અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ખરીદવામાં આવેલી જમીન પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. જમીનની ખરીદીમાં કૌભાંડનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. અયોધ્યાના પૂર્વ ધારાસભ્ય અને સમાજવાદી પાર્ટી સરકારમાં રાજ્ય મંત્રી રહેલા તેજ નારાયણ પાંડે ઉર્ફ પવન પાંડેએ પ્રેસ કોન્ફરન્સ કરીને સવાલ ઉઠાવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે 2 કરોડમાં જમીનની ડીલ થઇ અને એ જ દિવસે પછી 18.5 કરોડમાં એગ્રીમેન્ટ થયું. એગ્રીમેન્ટ અને ડીલ બંનેમાં જ ટ્રસ્ટી અનિલ મિશ્રા અને મેયર ઋષિકેશ ઉપાધ્યાય સાક્ષી છે.
પવન પાંડેનો દાવો છે કે 17 કરોડ RTGS કરવામાં આવ્યા, કયા કયા ખાતાઓમાં પેમેન્ટ થયું તેની તપાસ થવી જોઈએ. પ્રભુ શ્રી રામના નામ પર જમીન ખરીદવામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. 12080 વર્ગ મીટર એટલે કે 1.208 હેક્ટર જમીનની ડીલ અને એગ્રીમેન્ટ થયું. બાબા હરીદાસે, સુલતાન અન્સારી અને રવિ મોહન તિવારીને વેચી અને તેને જ ટ્રસ્ટે ખરીદી. 10 મિનિટમાં જમીનની કિંમત 16 કરોડ વધી ગઈ. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના નેતા ચંપત રાયે અધિકારીક પત્ર જાહેર કરીને આ આરોપોનું ખંડન કર્યું છે.
આમ આદમી પાર્ટીએ પણ આ બાબતે આરોપ લગાવ્યા છે. પાર્ટીનું કહેવું છે કે 2 કરોડની ખરીદવામાં આવેલી જમીનને થોડી જ મિનિટો બાદ રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા 18.5 કરોડની ખરીદી માટે એગ્રીમેન્ટ કરવામાં આવ્યા. ટ્રસ્ટ રજીસ્ટર્ડ એગ્રીમેન્ટ કરીને 16.7 કરોડની ચૂકવણીનો દાવો કરી ચૂક્યું છે. આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે કહ્યું કે 2 કરોડની જમીન ખરીદી અને 18 કરોડનું એગ્રીમેન્ટ, બંનેમાં રામ જન્મભૂમિ ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રા સાક્ષી છે. તેમનું કહેવું છે કે આ રીતેની હેરાફેરી કરીને દાનના પૈસાઓમાં 16 કરોડનો લોચો મારવામાં આવ્યો છે. આ મની લોન્ડ્રિંગનો મામલો છે. તાત્કાલિક આ મામલે CBI અને ED પાસે તપાસ કરાવવામાં આવે.
તેમણે કહ્યું કે વાસ્તુ અનુસાર સુધાર માટે મંદિર પરિસરના પૂર્વ અને પશ્ચિમ દિશામાં યાત્રાને સુલભ બનાવવા અને મંદિર પરિસરની સુરક્ષા માટે કેટલાક નાના મોટા મંદિર અને ગૃહસ્થોના મકાન ખરીદવાની જરૂરિયાત છે. જેમાં મકાન ખરીદવામાં આવશે, તેમના પુનર્વાસ માટે જમીન આપી દેવામાં આવશે. આ કામ માટે ભૂમિની ખરીદી કરવામાં આવી રહી છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રએ અત્યાર સુધી જેટલી જમીન ખરીદી છે, તે ખુલ્લા બજારની કિંમતથી ખૂબ ઓછી છે. લોકો રાજનૈતિક વિદ્વેષથી પ્રેરિત થઈને ભ્રમ ફેલાવી રહ્યા છે.
તેમણે કહ્યું કે 18 માર્ચ 2021ના રોજ જ લગભગ 10 મિનિટ પહેલા ડીલ પણ થઇ અને પછી એગ્રીમેન્ટ પણ. જે જમીનને 2 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી હતી એ જ જમીનનું 10 મિનિટ બાદ 18.5 કરોડમાં એગ્રીમેન્ટ કેમ થયું? પવન પાંડેએ સવાલ ઉઠાવ્યો છે કે મિનિટોમાં 2 કરોડની કિંમતની જમીન 18.5 કરોડ કઈ રીતે થઈ ગઈ? રામ મંદિરના નામ પર જમીન ખરીદવાના બહાને રામ ભક્તોને છેતરવામાં આવી રહ્યા છે. તેમણે એવો પણ દાવો કર્યો છે કે જમીન ખરીદવાનો આખો ખેલ મેયર અને ટ્રસ્ટીને ખબર હતી. આ આખી બાબતે CBI તપાસ થવી જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…