બરફની ખીણ કહેવાતા એન્ટાર્કટિકામાંથી બરફનો એક વિશાળ પહાડ તૂટીને અલગ થઈ ગયો છે. તેને દુનિયાનો સૌથી મોટો હિમખંડ ગણાવવામાં આવી રહ્યો છે. આ હિમખેડ 170 કિલોમીટર લાંબો છે અને આશરે 25 કિલોમીટર પહોળો છે. યુરોપીય સ્પેસ એજન્સીની સેટેલાઈટ તસવીરોમાં દેખાઈ રહ્યું છે કે, એન્ટાર્કટિકાના પશ્ચિમી હિસ્સામાં સ્થિત રોન્ને આઈસ સેલ્ફથી આ મહાકાય બરફનો ટુકડો તૂટ્યો છે. આ હિમખંડના તૂટવાથી દુનિયામાં ડરનો માહોલ છે.
આ હિમખંડ તૂટ્યા બાદ હવે વેડડ્લ સમુદ્રમાં સ્વતંત્ર થઈને તરી રહ્યો છે. આ મહાકાય હિમખંડનો સમગ્ર આખાર 4320 કિલોમીટર છે. તે દુનિયામાં સૌથી મોટો હિમખંડ બની ગયો છે. તેને A -76 નામ આપવામાં આવ્યું છે. આ હિમખંડ તૂટવાની તસવીર યુરોપિય યુનિયનના સેટેલાઈટ કાપરનિક્સ સેન્ટીનલે લીધી છે. આ સેટેલાઈટ ધરતીના ધ્રુવીય વિસ્તાર પર નજર રાખે છે. બ્રિટનના એન્ટાર્કટિકા સર્વે દળે સૌથી પહેલા આ હિમખંડના તૂટવા અંગે જણાવ્યું હતું.
નેશનલ સ્નો એન્ડ આઈસ ડેટા સેન્ટરના જણાવ્યા અનુસાર, આ હિમખંડના તૂટવાથી સમુદ્રના જળસ્તરમાં ડાયરેક્ટ વૃદ્ધિ નહીં થશે, પરંતુ અપ્રત્યક્ષરીતે જળસ્તર વધી શકે છે. એટલું જ નહીં, ગ્લેશિયર્સના વહેવાની પ્રક્રિયા અને બરફની ધારાઓની ગતિને ધીમું કરી શકે છે. સેન્ટરે ચેતવણી આપી છે કે, એન્ટાર્કટિકા ધરતીના અન્ય હિસ્સાઓની સરખામણીમાં વધુ ઝડપથી ગરમ થઈ રહ્યું છે. એન્ટાર્કટિકામાં બરફના રૂપમાં એટલું પાણી જમા છે, જેના પીગળવાથી દુનિયાભરમાં સમુદ્રનું જળસ્તર 200 ફૂટ સુધી વધી શકે છે.
વૈજ્ઞાનિકોનું માનવું છે કે, A-76 જળવાયુ પરિવર્તનના કારણે નહીં, પરંતુ પ્રાકૃતિક કારણોને લઈને તૂટ્યો છે. બ્રિટિશ એન્ટાર્કટિકા સર્વે દળની વૈજ્ઞાનિક લૌરા ગેરિશે ટ્વીટ કરીને કહ્યું હતું કે, A-75 અને A-74 બંને પોતાની અવધુ પૂર્ણ થઈ ગયા બાદ પ્રાકૃતિક કારણોસર અલગ થયા છે. તેમણે કહ્યું કે, હિમખંડોના તૂટવાની ગતિ પર નજર રાખવાની જરૂર છે, પરંતુ હાલ તેમનું તૂટવું અપેક્ષિત છે. નેચર પત્રિકા અનુસાર, વર્ષ 1880 બાદ સમુદ્રના જળસ્તરમાં સરેરાશ 9 ઈંચનો વધારો થયો છે. તેમાંથી એક તૃતિયાંશ પાણી ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકાનો બરફ પીગળવાને કારણે આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે
1 comment
Comments are closed.