Abhayam News
Abhayam News

ફિલિપાઈન્સમાં 85 જવાનોને લઈ જતું એરફોર્સનું વિમાન ક્રેશ..

ફિલિપાઈન્સમાં 85 સૈનિકોએ લઈને જઈ રહેલું એક મિલિટ્રી પ્લેન રવિવારે ક્રેશ થઈ ગયું. આર્મી ચીફ જનરલ સિરિલિટો સોબેજાનાએ AFPને જણાવ્યું કે સી-130 પ્લેનમાં આગ લાગી હતી. દુર્ઘટનામાં 17 સૈનિકોનું મૃત્યુ થયુ છે. જોકે 40 સૈનિકોને બચાવી લેવામાં આવ્યા છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જે સમયે દુર્ઘટના બની તે સમયે પ્લેન સુલુ રાજ્યના જોલો આઈલેન્ડ પર લેન્ડ કરવાની કોશિશ કરી રહ્યું હતું.

સોબેેજાનાએ જણાવ્યું કે રાહત અને બચાવ દળના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા છે. અમે ભગવાનને પ્રાર્થના કરી રહ્યાં છે કે દુર્ઘટનામાં ઓછામાં ઓછા લોકોને નુકસાન પહોંચે. પ્લેનમાં જઈ રહેલા લોકોએ તાજેતરમાં જ બેઝિક મિલિટ્રી ટ્રેનિંગ લીધી હતી.

દુર્ઘટના પછી પ્લેનમાંથી નીકળતા ધુમાડાના ગોટા દૂર સુધી જોવા મળ્યા. ફોટો- Pondhon TV

દુર્ઘટના પછી પ્લેનમાંથી નીકળતા ધુમાડાના ગોટા દૂર સુધી જોવા મળ્યા. ફોટો- Pondhon TV

પ્લેન કાગાયન ડી ઓરો સિટીથી સુલુ રાજ્યના જોલો આઈલેન્ડ માટે ઉડાન ભરી હતી.

પ્લેન કાગાયન ડી ઓરો સિટીથી સુલુ રાજ્યના જોલો આઈલેન્ડ માટે ઉડાન ભરી હતી.

Image


આ લોકોને આતંકીઓ પર નજર રાખવા માટે જાણીતા આઈલેન્ડ્સ પર તહેનાત કરવાના હતા. ફિલિપાઈન્સના આ આઈલેન્ડ્સ પર મુસ્લિમ વસ્તી વધુ છે. અહીં ખંડણી માટે કોઈનું પણ અપહરણ કરવામાં આવે છે, આ કારણે અહીં મોટી સંખ્યામાં જવાનોને તહેનાત કરવામાં આવે છે. આ વિસ્તાર દક્ષિણ ફિલિપાઈન્સમાં આવે છે. અહીં અબુ સૈય્યફ નામનુ આતંકી સગઠન એક્ટિવ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

પાટીદાર અનામત આંદોલન સમિતિના મુખ્ય ચહેરા ‘અલ્પેશ કથિરીયા’નું રાજકીય ભવિષ્ય શું?

Abhayam

સાયકલ શેરિંગ પ્રોજેક્ટની નીકળી હવા…

Abhayam

સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી DyCM મનીષ સીસોદીયાની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા..

Abhayam

Leave a Comment