ઉત્તર પ્રદેશના નોઇડામાં પ્રથમ વખત ATM હેક કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. ત્યાના સેક્ટર-65ના બહલોલપુર ગામમાં એક્સિસ બેંકના એક એટીએમને હેક કરવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ હેકિંગ માટે માલવેર સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને હેકર્સે ATM મશીનમાંથી 9.60 લાખ રૂપિયા ઉપાડી લીધા છે. એક્સિસ બેંકે જ્યારે સાંજે ઓડિટ કર્યું ત્યારે હિસાબ મેચ ના થયું, જેના પછી તપાસ કમિટી બેસાડવામાં આવી. તપાસમાં ઘટનાનો ખુલાસો થયો. અજાણ્યા શખ્શો વિરુદ્ધ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
પોલીસ મુજબ આ એટીએમ એક્સિસ બેંકનું છે. આ મશીનમાં રૂપિયા નાખવા માટે યૂરોનેટ સર્વિસિઝ ઇન્ડિયા નામની કંપની કામ કરે છે. કેટલાક દિવસ પહેલા બેંકના ઓડિટમાં જાણવા મળ્યું કે આ ATMમાંથી 9.60 લાખ રૂપિયાનું હિસાબ ન મળ્યું. ઇન્ટર્નલ ઇન્વેસ્ટિગેશનમાં સીસીટીવી ફુટેઝ ચેક કરવામાં આવી.
બે મહિના પહેલાની એક ફુટેઝમાં જોવા મળ્યું કે કેટલાલ લોકો ATM પાસે આવ્યા અને તેના ઉપરના ભાગને Master Keyથી ખોલ્યો. ત્યારબાદ તેમા સોફ્ટવેર અથવા કોઈ ડિવાઇસ ફિટ કર્યું. આમ કરતાની સાથે જ કોમ્પ્યુટરનું એક્સસેસ હેકર્સને મળી ગયુ. આ ઘટના પ્રકાશમાં આવતા જ યૂરોનેટ સર્વિસ ઇન્ડિયાના વકીલ શહઝાદ અલીએ કંપની તરફથી અજાણ્યા શખ્સો વિરુદ્ધ કેસ નોંધાવ્યો.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ એ જ ગેંગ છે, જેણે ગાજિયાબાદના નંદ ગ્રામના એક્સિસ બેંક ATMમાંથી પણ 17.50 લાખ રૂપિયા ચાઉં કર્યા હતા. ગાઝિયાહાદમાં પણ આ પ્રકારની પ્રથમ ઘટના હહતી. તેની તપાસ હજુ પણ ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને જગ્યાએ બનેલી ઘટનામાં એક-બે દિવસનું જ અંતર છે. તેનાથી અંદાજ લગાવી શકાય છે કે બંને ઘટનાના માસ્ટરમાઇન્ડ એક જ ગેંગ છે. બંને ઘટના એક્સિસ બેંકની જ છે.
ગત સોમવારની રાતે કેસ ફાઇલ થયા પછી મંગળવારની સવારે સાયબર સેલ અને બેંકની એક એક્સપર્ટ ટીમ ત્યાં પહોંચી અને તપાસ શરૂ કરી. કેસમાં પોલિસે ટેક્નિકલ એક્સપર્ટ પાસેથી એડવાઇસ લઇ હેકર્સને શોધવાના ચક્ર ગતિમાન કર્યા છે. બીજી તરફ જે ફુટેઝ મળી છે, તેમા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા શખ્સોના ચહેરા સ્પષ્ટ દેખાઇ રહ્યા છે…
માલવેર એક ખતરનાક કોમ્પ્યુટર સોફ્ટવેર હોય ચે, જેનો ઉપયોગ કોમ્પ્યુટરના કન્ટેન્ટ, ફાઇલ અથવા ઇન્ફોર્મેશનની ચોરી માટે કરવામાં આવે છે. તેના દ્વારા ગુપ્ત જાણકારીની ચોરી કરી શકાય છે. હવે સમયની સાથે તેનો ઉપયોગ ATM હેક કરવા માટે થઇ રહ્યો છે. ATMમાં ઇન્સ્ટોલ કરતાની સાથે જ આખી સિસ્ટમ ખરાબ થઇ જાય છે….
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…