સચિવાલયના કર્મચારીઓને લઇ મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં હવે સચિવાલયમાં 10 મિનિટ મોડા આવનારની અડધી રજા ગણાશે. કર્મચારી 10 મિનિટ પણ ફરજ પર મોડો પડશે તો અડધી રજા ગણવામાં આવશે. અનેક વખત મોડા આવતા હોવીની ફરિયાદો ઉઠઈ હતી. અને કર્મચારીઓ સ્વાઇપ કાર્ડમાંથી મુક્તિ અપાયાનો ગેરફાયદો પણ ઉઠાવી રહ્યા હતા.
ગાંધીનગરમાં સચિવાલયના કર્મચારીઓને લઈને મોટા સમાચાર….
સરકારી કર્મચારીઓ 10 મિનિટ લેટ થશે તો અડધી રજા ગણાશે….
10 મિનિટ પણ ફરજ પર મોડા પડશે તો અડધી રજા ગણાશે….
સચિવાયલના કર્મચારીઓને જ આ નિર્ણય લાગુ પડશે….
ત્યારે હાલ સરકાર કોરોના પછી એક્ટિવ બની છે. અને સરકારની એક્ટિવનેસ સામે કર્મચારીઓની શિથિલતા નુકસાનકારક બની રહી હતી. દોઢ વર્ષથી ઘણા કામ પેન્ડિંગ છે તે પુરા કરવા પણ જરૂરી છે. ત્યારે કર્મચારી એક્ટિવ રહે તો સરકારની એક્ટિવિટી દેખાય જેને લઇ આ મહત્વનો નિર્ણય લેવાયો છે.
ત્યારે હવે જે કર્મચારી સચિવાલયમાં 10.40 બાદ આવ્યો હશે. તેને 6 વાગ્યા સુધી રહેવું પડશે. અને મોડા આવવા અને વહેલા જવા માટે ઉપરી અધિકારીને જાણ કરવી પડશે. ઉપલા અધિકારીની પૂર્વ મંજૂરી મેળવી જ વહેલા મોડા જઇ આવી શકાશે. ગાંધીનગરમાં હોવા છતા કર્મચારી મોડા આવવાની ફરીયાદ હતી.
કેટલાક કર્મચારીઓ કોઇને કોઇ બહાને વધારે સમય મોડા આવતા હતા. જેના કારણે કામગીરી પર અસર થતી હતી. સચિવાલયમાં બધા વિભાગો એકબીજા સાથે સંકળાયેલા હોય છે. ત્યારે કર્મી જો મોડા આવે તો તેની અસર અન્ય વિભાગના કામ પર પણ પડતી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…
1 comment
Comments are closed.