Abhayam News
AbhayamSocial Activity

સુરત:-મુસ્કાન ફેમિલી દ્વારા વિધવા બહેનોના અભ્યાસ કરતા બાળકોને સ્ટેશનરીની વસ્તુનું વિતરણ કર્યું…

મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ-સુરત અને મુસ્કાન કામધેનુ મહિલા મંડળ- સુરત દ્વારા આયોજીત ગ.સ્વ. બહેનોના અભ્યાસ કરતા બાળકો ધોરણ 1 થી 12 વિદ્યાર્થીઓ માટે નોટબુક, પેન્સિલ અને પેનનું જોયન્સ ઈંગ્લીશ સ્કૂલ, વરાછા મેઈન રોડ ખાતે આજે વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં 13800 નોટબુકો, 2500 પેન્સિલો અને 7200 બોલપેનનું વિતરણ કરાયું હતું.

વધુમાં સંસ્થાનાં પ્રમુખ રાકેશભાઈ દાઢી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગં.સ્વ. બહેનોના અભ્યાસ કરતા કોલેજનાં વિદ્યાર્થીઓ માટે નોટબુકનું વિનામૂલ્યે આગામી વિતરણ તા. 1 જુલાઇ ગુરુવારનાં રોજ 4:00 થી 6:30 સુધી સરસ્વતી વિદ્યા સંકુલ, યોગીચોક ખાતે કરવામાં આવશે જેમાં પિતાના મરણ ના દાખલા ની ઝેરોક્ષ, વિદ્યાર્થીનું સ્કૂલ આઈ ડી ની ઝેરોક્ષ સાથે લાવવાની રહેશે,

30 જૂન પહેલા 8866292324, 9712942324 નંબર પર સવારે 9 થી સાંજે 7 દરમિયાન નામ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

આટલી શાળાઓ કોરોનામાં અનાથ થયેલા બાળકોની ફી બે વર્ષ સુધી માફ કરશે..

Abhayam

સુરતના વરાછા એફિલ ટાવરમાં ઉઠમણું

Vivek Radadiya

‘મહાદેવ બેટિંગ એપ’ કેવી રીતે બની ‘સટ્ટા કિંગ’, 

Vivek Radadiya