માતા-પિતાને સાચવવાનો વારો આવે ત્યારે સંતાન માતા-પિતાથી ધ્રુણા કરવા લાગે છે અને કેટલાક કિસ્સાઓમાં સંતાન દ્વારા માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવામાં આવે છે. તો કેટલીક વખત પુત્રવઘૂ દ્વારા વૃદ્ધ સાસુને માર મારવામાં આવતો હોવાના પણ કિસ્સાઓ સામે આવે છે. ત્યારે આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે. પુત્રવઘૂ દ્વારા વૃદ્ધ સાસુને માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
સુરતના વરાછા વિસ્તારમાં કમલપાર્ક સોસાયટી આવેલી છે. જેમાં વૃદ્ધા કાંતા સોલંકી તેમના પુત્ર ભરત અને પુત્રવધૂની સાથે રહે છે. તેઓ કમલપાર્કમાં દીકરા અને પુત્રવધૂ સાથે છ મહિનાથી રહેતા હતા. કાંતા સોલંકીને સંતાનમાં ત્રણ દીકરા છે. તેમના બે સંતાનોએ તેમને રાખવાની ના પાડી હતી. તેથી તેઓ કમલપાર્ક સોસાયટીમાં રહેતા દીકરાને ત્યાં રહેતા હતા, વૃદ્ધાવસ્થામાં તેમની તબિયત નાદુરસ્ત રહેતી હતી. તેથી કાંતા સોલંકી રોજીંદી ક્રિયા માટે પણ ઉભા થઇ શકતા નહોતા. આજ કારણે કાંતા સોલંકીની પુત્રવધૂએ તેમણે ઘરની બાલકનીમાં ગોંધી રાખ્યા હતા…
પુત્રવધૂ કાંતા સોલંકીની તબિયત સારી નહોવા છતાં પણ સેવા કરતી નહોતી. તે સાસુને નિર્દયતાથી માર મારતી હતી. એક દિવસ જ્યારે પુત્રવધૂ કાંતા સોલંકીને બાલકનીમાં માર મારી રહી હતી તે સમયે એક જાગૃત નાગરિકે આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી લીધો હતો અને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, પુત્રવધૂ કાંતા સોલંકીને નિર્દયતાથી થપ્પડ મારી રહી છે. આ વાયરલ થયેલો વીડિયો પોલીસના ધ્યાને આવ્યો હતો. તેથી સુરતની વરાછા પોલીસ એક્શનમાં આવી હતીં.
વરાછા પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મીઓ વૃદ્ધાની મદદ કરવા માટે પહોંચ્યા હતા. પોલીસ દ્વારા જે સમયે પુત્ર અને પુત્રવધૂ સામે કાર્યવાહી કરવામાં આવી રહી હતી. તે સમયે કાંતા સોલંકીએ પુત્ર અને પુત્રવધૂ પર કોઈ કાર્યવાહી કરવાની ના પાડી હતી. તેથી પોલીસ દ્વારા કાંતા સોલંકીની દેખરેખ સારી રીતે રહે તે માટે તેમણે વૃદ્ધાશ્રમમાં મોકલવાનો નિર્ણય કર્યો હતો.
આ બાબતે પોલીસે કહ્યું હતું કે, કાંતા સોલંકી તળાજા તાલુકાના રાજપરા ગામના વતની છે. તેમના પતિનું અવશાન થતા તેઓ ત્રણ સંતાનોની સાથે રહેતા હતા. પતિના અવશાન બાદ તેઓ કમલપાર્ક વિસ્તારમાં રહેતા ભરત નામના સંતાનના ઘરે રહેતા હતા. પણ ભરતની પત્નીને સાસુની સેવા કરવી ગમતી નહોતી એટલે તે સાસુ પર અત્યાચાર કરતી હતી. હાલ તો કાંતા સોલંકીને રહેવાની વ્યવસ્થા સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા વૃદ્ધાશ્રમમાં ગોઠવી આપી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…
22 comments
Comments are closed.