Abhayam News
AbhayamNews

ભરૂચ હોસ્પિટલ આગ દુર્ઘટનામાં મધરાત્રે સુરતનાં સેવા સંસ્થાના આ ત્રણ યુવાનો મદદે પહોંચ્યા.

હવે સુરત શહેરમાં ચાલતી સેવા નામની સંસ્થા પ્રત્યે લોકોની લાગણી અને અપેક્ષાઓ વધવાથી ગુજરાત અને ગુજરાત બહારનાં રાજ્યો માંથી પણ મદદ માટે ફોન આવી રહ્યા છે, ત્યારે એવી જ એક ઘટના ગુજરાત રાજ્યના ભરુચ શહેરમાં મધરાતે તા. 1 મે 2021 નાં રાત્રે 1:30 કલાકે સૌરાષ્ટ્રનાં નામાંકિત નેતા દ્વારા સુરત શહેરનાં રહેવાસી અશોકભાઈ અધેવાડા ને ફોન દ્વારા માહિતી અપાય કે ભરૂચ એક હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટના બની છે ત્યાં ઘણા લોકોનાં મૃત્યુ થયા છે અને હોસ્પિટલ દ્વારા ફેરવાયેલા દર્દીઓને અન્ય હોસ્પિટલોમાં જ્યારે ફેરવાયા છે.

ત્યારે એમની પાસે ઓક્ઝિજન ની બોટલ છે પણ એના પર લગાવવામાં આવતા ઓકસો મીટર વાલ્વની વ્યવસ્થા નથી માટે કોઈપણ સંજોગોમાં આ વ્યવસ્થા ત્યાં ઉપલબ્ધ કરાવો ત્યારે સેવા સંસ્થાનાં સંકલન સમિતિનાં વિપુલભાઈ બુહા સાથે વાત કરી સંકલન કરી રાત્રે વાલ્વ ઉપલબ્ધતા માટે મહેનત કરાય ત્યારે સરદારધામ યુવા તેજ કન્વીનર અભિનભાઈ કળથીયા દ્વારા વાલ્વની વ્યવસ્થા થઈ 60 નંગ જેવા ઓક્સોમીટર વાલ્વને લઈ મધરાતે 2:33 કલાકે આ ત્રણ વ્યક્તિઓ કોઈપણ વિચાર કર્યા વગર ભરૂચ વેલફેર હોસ્પિટલમાં લાગેલી આગની દુર્ઘટનામાં પીડાતા દર્દીઓની મદદ માટે રવાના થયા ફોન દ્વારા સંકલન કરી મધરસ્તે ઓક્સો મીટર વાલ્વ પહોંચાડી.

ભરૂચ શહેરનાં જુદા જુદા વિસ્તારમાં ફેરવેલ દર્દી તેમજ જંબુસર જેવા વિસ્તારમાં આ વાલ્વ પહોંચાડવા આવ્યા ત્યાંથી આગળ વધતા ઘટના સ્થળે જઈ બનતી દરેક મદદ કરવા હાથ લંબાવાયો આ ઘટના નરી આંખે જોયા પછી હૃદયકંપી ઉઠે એવા દ્રશ્યો નજર સમક્ષ કંડોળાયા હતા જ્યારે આવડી મોટી આપત્તિનાં સમયે માનવી કશું જ વિચારી શકતો નથી ત્યારે સેવા સંસ્થાનાં સૈનીકોએ હિંમતભેર અને સૂઝબૂઝ થી કોઈપણ વિલંબ કર્યા વગર આ દુર્ઘટનામાં મદદરૂપ બન્યા હતા. સુરત શહેરનાં આ ત્રણ વ્યક્તિઓએ સમગ્ર સુરત શહેરનું નાગરિકતાપણા ને ગૌરવ અપાવી શકે એવું સાર્થક કાર્ય કર્યું છે..

Related posts

સુરત ની સેવા એ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ ખડે પગે કરી રહ્યું છે કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા….

Abhayam

ગોંડલ માર્કેટયાર્ડના ઈતિહાસમાં પહેલીવાર જીરાનો રેકોર્ડબ્રેક ભાવ બોલાયો

Vivek Radadiya

શુગર કોસ્મેટિક્સને બનાવી દીધી 4000 કરોડની કંપની!

Vivek Radadiya