Abhayam News
AbhayamNews

સુરત:- હેટ્રો કંપનીના રેમડેસીવીર ઇન્જેક્શનના નામે ખાલી બોટલમાં પાણી પધારાવતો ઇસમ પકડાયો,જાણો સમગ્ર ઘટના..

ગુજરાતની સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. ક્યાય ઓક્સીજન ઘટે છે તો ક્યાંક વેન્ટીલેટર, ક્યાંક દવાઓ નથી મળી રહી તો ક્યાંક બેડ જ નથી મળી રહ્યા. આવી કપરી પરિસ્થિતિનો સામનો કરતુ ગુજરાત હાલ ભગવાન ભરોશે જીવી રહ્યું છે. એમાય ગુજરાતના મહાનગરોની સ્થિતિ સૌથી વધારે ખરાબ થઇ છે. દરરોજ વધુમાં વધુ લોકો સંક્રમિત થઇ રહ્યા છે અને વધુમાં વધુ લોકો મોતને ભેટી રહ્યા છે. ક્યાંક બેડ માટે દર્દીઓ લડત લડી રહ્યા છે તો ક્યાંક સારવાર માટે જીવન અને મોત વચ્ચે લડી રહ્યા છે.

આવી કપરી પરિસ્થિતિમાં સુરત શહેરમાં દર્દીઓને સૌથી જરૂરિયાત એવા રેમડેસીવીર ઇન્જેક્શનના નામે રેમડેસીવીરની બોટલમાં પાણી ભરીને લોકોને આપવામાં આવી રહી છે. સુરત શહેરમાં વધુ એક ઇન્જેક્શનનો મામલો  સામે આવ્યો છે. સુરત શહેરમાં રેમડેસિવિર ઇન્જેક્શન ન મળવાથી દરરોજ કેટલાય લોકો મોતને ભેટી રહ્યા છે. જે પણ કોઈ દર્દીને રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂર હોય તેના પરિવારજનો તેનો જીવ બચાવવા ગમે તેટલા રૂપિયા આપીને પણ ગમે ત્યાંથી ઈન્જેક્શન ખરીદવા માટે તૈયાર થઈ રહ્યા છે. આવી કપરી પરીસ્થિતિમાં પણ કેટલાક અમાનવી લોકો કમાણી કરી લેવા નકલી ઇન્જેક્શનો આપીને લોકોના જીવન સાથે રમી રહ્યા છે. આવી જ એક ઘટના સુરત શહેરમાંથી સામે આવી છે. આશંકા જતા લોકોએ નકલી રેમડેસિવિર ઇન્જેક્શન વેચતા ઇસમને પકડી પોલીસને સોંપી દીધો હતો.

રેમડેસિવિર ઇન્જેક્શનના નામે કેવીરીતે દર્દીઓને પધારાવતો હતો પાણી?
એક દર્દીના સબંધીએ આ જુઠ્ઠાણું પકડવા આ યુવકને ઇન્જેક્શન આપવા માટે કહ્યું હતું અને ત્યારે આ યુવક અર્ટિગા કાર લઈ ડિલિવરી આપવા આવ્યો હતો. આ યુવક રેમડેસિવિર ઇન્જેક્શનની બોટલમાં પાણી ભરીને લોકોને ડીલીવર કરતો હતો.  હેટ્રો કંપનીના ઈન્જેકશન પાવડર ફોમ માં આવે છે અને આ ઇન્જેક્શન લીક્વીડ ફોમમાં આવતા આશંકા થઇ હતી. આ યુવક એક ઇન્જેક્શન 7 હજારના લેખે 6 ઈન્જેકશન આપતા ઝડપાયો હતો. સાથે સાથે એ પણ જાણવા મળ્યું છે કે આ ઇન્જેક્શનની તારીખો પણ પૂરી થઇ ગઈ હતી, એટલે કે ઇન્જેકશનો એક્સપયારી ડેટના હતા. વાયરલ થયેલી તસવીરોમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે, એક્સપાયરી ડેટ સાથે પણ ચેડા કરવામાં આવ્યા છે. ગયા વર્ષની તારીખ ને ચાલુ વર્ષમાં ફેરવી નાંખવામાં આવી છે. ઈન્જેકશનની લેવડ દેવડનો બનાવ ઉમરા પોલીસ મથક હદ વિસ્તારમાં બનતા સરથાણા પોલીસે, આ યુવકને ઉમરા પોલીસને સોપી દીધો હતો.

પોલીસે પૂછપરછ શરૂ કરી…
પોલીસ આ યુવાનની પુછતાછ કરી રહી છે, ખાલી ઇન્જેક્શનની બોટલોમાં પાણી ભરીને રેમડેસીવીર ઇન્જેક્શન વેચતા રંગેહાથ જડ્પાયો હતો. જો કે પોલીસ દ્વારા આ ઘટનાની વધારે કોઈ માહિતી આપવામાં આવી નથી. અત્યાર સુધીમાં આ યુવાને કેટલાય લોકોને નકલી રેમડેસીવીર ઇન્જેક્શન આપ્યા છે અને તેની વધારે તપાસ હાથ ધરવામાં આવી છે.  પોલીસ દ્વારા આ ઘટનામાં કયાં કયાં હોસ્પિટલના દર્દીઓને કેટલા રૂપિયામાં આ બોગસ ઇન્જેક્શન વેચ્યું છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

આ તમામા બનાવ અંગે ફરિયાદી જીગ્નેશભાઈએ જણાવતા કહ્યું હતું કે, મારા મામાનો દીકરો કોરોનાથી સંક્રમિત છે. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું ઓક્સિજન લેવલ 80 થી 85 જેટલું રહેતું હતું. એટલે તેને આ રેમડેસીવીર ઇન્જેક્શનની ખાસ જરૂરિયાત હતી. અને આવા સમયે આ ઇસમનો મને સંપર્ક થયો હતો. તેને મને અથવા ગેટ પાસે વનિતા પાસે બોલાવ્યો હતો અને મેં તેને એક ઈન્જેક્શનના સાત હજાર લેખે 42 હજાર રૂપિયા ચૂકવ્યા હતાં અને આ ઇન્જેક્શન લિક્વિડ ફોર્મમાં હોવાથી મને શંકા ગઈ હતી કે આ ઇન્જેક્શન નકલી હોય શકે છે.

Related posts

નવેમ્બરમાં અડધો મહિનો બેંકો રહેશે બંધ

Vivek Radadiya

આણંદ:-એક પટેલ પરિવારના સભ્યની અમેરિકામાં થઇ હત્યા:- જુઓ કેવી રીતે?

Abhayam

ધનતેરસથી ભાઈ બીજ સુધી દરરોજ મહેમાનોને ખવડાવો આ સ્વીટ

Vivek Radadiya