Abhayam News
AbhayamSocial Activity

અઢી વર્ષના વિવાનની મદદે આવ્યા અમરેલીના યુવાનો..

  • અઢી વર્ષના વિવાનની મદદે આવ્યા અમરેલીના યુવાનો, આપવાનું છે 16 કરોડનું ઇંજેક્શન.
  • ધેર્ય બાદ હજુ ર્ક બાળક નો જીવ ગુજરાત ભરોશે..
  • વિવાનને Spinal Muscular Dystrophy નામની ગંભીર બીમારી થઈ છે
  • બીમારીનો ઈલાજ તો છે પણ ઈલાજ કરવા માટેની રકમ ખૂબ જ મોટી છે.

ર સોમનાથ (Gir Somnath) ગ્રામીણ વિસ્તારના એક સામાન્ય પરિવારમાં રહેતા અઢી વર્ષના બાળકને ગંભીર બીમારી થઈ છે. કોડીનાર (Kodinar) તાલુકાના આલીદર (Alidar) ગામે રહેતા અશોકભાઈ વાઢેળના અઢી વર્ષના પુત્ર વિવાનને Spinal Muscular Dystrophy નામની ગંભીર બીમારી થઈ છે. આ બીમારીનો ઈલાજ તો છે પણ ઈલાજ કરવા માટે ની રકમ ખૂબ જ મોટી છે.અઢી વર્ષના યુવાનને બચાવવા માટે પિતા ઝઝૂમી રહ્યા છે. 

Spinal Muscular Dystrophy નામની ગંભીર બીમારી છે. તેને દૂર કરવા માટે રૂપિયા 16 કરોડનું ઇંજેક્શન આપવાની યુવાનને ખૂબ જ જરૂર પડી છે. એક બાજુ કોરોના (Coronavirus) નો કપરો કાળ હોવાથી અશોકભાઈના ધંધા-રોજગાર ઉપર માઠી અસર જોવા મળી રહી છેત્યારે અમરેલી (Amreli) શહેરના નવ યુવાનો વિવાનની મદદે આવ્યા છે. આ યુવાનો સવારે અને સાંજે અમરેલી શહેરના મુખ્ય માર્ગો પર ઉભા રહીને રાહદારીઓ અને વાહન માલિકો પાસેથી વિવાનના ઈલાજ માટે પૈસા એકઠા કરી રહ્યા છે. અમરેલી (Amreli) ના યુવાનોને પૂરી આશા છે કે ભગવાન વિવાન ખૂબ જ ઝડપથી સાજો કરી દેશે અને અમરેલીના યુવાનોની મહેનત રંગ લાવશે. 

અમરેલી (Amreli) ના યુવાનો સમગ્ર ગુજરાત (Gujarat) માં યુવાનો આ રીતે વિવાન માટે પૈસા એકઠા કરશે તો યુવાનની જે ગંભીર બીમારી છે. તેમાંથી મુક્તિ મળશે. અમરેલીના યુવાનો વિવાન માટે શહેરના મુખ્ય માર્ગો ઉપર ઉભા રહીને પૈસા એકઠા કરી રહ્યા છે. તેને લઈને અમરેલીના લોકો પણ યુવાનોની કામગીરીને બિરદાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ભૂપેન્દ્ર પટેલે જાપાનમાં બુલેટ ટ્રેનની કરી સફર

Vivek Radadiya

પહેલી 10 ઓવરમા જ મેચનું ભવિષ્ય નક્કી થઈ જશે 

Vivek Radadiya

નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી દિવસે યોજાયેલ મહારક્તદાન કેમ્પમાં 352 રક્તયુનિટ એકઠું કરાયું…

Abhayam