કોરોના મહામારીના કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગ (2021)ની બાકીની મેચમાંથી મોટાભાગની મુંબઈ શિફ્ટ કરવામાં આવી શકે છે. BCCI સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે મુંબઈમાં આ વિશેની તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સોમવારે KKRના બે ખેલાડીએ વરુણ ચક્રવર્તી અને સંદીપ વોરિયરના કોરોના પોઝિટિવ આવ્યા પછી હોબાળો શરૂ થઈ ગયો છે. RCB અને KKR વચ્ચે થનારી મેચ પણ ટાળી દેવામાં આવી છે.
મુંબઈના 3 સ્ટેડિયમમાં થઈ શકે છે મેચ
BCCIના આ પ્લાન પ્રમાણે 8 અથવા 9 મેથી IPLની દરેક મેચ મુંબઈના ત્રણ સ્ટેડિયમમાં રમાવાની છે. વાનખેડે સિવાય બ્રેબોર્ન અને ડીવાઈ પાટિલ સ્ટેડિયમમાં મેચ થવાની છે. વાનખેડેમાં સિઝનની 10 મેચ પહેલાં જ રમી લેવામાં આવી છે. બાકીના બે સ્ટેડિયમ પણ મેચ માટે રેડી હોવાનું જણાવવામાં આવ્યું છે.
નરેન્દ્ર મોટી સ્ટેડિયમને મોટો ઝટકો
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 12 મેચ થવાની હતી. તેમાંથી હજી 6 બાકી છે. હવે જોવાનું એ બાકી છે કે, 6 અને 8 મેના રોજ થનારી મેચ અહીં થશે કે નહીં. મુંબઈ મેચ શિફ્ટ થવાના કારણે પ્લે ઓફ અને ફાઈનલ જેવી મોટી મેચ સ્ટેડિયમ પાસેથી છીનવાઈ ગઈ છે.
આ સપ્તાહના અંતમાં શિફ્ટિંગ થઈ શકે છે
BCCI અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ સપ્તાહના અંતમાં છે IPLને મુંબઈ શિફ્ટ કરવામાં આવી શકે છે. તેનો અર્થ એવો થાય છે કે, કોલકાતા અને બેંગલુરુમાં મેચ રમવામાં આવશે નહીં. તે સાથે જ પ્લેઓફ સહિત ફાઈનલ મેચ અમદાવાદમાં નહીં થાય. આ બધી જ મેચ મુંબઈમાં જ થશે. જોકે હજી આ વિશે અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. ત્યારપછી જ કોઈ અધિકારી દ્વારા જાહેરાત કરવામાં આવશે.