Abhayam News
AbhayamNews

દુનિયાનો ત્રીજો સૌથી મોટો ડાયમંડ આ દેશમાંથી મળ્યો , જાણો આટલા કેરેટનો છે..

દક્ષિણ આફ્રીકાના દેશ બોટ્સ્વાનામાં દુનિયાનો સૌથી મોટો ત્રીજો રફ ડાયમંડ મળી આવ્યો છે. અત્યારે આ ડાયમંડને પ્રદર્શન માટે રાખવામાં આવ્યો છે. બોટ્સ્વાનાની ડાયમંડ કંપની દેબસ્વાનાએ કહ્યું કે 1098 કેરેટનો એક રફ ડાયમંડ મળ્યો છે. કંપનીએ દુનિયાનો સૌથી મોટો ત્રીજા નંબરનો હીરો હોવાનો દાવો કર્યો છે.

આ ડાયમંડ 1 જૂને મળ્યો હતો જેને બોટ્સ્વાનાના રાષ્ટ્રપતિ મોકગ્વેતસી માસીસીને બતાવવામાં આવ્યો હતો. જો કે આ અમૂલ્ય રફ ડાયમંડ ની વેલ્યૂ કેટલી હશે તે નક્કી કરવામાં આવ્યું નથી. પણ એ વાત નક્કી છે કે બોટસ્વાના માટે આ ડાયમંડ અતિમૂલ્યવાન સાબિત થશે

દેબસ્વાનાના મેનેજિંગ ડિરેકટર લિનેટ આર્મસ્ટ્રોંગે કહ્યું કે આ દુનિયાનો ત્રીજા નંબરનો સૌથી મોટો હીરો હોવાનું માનવામાં આવે છે. લિનેટે કહ્યું કે આ એક દુર્લભ અને અસાધારણ સ્ટોન છે. હીરા અને બોટ્સ્વાનાના સંદર્ભમાં આ ડાયમંડનું ઘણું મહત્ત્વ છે. તેમણે કહ્યું કે આ ડાયમંડ સંઘર્ષ કરી રહેલાં રાષ્ટ્ર માટે આશાનું કિરણ છે.

અત્યારે આ હીરાનું કોઇ નામ રાખવામાં આવ્યું નથી. તમને આ ડાયમંડ વિશે ઘણી બધી વાતો જાણવામાં રસ હશે. તો આ ડાયમંડ 77 મિમી લાંબો, 52 મિમી પહોળો અને 27 મિમી મોટો છે. દેબસ્બાનાના ઇતિહાસમાં મળનારો રત્નના ગુણો વાલો સૌથી મોટો પત્થર છે. દેબસ્વાના બોટસ્વાનાની સરકાર અને વિશ્વની જાણીતા ડાયમંડ કંપની ડિ બીયર્સની વચ્ચેનું એક સંયુકત સાહસ છે..

દુનિયાનો સૌથી મોટો ડાયમંડ 1905માં દક્ષિણ આફ્રિકામાં મળ્યો હતો જે 3106 કેરેટનો હતો. એ પછી દુનિયાનો સૌથી મોટો હીરો 2015માં બોટસ્વાનામાં મળ્યો હતો જે 1109 કેરેટનો હતો.

લિનેટ આર્મસ્ટ્રોંગે કહ્યું કે આ દુર્લભ સ્ટોનને ડી બીયર્સ કે સરકારી માલિકીનિ ઓકોવાંગો ડાયમંડ કંપનીને વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી.

મંત્રીએ કહ્યુ કે કોરોના મહામારીમાં દેબસ્વાનાના હીરા ઉત્પાદનમાં 2020માં ઘટાડો જોવા મળ્યો હતો અને વેચાણ 30 ટકા ઘટયું હતું.

બોટસ્વાના ખાણ અને ખનિજ મંત્રી લેફોકો મોગીએ કહ્યું હતું આનાથી ઉત્તમ કોઇ સમય ન હોય શકે જયારે કોરોના મહામારીના સમયમાં આ ડાયમંડ મળ્યો છે. કોવિડ-19ને કારણે ડાયમંડ ઉદ્યોગ પણ પ્રભાવિત થયો હતો.બોટસ્વાનાની સરકારને આ હીરાના વેચાણમાંથી 80 ટકા લાભ રોયલ્ટી અને ટેકસના સ્વરૂપમાં મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ટૂંક સમયમાં થઈ શકે છે ઘટાડો 

Vivek Radadiya

24 કલાકમાં નોંધાયા 602 નવા કેસ

Vivek Radadiya

ગુરપતવંત સિંહ પન્નુએ ભારત પર હુમલાનો ધમકીભર્યો વીડિયો જાહેર કર્યો

Vivek Radadiya