Abhayam News
AbhayamNews

ઝાયડસે બાળકો માટેની કોરોના રસી લોન્ચ કરવા DCGI પાસે મંજૂરી માગી.

ઝાયડસે બાળકો માટેની કોરોના રસી લોન્ચ કરવા DCGI પાસે મંજૂરી માગી.

રસી જુલાઈના અંત સુધીમાં અથવા ઓગસ્ટમાં 12-18 વર્ષની વયના બાળકોને આપવામાં આવી શકે છે.

ઝાયડસ કેડિલાએ (Zydus cadila) ઝાયકોવ-ડીના (ZyCoV-D) ઈમર્જન્સી યુઝ અપ્રૂવલ માટે DCGI પાસે મંજૂરી માંગી છે. જો આ વેક્સિનને મંજૂરી મળી જશે તો આ કોરોના વાયરસ વિરુદ્ધ દુનિયાની પ્રથમ DNA વેક્સિન (DNA Vaccine) બની શકે છે.  આ રસી 12થી18 વર્ષની વયના બાળકો (Corona vaccine for children) માટે સુરક્ષિત હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સાથે જ દેશમાં ઉપલબ્ધ વેક્સિનની સંખ્યા 4 થઈ જશે. અત્યારસુધી ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ, ભારત બાયોટેકની કોવેક્સિન અને રશિયાની સ્પુતનિક-V ઉપયોગમાં લેવાઈ રહી છે.

આ વેક્સિનને 2થી 4 ડીગ્રી સે. તાપમાન પર સ્ટોર કરી શકાય છે. આ માટે કોલ્ડચેઈનની જરૂર નથી. આનાથી તેનું ટ્રાન્સપોર્ટેશન સરળ બની જશે. આ વેક્સિનને ડેવલપ કરવામાં નેશનલ બાયોફાર્મા મિશન પાસેથી મદદ મળી છે.

નોંધનીય છે કે, ઝાયડસ કેડિલાની રસીનો ત્રીજો તબક્કો પૂર્ણ થઈ ગયો છે. જો સરકાર દ્વારા આ રસીની મંજૂરી આપવામાં આવે તો, રસી જુલાઈના અંત સુધીમાં અથવા ઓગસ્ટમાં 12-18 વર્ષની વયના બાળકોને આપવામાં આવી શકે છે. વેક્સિનના એક અથવા બે નહીં, 3 ડોઝ લગાવવામાં આવશે. ફેઝ-1 અને ફેઝ-2 ટ્રાયલ દરમિયાન ત્રણ ડોઝ લગાવવા પર આ વેક્સિન વધારે સમય સુધી ઇમ્યુનિટીને સ્ટ્રોન્ગ રાખે છે. જો કે કેડિલા આના બે ડોઝનું પણ ટેસ્ટિંગ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

સુરતમાં AAPના કોર્પોરેટરે કરી દારુના અડ્ડા પર જનતા રેડ…

Abhayam

શ્રમિક અન્નપૂર્ણા યોજના

Vivek Radadiya

52 વર્ષની ઉંમરે પણ સિંગલ છે આ એક્ટ્રેસ

Vivek Radadiya