ડ્રાઇવિંગ લાયસન્સ, રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ, ફીટનેસ સર્ટીફીકેટ સહિત અન્ય ડૉક્યુમેન્ટ્સની વેલિડીટી સરકારે વધારી દીધી છે.
કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા સરકારે એકવાર ફરી તેની વેલિડીટી વધારી દીધી છે અને હવે આ ડૉક્યુમેન્ટ્સ 30 સપ્ટેમ્બર સુધી માન્ય રહેશે. પહેલા આ ડૉક્યુમેન્ટની વેલિડીટી 30 જૂન સુધી જ માન્ય હતી.
માર્ગ અને પરિવહન મંત્રાલય તરફથી આવેલા આદેશ મુજબ આ ડૉક્યુમેન્ટ્સ 1 ફેબ્રુઆરી, 2020 સુધી એક્સપાયર થઇ ગયા હતા અથવા 30 સપ્ટેમ્બર 2021 સુધી એક્સ્પાયર થશે અને લૉકડાઉનના પ્રતિબંધોના કારણે રિન્યુ થઇ શક્યા નથી.
ડ્રાઇવિંગ લાયસન્સની વેલિડીટી વધી..
30 જૂને માન્યતા થવાની હતી સમાપ્ત…
હવે સપ્ટેમ્બર સુધી રહેશે વેલિડ..
સરકારે કોરોના મહામારીના કારણે 6 વાર ડ્રાઇવિંગ લાયસન્સની વેલિડીટી વધારી હતી. 30 માર્ચ 2020, 9 જૂન 2020, 24 ઓગસ્ટ 2020, 27 ડિસેમ્બર 2020, 26 માર્ચ 2021 આ 6 વાર વેલિડીટી વધારી હતી.
નાગરિકોને ટ્રાંસપોર્ટ સંબંધિત કોઇ સેવામાં પ્રોબ્લેમ ન થાય અને બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં કહેવામાં આવ્યુ છે કે આ નિયમને તત્કાલ પ્રભાવથી લાગૂ કરવામાં આવે જેથી ટ્રાંસપોર્ટ્સ અને બીજી સંસ્થાઓ આ મુશ્કેલ ઘડીમાં કામ કરી રહી છે તેને કોઇ પ્રકારની પ્રતાડના અને મુશ્કેલી ન આવે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…