Abhayam News
AbhayamNews

આ સમાજે આંદોલન કરીને મેળવેલી અનામત સુપ્રીમ કોર્ટે રદ કરી દીધી- જાણીને ચોકી જશો…

અનામતને લઇને દેશમાં અનેક પ્રકારની રેલીઓ અને તોફાનો થયા છે. ગુજરાતમાં પણ અનામત આંદોલન થઇ ચુક્યું છે. ત્યારે મહારાષ્ટ્રમાં સમય અગાઉ મરાઠાઓને અનામત આપવામાં આવી હતી પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા બુધવારે મહારાષ્ટ્રમાં મરાઠા અનામતને રદ કરી દેવામાં આવી છે.

વધુમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઈન્દિરા સાહનીના કેસમાં બીજી વખત વિચાર કરવાની જરૂર નથી. મહારાષ્ટ્રમાં કોઈ ઈમરજન્સીની સ્થિતિ ન હતી કે મરાઠા આરક્ષણ જરૂરી બની જાય. આ સિવાય કોર્ટે નોંધ્યું કે અત્યાર સુધી મરાઠા આરક્ષણથી મળેલી નોકરીઓ અને એડમિશન યથાવત રહેશે, જોકે આગળ આરક્ષણ મળશે નહિ.

9 ડિસેમ્બરે, સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં મરાઠા અનામત પર વચગાળાના મુદત લગાવવાના નિર્ણયને બદલવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપ્યો હતો. બોમ્બે હાઈકોર્ટે મરાઠાઓને 12 ટકાથી લઈને 13 ટકા સુધી અનામત આપવાનું કહ્યું હતું. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને જવાબ દાખલ કરવા જણાવ્યું હતું કે શું ધારાસભ્યો કોઈ પણ જાતિને અનામત આપવા માટે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાહેર કરવામાં સક્ષમ છે કે નહીં.

આ મામલે સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું છે કે, મરાઠા અનામત 50 ટકાથી વધુ ન હોઈ શકે. આ સમાનતાનું ઉલ્લંઘન કરે છે. સુપ્રીમ કોર્ટે અનામતની સીમા 50 ટકા પર નક્કી કરવાના 1992ના મંડલ નિર્ણયને બેન્ચની પાસે મોકલવાનો ઇન્કાર કરી દીધો. સાથોસાથ કોર્ટે સરકારી નોકરીઓ અને એડમીશનમાં મરાઠા સમુદાયને અનામત આપવા સંબંધી મહારાષ્ટ્રના કાયદાને રદ કરતાં તેને ગેરબંધારણીય કરાર કર્યો.

તમને જણાવી દઈએ કે, 26 માર્ચે મરાઠા અનામત વિરુદ્ધ થયેલ અરજી પર 10 દિવસની મેરેથોન સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટના બંધારણીય બેંચ દ્વારા નિર્ણય અનામત રાખવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે ચકાસણી કરશે કે રાજ્યો 50 ટકાથી વધુ અનામત આપી શકે છે કે નહીં. શું 1992 માં આપવામાં આવેલા ઇન્દિરા સાહની ચુકાદા પર ફરીથી વિચાર કરવાની જરૂર છે? શું ઇન્દિરા સાહની જજમેન્ટને મોટી બેંચમાં મોકલવાની જરૂર છે કે નહીં? ઇન્દિરા સહોની જજમેન્ટમાં અનામત માટે 50 ટકાની મર્યાદા નક્કી કરવામાં આવી છે.

અલગ-અલગ સમાજ અને આર્થિક રૂપથી નબળા લોકોને આપવામાં આવેલા આરક્ષણનો સરવાળો કરીએ તો મહારાષ્ટ્રમાં લગભગ 75 ટકા આરક્ષણ થઈ ગયું છે. 2001ના રાજ્ય આરક્ષણ અધિનિયમ પછી મહારાષ્ટ્રમાં કુલ આરક્ષણ 52 ટકા હતું. 12-13 ટકા મરાઠા કોટાની સાથે રાજ્યમાં કુલ આરક્ષણ 64-65 ટકા થઈ ગયું હતું. કેન્દ્ર તરફથી 2019માં જાહેર આર્થિક રીતે નબળા વર્ગ(EWS) માટે 10 ટકા કોટા પણ રાજ્યમાં લાગુ છે.

Related posts

ટ્રક ચાલકોની હડતાળને લઈ ઈંધણની અછતની વાત થઈ વહેતી

Vivek Radadiya

ભારતની મોસ્ટ વોન્ટેડની યાદીમાં દાઉદ TOP 5માં સામેલ

Vivek Radadiya

ગુજરાત અને બિહારમાં દારૂ પર પ્રતિબંધ

Vivek Radadiya