Abhayam News
AbhayamSocial Activity

સેવાનાં સથવારે તાત્કાલિક ધોરણે શરૂ કરાયેલા ઘેટી આઈસોલેશન સેન્ટરમાં સુરતના તબીબોએ સારવાર આપી….

ઘેટી એટલે પાલીતાણા તાલુકાનું દસ હજારથી વધુની વસ્તી ધરાવતું ગામ. જ્યાં કપિલભાઈ લાઠીયા અને એમની ટીમ દ્વારા સ્થાનિક ત્રણ ડોક્ટરોની મદદ લઈ અને મહેશભાઈ સવાણીનાં માર્ગદર્શન હેઠળ આ વિસ્તારમાં તાત્કાલિક ધોરણે ઓક્સિજન બોટલોની વ્યવસ્થા તેમજ બીજી તમામ પ્રકારની સુવિધાઓ સાથે દર્દીઓ માટે નિઃશુલ્ક આઇસોલેશન સેન્ટરની વ્યવસ્થા કરાઇ છે. ત્યાં આજુબાજુના ગામડાઓમાં કેસોની સંખ્યા વધી જતાં તાબડતોબ રીતે ઘેટી ગામમાં બીજા જ દિવસે આ રીતે આઈસોલેશન વોર્ડ શરૂ કરાયું હતું. જેમાં અત્યારે 60 દર્દીઓ વિનામૂલ્યે સારવાર લઈ રહ્યા છે. અહી દરેક રાજકીય પક્ષનાં સભ્યો પોતાની રાજકીય વિચારધારાને સાઈડ પર મૂકી સાથે મળીને માનવતાનું કાર્ય કરી રહ્યા છે.

સેવા સંસ્થા અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ અંતર્ગત ચાલી રહેલું વતનની વ્હારે અભિયાન જેમાં સુરતથી પધારેલ તબીબ ડો.શૈલેષભાઈ ભાયાણી, ડો. રમેશભાઈ નકુમ, ડો. ચેતનભાઈ વાઘાણી, ડો. નરેન્દ્રભાઈ પટેલ એ આ આઇસોલેશન સેન્ટરની મુલાકાત લઈ દર્દીઓની સારવાર કરીને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. તેમની સાથે મારુતિ વીર જવાન યુવા ટીમનાં કરૂનેશભાઈ રાણપરિયા, હિતેશભાઈ ગોયાણી, હિતેશભાઈ ભિકડિયા, જીતુભાઈ શેલડીયા ની સાથે વિપુલભાઈ બુહા, વિપુલ સાચપરા અને ટીમના અન્ય સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે.

Related posts

જાણો ગુજરાત સરકારનો આદેશ:-માસ્ક પહેર્યું ન હોય તેનો જ દંડ ટ્રાફિક પોલીસ લેશે,થશે મોટી રાહત.

Abhayam

સુરત : સુરતવાસીઓએ પાણી કાપનો સામનો કરવો પડશે

Vivek Radadiya

ચૂંટણી પહેલા રામ રહીમ ફરી એકવાર જેલમાંથી બહાર

Vivek Radadiya