Abhayam News
AbhayamNews

સુરત માં વધુ એક બૂટલેગર બેફામ ઉડાડ્યા કોરોના ના નિયમોના લીરા…

સુરત શહેર અને જિલ્લામાં સમયાંતરે બૂટલેગરોના વીડિયો સામે આવી રહ્યા છે. સુરત જિલ્લાના કુખ્યાત બૂટલેગર કેયુર ભંડેરીનો વીડિયો વાઇરલ થયો છે. સુરત જિલ્લામાં વોન્ટેડ બુટલેગર હોવા છતાં પણ બેફામ રીતે મોજ મસ્તી કરી રહ્યા છે. દારૂ-બીયરના ટીન હાથમાં લઈને ખુલ્લેઆમ આ રીતે કાયદાથી ઉપરવટ જઈને તેઓ વીડિયો વાઇરલ કરી રહ્યા છે.દારૂબંધીની વાત કરતી સરકારની સામે બૂટલેગરોએ જાણે પડકાર ફેંક્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

બૂટલેગરોને કાયદો-વ્યવસ્થાનો ડર ન હોય તે રીતે તેવો બેફામ બનીને મોજ મસ્તી કરતા દેખાઈ રહ્યા છે. બૂટલેગરો અને તેના સાગરિતો જાહેર સ્થળો ઉપર દારૂની મહેફિલ માણતા જોવા મળી રહ્યા છે.સુરત શહેર અને જિલ્લા પોલીસનું બૂટલેગરો સામે નરમ વલણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. લિસ્ટેડ બૂટલેગરોને પણ ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી રહી છે. જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનની હદમાં બુટલેગરો ખુલ્લેઆમ દારૂનો વેપલો ચલાવી રહ્યા છે છતાં પણ સ્થાનિક પોલીસ તેમને ઝબ્બે કરવામાં નિષ્ફળ થઇ રહી છે એટલું જ નહીં પરંતુ જાહેર સ્થળો પર ખુલ્લેઆમ દારૂની બોટલો હાથમાં લઈને ડીજે ઉપર નાચતા જોવા મળી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ગુજરાતઃ તૌકતે વાવાઝોડાના કારણે વીજળી ગુલ થઈ હતી , આ ગામના લોકો દોઢ મહિના બાદ પણ અંધારામાં છે..

Abhayam

ઈન્ડિયન ઓઈલ કેમ્પસમાં લાગી ભીષણ આગ, આટલા લોકોના મોત….

Abhayam

સુરત:- SMC દ્વારા લેવાયો મહત્વ નો નિર્ણય…જુઓ જલ્દી.

Abhayam

Leave a Comment