સુરત એ કર્ણ ની ભૂમિ કહેવાય છે કર્ણ ની ભૂમિ એટલે કે દાન ધર્મ અને સેવા ની ભૂમિ કોરોના ની મહામારી માં લોકો ની સેવા કરવા માટે છાત્ર યુવા સંઘર્ષ સમિતિ આગળ આવ્યું
છેલ્લા ઘણાં સમય થી સુરત શહેર કોરોના ની જળ માં ફસાયેલું છે તેવા માં સુરત ની ઘણી સંસ્થા આગળ આવી છે એવા માં સુરત ના છાત્ર યુવા સંઘર્ષ સમિતિ ના વિધાર્થી ઓ લોકો ની દિવસ રાત કરી રહ્યા છે સેવા .છેલ્લા એક મહિના થી પણ વધૂહ સમય થી છાત્ર યુવા સંઘર્ષ સમિતિ ના વિધાર્થી ઓ પ્રમુખ દર્શિત કોરાટ ની આગેવાની માં કરી રહ્યા છે સેવા .તે સાથે છાત્ર યુવા સંઘર્ષ સમિતિ સુરત ના વિદ્યાર્થી એવા અભીષેક સોનાણી,વીવેક પટોલીયા ,કિશન ઘોરી,પ્રદિપ કાકડિયા,સ્મિત ઠુંમર,હિલ ગંગાણી તથા છાત્દ્રાર યુવા સંઘર્રાષ સમિતા ના વિદ્યાર્થી દ્વારા આઈસોલેશન વોડૅમાં સેવા આપવામાં આવી રહી છે.
હાલમાં ડોકટરો,નસીગૅ સ્ટાફ જયારે બધાય કોરોના ની સેવામાં લાગયા છે ત્યારે છાત્ર યુવા સંઘર્ષ સમિતિ સુરત વિદ્યાર્થીઓ પણ પોતાનાથી બનતી સેવા કરી રહયા છે,સુરત આખું વિદ્યાર્થી ઓનું કરીર રહ્યું છે.સો સો સલામ આ વિદ્યાર્થી કે આવુ સરસ માનવતાવાદી કામ અવિરત પણે કરે રહયા
આ વિધાર્થી સંઘ દ્વારા થોડાક ટાઈમે દર્દીઓનું ઓક્સિજન લેવલ ચેક કરવામાં આવે છે સાથે દર્દીઓને સમયસર ભોજન પણ પૂરું પાડવામાં આવે છે. જે કોરોનગ્રસ્ત દર્દીઓ વૃદ્ધ હોય તે પોતાની અશક્તિને કારણે ખાઈ ન શકતા હોય તો તેવા દર્દીઓને વિધાર્થીઓના હાથ દ્વારા ખવડાવવામાં આવે છે. સાથે આ CYSS ટીમના વિદ્યાર્થીઓ કોવિદ સેન્ટરની પણ સફાઈ કરી રહ્યા છે. સાથે તમામ દર્દીઓનું ઓક્સિજન લેવલ પણ ચેક કરવામાં આવે છે.
કોરોનગ્રસ્ત દર્દીઓના હાલચાલ અને તબિયતનું સતત ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને છાત્ર યુવા સંઘર્ષ સમિતિ સુરત પોતાનાથી થાય એટલી તમામ સેવા ખડે પગે કરી રહી છે. વિધાર્થીઓ પોતાની કે પોતાના પરિવારની પરવાહ કર્યા વગર આ સેવા કરી રહ્યા છે જે ખુબ ગર્વની વાત કહી શકાય. છાત્ર યુવા સંઘર્ષ સમિતિ સુરતનો મુખ્ય હેતુ એ છે કે આવા કપરા કાળમાં લોકોની કઈ પણ સેવા થઇ શકે એ કરવા તૈયાર છે.
સલામ છે આવા વિધાર્થીઓને જે પોતાના જીવની પરવાહ કર્યા વગર સતત ખડે પગે લોકોની સેવા કરી રહ્યા છે. આ પરથી કહી શકાય કે હવે વિધાર્થીઓમાં પણ માનવતા મહેકી ઉઠી છે અને અવિરત લોકોની સેવા કરી રહ્યા છે.