Abhayam News
AbhayamNews

શહેર બાદ હવે ગામડાઓમાં મ્યુકરમાઈકોસિસના કેસો વધ્યા…

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. જયારે આવા સમયમાં કોરોનાની આડઅસરને કારણે એક નવો ગંભીર રોગ મ્યુકરમાઈકોસિસથી લોકો પીડાઈ રહ્યા છે.દેશમાં સૌથી વધુ મ્યુકોરમાઈકોસીસના દર્દીઓ ગુજરાત રાજ્યમાં નોંધાયા છે.

છેલ્લા ૨૪ કલાકમાં મ્યુકરમાઈકોસિસના સૌથી વધુ કેસ રાજકોટ શહેરમાં નોંધાયા છે. રાજકોટ શહેરમાં નવા ૨૦ કેસો, જયારે વડોદરા શહેરમાં નવા ૧૯ કેસો, અમદાવાદ શહેરમાં નવા ૧૪ કેસો, સુરત શહેરમાં નવા ૬ કેસો અને  શહેરમાં નવા ૩ મ્યુકરમાઈકોસિસના કેસો નોંધાયા છે. જયારે શહેરની સાથે ગામડાઓમાં પણ મ્યુકરમાઈકોસિસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

ગુજરાત રાજ્યમાં મ્યુકરમાઈકોસિસથી પીડિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યના પાંચ શહેરોમાં છેલ્લા ૨૪ કલાકમાં મ્યુકરમાઈકોસિસના નવા 62 કેસ નોંધાયા છે. જયારે ૭ જેટલા દર્દીઓએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. હાલના સમયમાં જ અમદાવાદ શહેરની સિવિલ હોસ્પીટલમાં જ મ્યુકરમાઈકોસિસના ૬૦૦ કરતા વધુ કેસ નોંધાઈ ચુક્યા છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસના 600થી વધુ કેસ નોંધાય ચુક્યા છે. જયારે મ્યુકરમાઈકોસિસના 140 જેટલા દર્દીઓ ઓપરેશન માટે વેઈટિંગમાં છે. તો આજ સુધીમાં 37 જેટલા દર્દીઓના મૃત્યુ થયા છે.

મ્યુકોરમાયકોસિસએ એક પ્રકારની ફૂગથી થતો ઘાતક રોગ છે. આ ફૂગ આપણાં પર્યાવરણમાં સામાન્ય રીતે જમીનમાં જોવા મળે છે, મોટા ભાગે જમીન પર પડેલા સડતા પાંદડા, છાણ કે કોહવાતા કાર્બનિક પદાર્થોમાં આ ફૂગ પેદા થાય છે. આ ફૂગના કણો અથવા ફંગલ સ્પોર હવામાં હોય પણ સામાન્ય રોગ પ્રતિકારક શક્તિ ધરાવતાં લોકોને આ ફૂગ બહુ અસર નથી કરતી. પણ જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ ગઈ હોય અને અન્ય બીમારીઓ હોય તેમને એ ચેપ લગાડી શકે છે અને આ ચેપ ખુબ જ ગંભીર હોય છે

કોરોનાકાળમાં રોગપ્રતિકારક તંત્રની અતિ સક્રિયતાને ઓછી કરવા દરેક દર્દીને સ્ટેરોઈડ અને ગણ્યા ગાંઠ્યા દર્દીઓને ટોસિલીજુમાબ જેવી દવાઓ આપવાની ફરજ પડે છે. મૂળે આ દવાઓ રોગ પ્રતિકારક તંત્રને નિયંત્રિત કરી શરીરને સાઇટોકાઇન સ્ટ્રોમથી બચાવી લે છે. પણ આમ કરવા જતાં શરીરની ઇમ્યુનિટીને (રોગપ્રતિકારક શક્તિ) થોડી ધીમી પડે છે. આ સ્થિતિનો લાભ આ ફૂગ ઝડપી લે છે.

સદભાગ્યે આ ફૂગથી બચવા પણ માસ્કની જ સલાહ આપવામાં આવે છે. હયૂમીડીફાયર (નવું ભીનાશ વાળું ઓક્સિજન માસ્ક વાપરવો), ઓક્સિજન સિલિન્ડરના હયૂમીડીફાયરમાં પણ સાદું ઘરેલુ પાણીના બદલે નોર્મલ સલાઈનનું પાણી ભરવું. દરેક દર્દી માટે ઓક્સિજન માસ્ક તદ્દન નવું જ વાપરવું (ડીસ્પોસેબલ). સૌથી અગત્યની વાત ડાયાબિટીસને કાબુમા રાખવી ખુબ જરૂરી છે. અને નિષ્ણાત અને અનુભવી ડોક્ટરની સલાહ મુજબ વર્તવું જોઈએ.

સર્જિકલ ઉપચાર ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. સર્જિકલ ઉપચાર ખૂબ સખત હોઈ શકે છે. આ રોગ નાકમાંથી પ્રવેશતો હોવાથી નાક, કાન અને ગળાના ડોક્ટર ફ્રન્ટ લાઈન વોરિયર (મુખ્ય સર્જન) તરીકે અગ્ર ભાગ ભજવે છે. નાક દ્વારા દૂરબીન નાખીને સાયનસમાં જામી ગયેલ કાળી ફુગને નિપુણતાથી એટલે કે કાળજીપૂર્વક સંપૂર્ણ પણે કાઢવી પડે છે, જેની માટે વિશેષ અભ્યાસ અને નાક, કાન અને ગળામાં ઉચ્ચ તાલીમ પામેલા ડોક્ટર જ સક્ષમ હોય છે. ઘણી વખત મ્યુકોરમાર્ઇકોસિસનો રોગ વધારે ફેલાઈ ગયો હોય, જેમાં આંખ, તાળવું પણ હોમાઈ ગયું હોય તો આ સડી ગયેલી આંખ અને તાળવું કાઢવા માટે નિષ્ણાત પ્લાસ્ટિક સર્જન અને આંખના સર્જનના સહયોગ જરૂરી છે. જો દર્દી અને સગાં સાવચેત ન રહે અને ઓપરેશન માટે ઢીલ કરે તો રોગ મગજમાં ઘુસી જઈને દર્દીના મોતનું કારણ બને છે.

મ્યુકરમાયકોસિસના કિસ્સા જૂજ જોવા મળે છે પણ તેમાં મૃત્યુદર ખૂબ જ ઊંચો છે. આ રોગ નવો નથી પણ છેલ્લા થોડા દિવસોમાં કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓમાં આ રોગનું અસ્વાભાવિક પ્રમાણ જોવા મળ્યું એટલે આ રોગ ચર્ચામાં આવ્યો છે પણ સાચી જાણકારી અને સારવાર વડે આ રોગથી પણ લડી જ શકાય છે. ખાસ તમને જણાવી દઈએ કે, આ લેખ માત્ર મેડિકલ જાણકારી સામાન્ય લોકોને મળે અને ખોટો ભય દૂર થાય તે માટે છે.

– અનિયંત્રિત ડાયાબિટીસ
– નાક બંધ
– નાકમાંથી ડિસ્ચાર્જ (ડહોળાયેલું અથવા ગંદુ પાણી નીકળે)
– માથાનો દુખાવો
– આંખો આસપાસ દુખાવો
– આંખોમાં સોજો
– મોં અને નાકની ત્વચાના રંગમાં ફેરફાર (કાળી પડી જાય)

સૌથી પહેલા તો તમારી નજીકની ઇ એન.ટી. સર્જનની મુલાકાત લેવી જોઈએ. મ્યુકોરમાર્ઇકોસિસ ખૂબ જ ગંભીર અને જીવલેણ સ્થિતિ છે અને તેના માટે સમયસર અને આક્રમક વ્યવસ્થાપન જરૂરી છે. તે એક ડોકટરના બસની વાત નથી પરંતુ ડોકટર ટીમની જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

વાવાઝોડું ગયું અને તબાહી છોડતું ગયું:-જાણો ગુજરાતમાં કેટલા કરોડનું થયું નુક્શાન?

Abhayam

23 ડિસેમ્બરે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી

Vivek Radadiya

દિલ્હીની જેમ ગુજરાત સરકારમાં પણ ફેરબદલના સંકેત? જાણો આ મંત્રીઓની વિદાય થઈ શકે છે…

Abhayam