કોરોના વેક્સીનેશન પછી મળનારા સર્ટિફિકેટ પર પ્રધાનમંત્રી મોદીની તસવીરને લઇ વિવાદ હજુ પણ ચાલી જ રહ્યો છે. વેક્સીનેશન પછી મળનારા સર્ટિફિકેટ પર પ્રધાનમંત્રી મોદીની તસવીરને લઇ હજુ પણ વિપક્ષ કેન્દ્ર પર નિશાનો સાધતા રહે છે. જાણ હોય તો થોડા સમય પહેલા જ વેક્સીનેશન સર્ટિફિકેટ પર પ્રધાનમંત્રીની તસવીરને લઇ પંજાબના એક પ્રોફેસરે તો વેક્સીન લેવાની જ ના પાડી દીધી હતી. ઘણાં રાજ્યોની સરકારે પણ આનો વિરોધ કર્યો હતો. ઝારખંડના મુખ્યમંત્રીનું કહેવું હતું કે, જ્યારે રાજ્ય પોતાના ભાવે વેક્સીનની વ્યવસ્થા કરી રહી છે તો સર્ટિફિકેટ પર મોદીની તસવીર શા માટે. તો સોશિયલ મીડિયા પર અમુક વર્ગના લોકોએ વેક્સીનેશન સર્ટિફિકેટ પર પ્રધાનમંત્રીની તસવીરને લઇ ટીકા કરી હતી.
જણાવી દઇએ કે, બંગાળ સરકાર દ્વારા આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે થોડા મહિના પહેલા TMCએ વેક્સીનેશન સર્ટિફિકેટ પર પ્રધાનમંત્રીની તસવીરને લઇ ભાજપા અને PM મોદીની ટીકા કરી હતી. 2021માં બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન TMCએ આ મુદ્દા પર ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. આચાર સંહિતાના ઉલ્લંઘનને લઇ ફરિયાદ કરવામાં આવી હતી.
આ બધાંની વચ્ચે હવે પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારે મોટો નિર્ણય લેતા હવે કોરોના વેક્સીનેશન પછી મળનારા સર્ટિફિકેટ પર પ્રધાનમંત્રી મોદીની તસવીર બદલવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર તરફથી થનારા ત્રીજા ચરણના વેક્સીનેશનમાં 18-44 વર્ષના લોકોને વેક્સીનેશન પછી તેમને મુખ્યમંત્રી મમતા બેનર્જીની તસવીરવાળું સર્ટિફિકેટ આપવામાં આવશે. તસવીરની સાથે પ્રમાણપત્રમાં બંગાળી અને અંગ્રેજીમાં ‘બી અલર્ટ, બી સેફ’ નારો આપવામાં આવ્યો છે. આ પહેલા છત્તીસગઢ સરકાર પણ આવું કરી ચૂકી છે.
મમતા બેનર્જી ઘણીવાર માગ કરી ચૂક્યા છે કે દરેકને વેક્સીન ફ્રીમાં લગાવવામાં આવે. તેમણે સર્ટિફિકેટ પર પ્રધાનમંત્રીની તસવીરને લઇ પણ ટીકા કરી હતી. જોકે, હવે TMCને લાગે છે કે મુખ્યમંત્રી મમતાની તસવીર સર્ટિફિકેટ પર હોવી ખોટું નથી. પાર્ટીના નેતા સૌગત રૉયે કહ્યું કે, આ પહેલા ભાજપાઇ લોકોએ કર્યું છે. જો તેઓ આવું કરી શકે છે તો અમારી તરફથી પણ કરવામાં આવી શકે. તેઓ આવું ન કરતે તો અમે પણ કરતે નહીં.
TMC સરકારના આ નિર્ણયથી ભાજપા ભડકી છે. ભાજપાના સીનિયર નેતા અને રાજ્ય પ્રવક્તા સમિક ભટ્ટાચાર્યે કહ્યું કે TMC પ્રધાનમંત્રી પદની ગરિમાને સ્વીકારી રહી નથી. TMC એક અલગ દેશની જેમ વર્તન કરી રહી છે. તેઓ માનવા તૈયાર નથી કે તેઓ જ્યાં છે તે ભારતનું રાજ્ય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…